________________
પતમાન ભશ્વર-વસઈ મહાતીર્થ
એ બેઠેલો હાથી જ લાગે; અને હાથી એ તે બીજા તીર્થકર અજિતનાથનું લાંછન છે; એટલે એ ઉપરથી આ તીર્થ સંબંધી માહિતી આપનાર વ્યક્તિએ એમને આ મૂળનાયકની પ્રતિમા અજિતનાથની હેવાનું કહ્યું હેવું જોઈએ. પણ ખરી રીતે એ મહાવીરસ્વામીની પ્રતિમા છે. આ મૂર્તિ ઉપરનું લાંછન ઝીણવટથી જોનાર જોઈ શકશે કે એમાં હાથીના દંકૂશળ નથી દેખાતા. (જુઓ, ચિત્ર નં- ૧૬).
(૨) વિસં. ૧૨૩૨ની સાલની સફેદ આરસની, ફણધારી પાર્શ્વનાથની અને શ્રી શાંતિનાથની–એ બેમાંથી
પણ પ્રતિમા અત્યારે આ મંદિરના ગભારામાં નથી; તેમ જ દેરાસરની ભરતીમાં તપાસ કરાવતાં ત્યાં પણ કયાંય ' આ બંને પ્રતિમાઓ મળી નથી. તે પછી આઠ વર્ષ જેટલી પ્રાચીન આ પ્રતિમાઓનું શું થયું હશે એવા સવાલ સહેજે થાય છે. આને ચોકકસ જવાબ તો આપી શકાય એમ નથી, છતાં એને ખુલાસે કંઈક આ પ્રમાણે આપી શકાય: ડે. બજેસે વિ. સં. ૧૯૩૪-૧૯૩૯ વચ્ચે થયેલ આ તીર્થના છેલ્લા જીર્ણોદ્ધાર પહેલાં આ તીર્થની મુલાકાત લીધી ત્યારે આ બે પ્રતિમાઓ ગભારામાં બિરાજમાન હતી. પણ છેલા જીર્ણોદ્ધાર પછી આ દેરાસરની વિ. સં. ૧૯૩૯માં પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે આ બે મૂર્તિઓને સ્થાને વિસં. ૧૯૨૧ના ઉલ્લેખવાળી જમણી બાજુ શ્રી અજિતનાથની અને ડાબી બાજુ શ્રી વિમળનાથની પ્રતિમા પધરાવવામાં આવી હતી. તો પછી વિ. સં. ૧૨૩રની બે પ્રતિમાઓનું શું થયું હશે ? યા તો જર્ણોદ્ધાર વખતે એ ખંડિત થઈ હશે અથવા તો બીજા કોઈ સ્થાનના જિનમંદિરમાં બિરાજમાન કરવા શ્રીસંઘે આપી હશે. એવું અનુમાન કરી શકાય.
(૩) ગભારામાં છેક જમણી બાજુના ખૂણામાં શામળિયા પાર્શ્વનાથની પ્રતિમા હોવાનું લખ્યું છે તે આ તીર્થના મૂળ-જાના મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણની પ્રતિમા જ છે એ નક્કી છે. અને જે બે મોટા કદના કાઉસગિયા મૂળનાયકની આજુબાજુ હોવાનું ડે. બજેસે લખ્યું છે. તે જૂના મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમાની આસપાસના હોવા જોઈએ. અને, સંભવ છે કે, આ છેલા જીર્ણોદ્ધાર વખતે જૂના મૂળનાયક શામળિયા પાર્શ્વનાથની પ્રતિમાને ભમતીની વચ્ચેની ૨૫મા નંબરની મોટી દેરીમાં પધરાવવામાં આવી ત્યારે, આ બને કાઉસગિયા પણ ત્યાં બિરાજમાન કરવામાં આવ્યા હોય. જોકે અત્યારે આ દેરીમાં શામળિયા પાર્શ્વનાથની બન્ને બાજા જે કાઉસગિયા પધરાવવામાં આવેલ છે, તે ડે. બજેસે ઉલ્લેખેલ કાઉસગ્ગિયા જ છે, એમ નિશ્ચિત રૂપે કહેવું મુશ્કેલ છે; છતાં આવી સંભાવના સાવ નકારી શકાય એવી પણ નથી.
(૪) ડે. બજેસે વિસં. ૧૨૩રની સાલને જગડુશાના જીર્ણોદ્ધારની સાલ તરીકે ઓળખાવી છે તે ખોટી છે, કારણ કે જગડુશા વિક્રમની ૧૩ મી સદીના ઉત્તરાર્ધમાં અને ૧૪મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા એ નિશ્ચિત છે.
કરછના ઇતિહાસ અને પુરાતત્તના જાણીતા વિદ્વાન શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ “ સ્વદેશ” પત્રના વિ. સં. ૧૯૮૦ ના દીપોત્સવી અંકમાંના એમના ભદ્રેશ્વર તીર્થ સંબંધી લેખમાં, આ તીર્થના મૂળનાયક તરીકે મહાવીરસ્વામી બિરાજમાન હોવાને ઉલ્લેખ કરવાની સાથે સાથે, ડે. બજેસની જેમ, એની આસપાસ ફણુધારી પાર્શ્વનાથ અને શાંતિનાથની મૂતિઓ હોવાનું લખ્યું છે; પણ, ખરી રીતે, એ વખતે આ બે મૂર્તિ એને સ્થાને
અજિતનાથ અને વિમળનાથની મૂતિઓ બિરાજમાન થયેલી હતી. તેથી શ્રી છીયાએ ડો. બજેસને અનુસરીને આમ લખ્યું હોય એ સમજી શકાય એવું છે. પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદ તરફથી પ્રગટ કરવામાં આવેલ “જૈન તીર્થ સર્વસંગ્રહ” માં (પૃ. ૧૪૦ ) આ બાબતમાં, ડે, બસ અને શ્રી છાયાની જેમ જ લખવામાં આવ્યું છે કે “પરિકરમાં બે કાઉસગ્ગિયા મૂર્તિઓ છે. મૂળનાયકની જમણી બાજુએ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ મૂર્તિ છે અને ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. આ બંને મૂર્તિઓ ઉપર સં, ૧૨૩૨ની સાલના લેખો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org