________________
શી ભાઇશ્વર-વસઈ બહાલી ગભારામાં મૂળનાયક ભગવાનના પબાસણ ઉપર એક આરસની છત્રી ગોઠવવામાં આવી છે. વિ. સં. ૧૦૬૯માં શા ગેલાભાઈ દેવરાજ તથા શા ગણશીભાઈ ધરમશી નવાવાસવાળાએ આ છત્રી બંધાવ્યાનું એના ઉપર લખ્યું છે.
ઘુમ્મટનું ચિત્રકામ અને બે શિલાલેખ ભગવાનની પ્રતિમાનાં દર્શન કરીને રંગમંડપનું નિરીક્ષણ કરતી વખતે બે વસ્તુઓ યાત્રિકોનું ધ્યાન ખેંચે છે. એક છે રંગમંડપના ઘુમ્મટમાં દોરેલું ચિત્રકામ. બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથના લગ્નના વરઘોડાનું અને એમના અંતરમાં પ્રગટેલ કરુણા પ્રેરિત વૈરાગ્યભાવનું તેમ જ દીક્ષાકલ્યાણકનું સુંદર આલેખન આખા ઘુમ્મટમાં કરવામાં આવ્યું છે, જે અમુક પ્રમાણમાં ઝાંખું થઈ ગયું છે. [ ચિત્ર નં. ૧૮]
અને પછી ગભારાની બહાર, જમણી બાજુ, એકની ઉપર બીજે એમ, બે લાંબા અને મોટા શિલાલેખે ચડેલા છે, એ બંને લેખ દરેક યાત્રિકે સમય લઈને, સ્થિરતાપૂર્વક, ખાસ વાંચવા જેવા છે. એમાંના ઉપરના લાંબી લાંબી ૪૧ લીટીઓના સંસ્કૃત ભાષાના મુખ્ય શિલાલેખમાં તો આશરે પચીસસો વર્ષ પહેલાં આ તીર્થની સ્થાપના થઈ ત્યારથી તે, સોએક વર્ષ પહેલાં, વિ.સં. ૧૯૩૪૧૯૯ની સાલ દરમ્યાન, આ તીર્થનાં જીર્ણોદ્ધાર-પ્રતિષ્ઠા થયાં ત્યાં સુધીની આ તીર્થ સંબંધી જાણવા જેવી મોટા ભાગની માહિતી ટૂંકમાં સમાવી લેવામાં આવી છે. [ ચિત્ર નં. ૧૯] તીર્થ
આ દિલ્લેખ ઉપરથી જોઈ શકાય છે કે, ફક્ત ૨૨ વર્ષ પહેલાં, સને ૧૯૫૩ની સાલમાં જ, પ્રગટ થયેલા આ મંયમાં બે કાઉસગિયા મૂતિઓ અને વિસં. ૧૨૩૨ના લેખવાળી પાર્શ્વનાથ અને શાંતિનાથની મૂર્તિઓ હોવાનું જે નેપ્યું છે તે, જાતમાહિતી કે જાતતપાસના આધારે નહીં પણ, ડે. બજેસની નોંધના અડધારે જ નોંધ્યું છે, જે વસ્તુરિથતિથી સાવ જુદું છે, તે ઉપર આપેલી વિગતે ઉપરથી જોઈ શકાય છે.
ડે. બજેસ પહેલાં ૩૭ વર્ષ અગાઉ, સને ૧૮૩૭ની સાલમાં, લેફટનન્ટ પોસ્ટાન્સે આ તીર્થની મુલાકાત લીધા પછી,ભદ્રેશ્વરના જૈન મંદિર અને ભદ્રાનગરી સંબંધી જે લેખ લખ્યો છે, તેમાં વળી આ તીર્થના મૂળનાયકની પ્રતિમા સંબંધી તદ્દન જુદી જ વાત લખી છે અને એની સાથે મૂળનાયકની પ્રતિમાનું હાથે દોરેલું ચિત્ર પણ આપ્યું છે. એમણે લખ્યું છે કે
figures of Parasnatb, and his attendants, as represented in the accompanyiog sketch, are of white marble.”
(સાથેના રેખાચિત્રમાં દર્શાવવામાં આવેલ પાર્શ્વનાથની પ્રતિમા અને એમના પરિચાર સફેદ આરસના બનાવેલા છે.) વધારામાં એમણે એમ પણ નેપ્યું છે કે કચ્છમાં આરસપહાણ મળતું ન હોવાથી આ પ્રતિમાઓ ગુજરાતમાંથી લાવવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. આમાં શ્રી પોસ્ટન્સ સફેદ આરસની પ્રતિમા પાર્શ્વનાથની હેવાનું લખ્યું છે તે એમને માહિતી આપનારે કરેલી ભૂલનું જ પરિણામ છે એ સ્પષ્ટ છે. એણે, પરંપરાથી આ તીર્થ પાર્શ્વનાથનું હોવાની માન્યતાના આધારે, એ વખતમાં મૂળનાયક મહાવીર હોવા છતાં, પાર્શ્વનાથ હોવાનું કહ્યું હોય એમ લાગે છે. શ્રી પિસ્ટાર્સે પોતે દોરેલો કે બીજા કોઈની પણ પાસે દોરવેલ પાથર્વનાથની મૂર્તિ અને એમના પરિચારકોને હેચ કે વિચિત્ર છે તે સાથેના ચિત્ર નં. ૧૭ ઉપરથી જોઈ શકાય છે. એની આસપાસનો દેખાવ જાણે કેઈ પશ્ચિમની પદ્ધતિની ચિત્રરેખાઓને રજૂ કરતે હોય એમ જ લાગે છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org