________________
ત
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ
સામાસામ, આ તીર્થ ભૂમિની ખૂખ ભાવના અને નિષ્ઠાથી સેવા કરી પેાતાની સુવાસ મૂકી જનાર (દુર્ગાપુર ) નવાવાસવાલા શ્રી આસુભાઈ વાગજીની, આરસની મેાટી અરધી પ્રતિમા ( અસ્ટ ) કાચની માટી પેટીમાં એવી રીતે મૂકવામાં આવેલ છે કે એના તરફ સાવ સહજપણે દરેકનું ધ્યાન ખેંચાય છે [ચિત્ર નં. ૨૯]. શ્રી આસુભાઈ ના જન્મ વિ॰ સં૦ ૧૮૯૩માં અને સ્વર્ગવાસ વિ॰ સ’૦ ૧૯૭૫માં, ૮૨ વર્ષની ઉ’મરે, થયા હતા.૧૧
આ જિનમદિર વાસ્તુવિદ્યાના તા એક સુંદર નમૂનેા છે જ; એ જ રીતે એમાં શિલ્પકળા અને આધુનિક ચિત્રકળાનાં પણ દન થઈ શકે છે. શિલ્પ-સ્થાપત્ય અને પુરાતત્ત્વ વિદ્યાના અભ્યાસીએ તે આ મંદિરનું કર્યુ` સ્થાપત્ય કેટલું પ્રાચીન હેાઈ શકે અને એના કયા સ્તર આછે પ્રાચીન કે પાછળથી બન્યા હશે એ મ`ડાવર, શિખર વગેરેનુ શિલ્પકામ જોઈ ને નક્કી કરી શકે છે, પણ મારા એ વિષયના મુદ્દલ અભ્યાસ નહીં હૈાવાથી એની મીમાંસા મારાથી ન થઈ શકે, પણ એક કળાના ચાહક તરીકે આ મદિરનાં કળામય શિલ્પા અને ચિત્રો મન ઉપર કેવા ભાવ અંકિત કરે છે, એવી કેટલીક રજૂઆત જરૂર થઈ શકે,
શિલ્પકળાની સમૃદ્ધિ
પહેલાં દેરાસરમાંની શિલ્પકળા જોઈ એ. માટા અને વિશાળ સ્ત'ભવાળા પ્રવેશમ ડપમાંના સામસામા થાંભલાઓની વચ્ચે કમાના રચી દેવામાં આવી છે, તેને લીધે એક અનેાખું દૃશ્ય ખડુ' થાય છે, એ વાત સાચી, પણ એ બધા ઉપર ચીરુડીનુ` પ્લાસ્ટર કરી દેવામાં આવ્યુ હેાવાથી, ત્યાં કાઈ પ્રકારનું શિલ્પ જોવા મળતુ નથી, એથી મનમાં કંઈક ગ્લાનિ થાય છે. પ્રવેશમ’ડપનાં પગથિયાં ચડીએ એટલે બહારના અને રંગમંડપમાંના થાંભલા અને રગમંડપનુ અને વિશેષે કરીને ગગૃહનું પ્રવેશદ્વાર આકષ ક કારણીથી કડારેલાં જોવા મળે છે. અને દેરાસરના જમણા અને ડાખા પડખામાં તથા પાછળના ભાગમાં (મ`ડાવરમાં) છેક નીચેથી તે શિખરની ટોચ સુધીના બધા ભાગ તા શિલ્પીએ ઝીણવટ, હૈયાસૂઝ અને કળાની નિપુણતાથી કંડારેલ ઉત્તમ કોટીનાં શિલ્પાથી એવા ભર્યા ભર્યા અને સમૃદ્ધ કરેલા છે કે એ જોઈ ને અંતર તૃપ્ત થઇ જાય છે, અને આવી કળાના સર્જનહાર સ્થપતિને માટે હૃદયમાંથી શાખાશીના ઉદ્ગાર આપમેળે નીકળી જાય છે. આ શિલ્પા માં હાથી વગેરેના જુદા જુદા થરા તા સુંદર છે જ, પણ દેવ-દેવીએ અને માનવીઓની કેટલીક આકૃતિઓ તે એવી આબેહૂબ અને ચેતનવતી બનેલ છે કે જાણે હમણાં જ એ સજીવન થઈ ને બેાલવા અને હલનચલન કરવા લાગશે એવા જ આભાસ થાય છે [ચિત્ર ન. ૩૦, ૩૧, ૩૧,
૧૧. આ બસ્ટ મૂકવાનુ` તા. ૨-૧૦-૧૯૨૦ ની જનરલ સભામાં નક્કી થયું હતું, પણુ અનેા અમલ થયા નહીં તેથી એ માટે તા. ૧૬-૪-૧૯૩૩ ના રાજ ફરી ઠરાવ કરવામાં આવ્યા હતા. અને દેરાસરમાં બસ્ટ મૂકવાની જગ્યા તા. ૩-૪-૧૯૩૮ ના દિવસે પસંદ કરવામાં આવી હતી.
“ "ચલગચ્છ દિગ્દર્શન''માં (પૃ૦ ૫૮૭) લખ્યું છે કે “નવાવાસના આસુ વાઘજીએ સ. ૧૯૪૦માં રંગુનમાં સૌપ્રથમ ચેાખાને વ્યાપાર જમાવ્યા. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org