________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીય
મૂળનાયકની મૂર્તિ ઉપરને લેખ અને જ્યારે મૂળનાયક પ્રભુની પ્રતિમાનાં મન ભરીને દર્શન-સ્તવન કરી લઈએ તે પછી એની પૂજા કરતી વખતે પ્રભુની બેઠક ઉપર–પ્રતિમાજીના પબાસન ઉપર-કતરેલ ડાક અક્ષરોને નાનું સરખે લેખ પણ જોઈ-વાંચી લેવું જોઈએ. લગભગ આધુનિક લિપિને મળતા અક્ષરોમાં કોતરેલા આ લેખનું સાવ ટૂંકું લખાણ કેવળ આટલું જ છેઃ “સ દરર ના વર્ષે.” અને આ લખાણમાં ના અને વર્ષ” એ બે શબ્દો વચ્ચે કેતરવામાં આવેલા સિંહનું લાંછન ચાલુ સિંહના આકારનું નહીં પણ સૂઢ અને પાંખવાળા કેસરીસિંહની ઊભી નહીં પણ બેઠેલી
આકૃતિને મળતું છે. [ ચિત્ર નં. ૧૬] (તીર્થકર ભગવાનની માતાને આવતાં ૧૪ સ્વપ્નમાં સિંહના સ્વપ્નની આકૃતિ મોટે ભાગે સૂઢ અને પાંખેવાળા કેસરીસિંહના જેવી જેવામાં આવે છે.)
૭. ડે. જે બજેસે સને ૧૮૭૪ની આસપાસ આ તીર્થની મુલાકાત લઈને એનું વર્ણન “રિપેટ એન ધી એન્ટીવીટીઝ ઓફ કાઠિયાવાડ અને કચ્છ” નામે પુસ્તકમાં લખ્યું ત્યારે ગભારામાંની મૂર્તિઓ અંગે એમણે (પૃ. ૨૦૮) જે નોંધ કરી હતી તે આ પ્રમાણે છે :
"In the Shrine are three images of white marble, the central one, not at all large, is. Ajithanatha, the second of the Tirthankars, and has carved upon it the figures r? probably for S. 1622-(A. D. 1565). On bis right is Parsvanatha with the snake hood, marked S. 1232, and on his left Santinatha, the 16th Tirthankara also marked S. 1232 or A. D. 1175-the date of the restoration by Jagade vasah. On the back wall, round the central figure, are Kausagiyas, indicative from their position that the shrine was once occupied by a larger image. On the extreme right is an image of the black or Samla Parsvanatha.”
(ગભારામાં સફેદ આરસની ત્રણ પ્રતિમાઓ છે. એમાં મૂળનાયકની મૂર્તિ, જે વિશાળ નથી, તે બીજા તીર્થકર અજિતનાથની છે અને એના ઉપર ૬૨૨ અંક કતરેલો છે, જે બનતાં સુધી સં૦ ૧૬૨૨ (ઈ. સ. ૧૫૬૫)ના બદલે હોવો જોઈએ. મૂળનાયકની જમણી બાજુ ફણાધારી પાર્શ્વનાથની પ્રતિમા છે; એના ઉપર સં૦ ૧૨૩૨ કેરેલા છે; અને ડાબી બાજુ સેળમાં તીર્થકર શાંતિનાથની પ્રતિમા છે; અને એના ઉપર પણ સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૫) કોતરેલ છે–આ સાલ જગદેવ શાહે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો એની છે. ગભારાની પાછલી દીવાલમાં, મૂળ નાયકની આસપાસ કાઉસગિયા છે. આ કાઉસગ્ગિયાની આકૃતિ ઉપરથી એવું જાણી શકાય છે કે એક કાળે ગભારામાં (મૂળનાયકની) વધારે મોટી પ્રતિમા હતી. જમણી બાજુ એક ખૂણામાં કાળા અથવા શામળા પાર્શ્વનાથની પ્રતિમા છે.)
ડે. બજેસના આ લખાણ અંગે જે વિચારણા અને ખુલાસા કરવા જેવાં છે તે આ પ્રમાણે છેઃ
(૧) ડે. બજેસે મૂળનાયક તરીકે સફેદ આરસની, સં. ૬૨૨ના અંકવાળી મૂર્તિને અજિતનાથની મૂર્તિ તરીકે ઓળખાવી છે. આ પ્રતિમા ઉપર સં. દરરને અંક કોતરેલો છે એ ઉપરથી એટલું તે નિશ્ચિત છે કે એમણે આ તીર્થની મુલાકાત લીધી ત્યારે પણ મૂળનાયક તરીકે અત્યારે છે તે સં૦ ૬૨૨ના અંકવાળી વેત આરસની પ્રતિમા જ બિરાજમાન કરેલી હતી. તે પછી એમણે એ પ્રતિમાને મહાવીરસ્વામીના બદલે અજિતનાથની પ્રતિમા તરીકે કેમ ઉલ્લેખ કર્યો હશે? આને ખુલાસે એ છે કે આ પ્રતિમાની બેઠક ઉપર ચાલુ ઊભા કે સન્મુખ મુખવાળા સિંહના બદલે પાંખો અને સુંઢવાળે કેસરીસિંહ બેઠેલી સ્થિતિમાં બતાવ્યો છે, જેથી બહુ ઝીણવટથી નહીં જોનારાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org