________________
વિશાળ જાહેશ્વર-વસઈ મહાતીર્થ
કરુણાસાગર પરમાત્મા મહાવીરસ્વામીની સન્મુખ ખડા થઈએ છીએ. [ ચિત્ર નં. ૧૩, ૧૪]
વેત સંગેમરમરમાંથી ઘડેલી ૨૫ ઈંચની ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા એવી તો ગંભીર, ચિત્તને આહલાદક ઉપજાવે એવી અને સપ્રમાણ છે કે એને મન ભરીને નીરખ્યા જ કરીએ એવી પાવનકારી ઊર્મિ આપણા અંતરમાં વહેવા લાગે છે અને “ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું ?” એ ભાવવાહી કવિપક્તિની યથાર્થતાની આપણને પ્રતીતિ થાય છે. [ચિત્ર નં. ૧૫] મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાની જમણી બાજુ ૨૧ ઈંચની ભગવાન અજિતનાથજી અને ડાબી બાજુ ૨૧ ઈંચની ભગવાન વિમલનાથની પ્રતિમા છે. અને આ બંને પ્રતિમાઓ ઉપર વિ. સં. ૧૯૨૧ની સાલના શિલાલેખે છે. આ રીતે ગભારામાં કુલ ત્રણ જ પાષાણ-પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલ હોવાથી ભાવિક જન એમની ભક્તિ-પૂજા બહુ જ શાંતિથી કરી શકે છે. આ ગભારાની જમણી બાજુના એક ઉજાસવાળા ઊંડા ગોખલામાં કેટલીક ચાંદીની અને બીજી મૂતિઓ તથા સિદ્ધચક્રના યંત્રે મૂકવામાં આવેલ છે. આ ગોખલાને તાળું વાસીને અંદરની વસ્તુઓને વધુ સુરક્ષિત કરવામાં આવી છે.
મૂળનાયકની પાછળનું અનોખું પૂકિયું ભગવાન મહાવીરની પ્રતિમાનાં દર્શન કરતી વખતે એની પાછળ મૂકવામાં આવેલ એક પૂકિયું ખાસ ધ્યાન ખેંચે છે. સોનેરી રૂપેરી તાર અને ટીપકીઓના ભરતકામનું, ઝીણી ઝીણી ટીપકીઓની છાંટવાળું કથ્થઈ રંગનું આ મખમલી પૂઠિયું આમ તે સાવ સાદું છે અને કિંમતમાં અને ભરતકામની ઝીણવટ તથા વિપુલતામાં આ પૂઠિયાને ચડી જાય એવાં પૂઠિયાં ઠેર ઠેર જોવામાં આવે છે. પણ આ પૂઠિયામાં જે અનાખી અને ચિત્તને વશ કરી લે તથા પ્રભુપ્રતિમાની શોભામાં વધારો કરે એવી વિશેષતા છે, તે બીજે ભાગ્યે જ જોવા મળે છે. આ વિશેષતા તે આ પંકિયામાં ગૂંથવામાં આવેલ રૂપેરી ભરતકામનું ભામંડળ. જાણે વેત સંગેમરમરની પ્રભુ-પ્રતિમાનું પ્રમાણ અંગ જ હોય એ રીતે આ ભામંડળ જે કારીગર-મિત્રે બનાવ્યું હશે તેને માટે અંતરમાંથી સહજપણે શાબાશીને ઉદ્દગાર નીકળી જાય છે. (જુઓ મૂળનાયક મહાવીરસ્વામીના નં. ૧૫માં ચિત્રને પાછળ ભાગ) જાણે સ્વયં પરમાત્માના આંતર તેજનું દર્શન કરાવતું હોય એવા આ ભામંડળ સાથે ભગવાનની પ્રતિમાનાં દર્શન કરતાં જાણે અંતર ધરાતું જ નથી. એ પૂઠિયાના બનાવનાર કારીગરે પ્રભુની પ્રતિમા સાથે બરાબર બંધ બેસે અને શોભી ઊઠે એવું આ ભામંડળ સમજપૂર્વક માપ લઈને બનાવ્યું હોય કે સાવ સ્વાભાવિક રીતે, અનાયાસે, એના હાથે આવી ધ્યેયલક્ષી અને પ્રમાણે પેત રચના થઈ ગઈ હોય, એ જે હોય તે, પણ એના હાથે એક આફરીન કહેવરાવે એવી રચના થઈ છે, એમાં શક નથી. (આ સ્થાને એમ કહેવાનું મન થઈ આવે છે કે, જ્યારે પણ ઘસાઈ જવાને કારણે આ પૂડિયું બદલવાનો વખત આવે ત્યારે, આ પૂઠિયાની કલાત્મક વિશેષતાને ધ્યાનમાં રાખીને જ નવું પૂઠિયું બનાવવામાં આવે. આ પૂઠિયાથી આ સપ્રમાણ અને સુંદર પ્રભુ-પ્રતિમા કેવી વિશેષ શોભાયમાન બની જાય છે અને તે, શબ્દોના વર્ણનથી નહીં પણ, જાતે દર્શન કરવાથી જ ખ્યાલ આવી શકે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org