________________
કચ્છમાં જૈનધર્મ અને જૈન મહાજન કરછમાં જૈનધર્મ કયારથી હશે, એ જિજ્ઞાસાને થોડાક જવાબ તે કચ્છનું સુપ્રસિદ્ધ ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થ પોતે જ આપે છે.
આ તીર્થની સ્થાપનાની, પરંપરાથી કહેવાતી-સચવાતી રહેલી અનુકૃતિને એટલે કે કથાને સમય છે, ભગવાન મહાવીરના નિર્વાણ પછીની પહેલી પચીશી જેટલો પ્રાચીન ગણાય છે; એટલે, એ કથાને આધારે, એમ કહી શકાય કે, શ્રમણ ભગવાન મહાવીરના સમયથી જૈનધર્મને પ્રભાવ કરછમાં પહોંચી ગયો હશે. સ્વનામધન્ય વિજય શેઠ અને વિજયા શેઠાણીની ધર્મકથાની સાથે શ્રી ભદ્રાવતી નગરીને સંબંધ વર્ણવવામાં આવ્યો છે, અને તેઓ પણ ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયાનું કહેવામાં આવે છે, તે ઉપરથી પણ જૈનધર્મ કચ્છમાં કેટલા પ્રાચીન સમયથી હશે એને કંઈક ખ્યાલ આવી શકે છે. ઉત્તરોત્તર સચવાઈ રહેલ કથાનક પ્રમાણે તો તેવીસમા તીર્થકર ભગવાન પાર્શ્વનાથના જે જિનમંદિરને લીધે ભદ્રેશ્વર નગરની તીર્થભૂમિ તરીકે ખ્યાતિ થઈ છે, તેની પ્રતિષ્ઠા પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પછીની પહેલી પચીશીમાં, અને એમના જ સમકાલીન લેખાતા શ્રી કપિલ કેવલી અથવા શ્રી વિમલ કેવલીના શુભ હાથે થઈ હોવાની વાત પણ જાણવા મળે છે. આ બનાવ પણ આ વાતનું જ સમર્થન કરે છે.
જૈનધર્મનું ધ્યેય જૈનધર્મનું મુખ્ય ધ્યેય જન્મ-મરણના અવિરત ફેરારૂપ સંસારચક્રથી જીવની સર્વથા મુક્તિ, એ જ રહ્યું છે. એટલે એની બધી ક્રિયાઓ અને સાધનાઓ આ ધ્યેયને અનુલક્ષીને જ યોજવામાં આવેલ છે. જેનધર્મમાં સંસારભ્રમણના મુખ્ય કારણરૂપ કષા તથા રાગ અને દ્વેષની વૃત્તિઓ ઉપર સર્વથા જય મેળનાર જિન કે ભગવાન તીર્થકરને ઈષ્ટદેવ તરીકે માનવા અને પૂજવામાં આવે છે. ભગવાન તીર્થકર સમભાવને મુક્તિને અંતિમ ઉપાય જણાવેલ છે, અને એ માટે વિશ્વના નાના-મોટા તમામ જીને પોતાના મિત્ર માનવાને અને કોઈના પ્રત્યે વૈર-વિરોધનો ભાવ નહીં કેળવવાનો આદેશ આપ્યો છે. આ આદેશની જીવનમાં ત્યારે જ પ્રતિષ્ઠા થઈ શકે કે જ્યારે મન-વચન-કાયાને આંતરબાહ્ય બધે વ્યવહાર અહિંસા અને કરુણાની સર્વ १ सर्वज्ञो जितरागादिदोषखेलोक्यपूजितः ।
શારિતાર્થવવી જ રેણંમેશ્વરઃ . –ગશાસ્ત્ર, પ્ર. ૨, લે૪. २. सेयंबरा व आसंबरा व बुद्धो य अहव अन्नो वा।
समभावभाविअप्पा लहए मुक्खं न संदेहे ॥ –સંહસત્તરી. ३. मित्ती मे सव्वभूएसु वेरं मज्झ न केणइ। –વંદિતુ સુત્ર, ગા૦ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org