Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
દેહથી મુકત થઈ જાય છે, ત્યારે સાક્ષાત અર્થાત્ દ્રવ્યભાવે જીવ કર્તા ભોકતા મટી જાય છે તે જ રીતે દેહ હોવા છતાં પણ જ્ઞાનવૃષ્ટિએ જીવાત્મા સ્વરૂપ પરિણમનના આધારે અકર્તા અને અભોકતા બની શકે છે.
અંતિમપદમાં પણ સિદ્ધિકાર સ્વયં કહે છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત’
આ પદથી દેહ હોવા છતાં પણ કર્તાભાવથી જીવ દૂર રહી શકે છે. અર્થાત્ જળકમલવત્ જેવી સ્થિતિ આવે છે. જેને સામાન્ય શાસ્ત્રોમાં વિદેહી અવસ્થા પણ કહે છે... અસ્તુ.
અહીં આપણે એ જ કહેવાનું છે કે જો શાસ્ત્રકારે આ પાંચમા અને છઠ્ઠા પદની સ્થાપના ન કરી હોત, તો આત્મા કાયમનો કર્તા છે અને બરાબર ભોકતા પણ રહેવાનો છે તેવા દોષિત સિદ્ધાંતની સ્થાપના થઈ શકતી હતી. પરંતુ અધ્યાત્મયોગી કવિરાજ જીવનું કેવળ સાંસારિક સ્વરૂપ પ્રગટ કરી સંતુષ્ટ ન થતાં તેમાંથી મુકત થવાના માર્ગનું દર્શન કરાવે છે.
વળી મોક્ષ છે : આ શબ્દથી મોક્ષની સ્થાપના તો થઈ જ છે. અહીં ફકત મોક્ષ શબ્દ પૂરતી મર્યાદિત વાત નથી. પરંતુ કર્મલીલાથી મોક્ષ થઈ શકે છે અને કર્મલીલાથી છૂટકારો પણ થઈ શકે છે તે ઉપર દૃષ્ટિપાત કર્યો છે. સિદ્ધ અવસ્થારૂપી મોક્ષ તો ઘણો દૂર છે પરંતુ જ્ઞાનપૂર્વક કર્મલીલાથી જો મુકત થવાય, તો તે મોક્ષ પણ મોક્ષનું એક બીજું પ્રગટ રૂપ છે.
જેમ કોઈ શ્વેતાંબર મહાન આચાર્યે કહ્યું છે કે મુક્તિ શ્રીઽતિ દસ્તયોવંદુવિયં અર્થાત ‘મુકિત મારા બંને હાથમાં ખેલે છે' આનો અર્થ એ છે કે મોહવૃષ્ટિથી વિમુકત થતાં મુતદશાનો અનુભવ થાય છે. જો કે અહીં શાસ્ત્રકારે તો સમગ્ર કર્તાભાવથી પણ મુકત થવા માટે આ પદમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે અને તેનો ઉપાય પણ સાથે સાથે ઉદ્ઘોષિત કર્યા છે. સદ્ઉપાય તરીકે સુધર્મને સ્થાપ્યો છે. જેના ઉપર બધા ધર્મશાસ્ત્રોની રચના થઈ છે તેમાં જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિ રત્નત્રયનું જે વિરાટ વિવેચન છે, તેનો સુધર્મમાં સમાવેશ થાય છે. સાથે સાથે નીતિધર્મ અને માનવધર્મનો પણ સુધર્મમાં સમાવેશ કરી સમાજધર્મ સ્થાપિત થયેલો છે. અસ્તુ... અહીં આપણે આ ગાથામાં કર્તા અને કર્તૃત્વની મુકિત એ બે વાત જણાવી છે, તે સાધનાનો ગહન વિચાર છે.
કર્તાપણું છોડી દેવાથી મુકતપણું થાય છે, તેમ સમજવાનું નથી. આપણે કહી ગયા છીએ તેમ શરીર છે ત્યાં સુધી કર્તૃત્વ રહેવાનું જ છે. તો અહીં કર્તાપણાની વાતમાંથી મુકત થવાનો ભાવાર્થ શું છે ? શું નિર્ધારિત આવશ્યક કર્મો છોડી દેવાથી જીવ કર્મનો અકર્તા બની શકે છે ?
‘નિષ્ક્રિય ક્િઝરિષ્યતિ' ક્રિયાહીન વ્યકિત શું કરી શકવાનો ? કર્મહીન વ્યકિત નૈષ્કર્મ અવસ્થાને પ્રાપ્ત કરી શકતો નથી અને તે પદ સુધી પહોંચી શકતો નથી. જેમ કોઈ વ્યકિતને પહાડના શિખર ઉપર ચડી અચલ થવું છે, તો અચલ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે ત્યાં સુધી ચાલવું જ પડશે પરંતુ આ અચલ અવસ્થાને મેળવવા માટે જો તે વ્યકિત નીચેથી જ ચાલવાનું બંધ કરે તો તે ઉપરની અચલ અવસ્થાને મેળવી શકે નહિ. આનો અર્થ એ થયો કે યોગ્ય અવસ્થાને મેળવવા માટે ઉચિત ક્રિયા કરવી પડે છે. ભગવદ્ગીતામાં પણ લખ્યું છે કે, અર્મન્થેન નૈધ્વર્યુ
(૧૩)