________________
૧૩
આજે તો કઇ રીતે યાત્રા થાય છે ? કોઈને અમદાવાદમાં સાંજે મળો અને એ તમને એમ કહે કે આજે વહેલી સવારે નીકળીને શ્રી
શત્રુંજય તીર્થની યાત્રા કરીને હમણાં પાછા આવ્યા. આ યાત્રા નથી, દોડ છે. સાચી યાત્રા કેવી હોય એનો અણસાર આ પુસ્તકમાંથી આવશે.
પ્રવીણાબહેનના માનસમાં રહેલી પ્રબળ ધર્મભાવના, એમની આંખમાં રહેલો ઉત્કૃષ્ટ ધર્મોલ્લાસ, એમના ચરણાં રહેલો આત્મજ્ઞોતિનો ભાવ-એ બધું જ આંતર-ધબકારની શાહીથી અહીં આલેખવામાં આવ્યું છે. શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવ્વાણુ વા૨ ફાગણ સુદ ૮ ના શુભ દિને આ ગિરિરાજ પર સમવસર્યા હતા. પોતાના આયુષ્યના છેલ્લા બાકી રહેલા એક લાખ પૂર્વ વર્ષમાં એમણે આ યાત્રા કરી. નવ્વાણુ પૂર્વ વા એટલે ૬૯ ક્રોડાક્રોડી, ૮૫ લાખ કરોડ, ૪૪૦૦૦ કરોડ (નવ્વાણુ પૂર્વ) વાર સિદ્ધાચલજી તીર્થે પધાર્યા.
આ રીતે ચાતુર્માસ સિવાયના આઠ મહિનાઓમાં નવ્વાણુ યાત્રા કરવાનો મહિમા પ્રચલિત થયો. કારતક સુદ ૧૫ થી ગિરિરાજ પર યાત્રા કરવાનો પ્રારંભ થાય છે. આ નવ્વાણુ યાત્રા શેષકાળમાં કોઈપણ અનુકૂળ દિવસથી શરૂ કરાય છે.
આ પુસ્તકમાં આવી ૯૯ યાત્રાની વિધિ, એનાં ચૈત્યવંદનો અને સ્તવનો, યાત્રામાં આવશ્યક ચીજ વસ્તુઓની યાદી, સાધુ-સાધ્વીઓને વહોરાવવાની યાદી વગેરે આપીને એમનું આ પુસ્તક ૯૯ યાત્રા કરનારને માર્ગદર્શક તો બનશે જ, પણ એથીય વધુ તો અધ્યાત્મની પગદંડીએ પ્રેરનારું બનશે.
૧૩-બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭.
Jain Education International
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
For Personal & Private Use Only
www.jainelibrary.org