________________
૯૦
આ પ્રથમ નવ્વાણુંમાં ઘણા જુદા જુદા અનુભવો થયા છે. ઘણી જ વાર દાદાના દરબારમાં, ગભારામાં આંખો ભીની થઈ જતી હતી. દાદાનો વૈભવ જોવાની મઝા આવતી હતી. શું દાદાનો ઠાઠ છે. દાદા સવારે ભરપૂર આંગીથી સજ્જ હોય. દાદાના મુગટના હીરા ઝગમગ થતા હોય, દાદાની બન્ને બાજુ અખંડ દીવા ઝગારા મારતા હોય, દાદાની પલાંઠીની સામે દીવા જ દીવા હોય, ચોતરફ પ્રસન્નતાવાળું વાતાવરણ હોય અને દાદાના મુખારવિંદ ઉપર જે તેજ ઝગારા મારતું હોય ત્યારે તેનું વર્ણન કરવું અશક્ય છે.
- દાદાનું દેરાસર જોઈ હૃદયને ખૂબ જ પ્રસન્નતાનો અનુભભ થાય છે. દાદા એ તો દાદા જ છે ! - દરબારમાં જાણે સાક્ષાત જીવંત દાદા બેઠાં હોય તેવો અનુભવ થાય છે. ઘણીવાર એવો ભાસ થાય કે દાદા મારી આવવાની રાહ જોઈ રહ્યા છે. ગભારાની બહાર ધક્કામુક્કીમાં મારો નંબર આવે અને જ્યાં મને દાદાના દર્શન થાય કે મારું હૈયું નાચી ઊઠે, દાદાની આંખોમાંથી કરુણાનું ઝરણું સતત વહ્યા કરતું હોય તેમ લાગે અને હું એ ઝરણામાં સ્નાન કરી પવિત્ર થતી હોઉં તેવી લાગણી અનુભવાતી હતી. દાદા તમારા મુખના દર્શન થાય અને મારી આંખડી હરખાય.
જય જય શ્રી આદિનાથથી ગભારો ગુંજી ઊઠે છે. દાદા બધાને પોતાની પાસે બોલાવે છે. ઘણીવાર મને આશ્ચર્ય થાય કે જે વ્યકિતને દિવસમાં ત્રણ-ચાર વાર ખાવા જોઈએ તે વ્યક્તિ બે મહિનાથી સતત એકાસણાં કરે. આ શક્તિ આવી ક્યાંથી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org