________________
૮૯ માતાએ પણ ચુંદડી ચઢાવી બધા જ દેવ-દેવીઓનો આભાર માન્યો.
છેલ્લે અમે દાદાના દરબારમાં દાદાનાં દર્શન કરવા ગયાં. દાદાને જોઈ આંખમાં હર્ષાશ્રુ આવ્યા. દાદાને કહ્યું કે, દાદા ફરી અમને આવી જાત્રા કરવા વહેલા વહેલા બોલાવજો.
દેવ મારા આજથી તારો બનીને જાઉં છું. દિલડાના દેવ મારા દિલ દઈને જાઉં છું. ફરી ફરીને મળવાનો કોલ દઈને જાઉં છું. નીભાવવાનો ભાર તારા શિરે મૂકતો જાઉં છું.
આ બોલતાં બોલતાં મારી આંખો અશ્રુથી ઊભરાઈ જતી હતી. દાદાની સાથે જે પ્રીતી થઈ છે તે ક્યારે પણ તૂટે તેવી નથી. દાદા તો પોતે જ્યાં બિરાજમાન છે ત્યાં તેના ભક્તને પણ બેસવાનું કહે છે. દેવ-ગુરુ-ધર્મ ઉપર અતૂટ શ્રદ્ધા હોય તો નવ્વાણુંની જાત્રા જરૂર નિર્વિઘ્ન પૂર્ણ થાય અને આત્મામાં કોઈ અદ્ભુત એવું બળ મળે.
જાત્રા કરતાં ભાવવિભોર થઈ જવું તે જ એક અતૂટ શ્રદ્ધા બળ છે. માત્ર ગણવા પૂરતી જાત્રા કરવાથી પુણ્ય મળે છે' પણ કર્મક્ષયરૂપ નિર્જરા થતી નથી. જાત્રાની સાથે જો ભાવ ભળેલો હશે તો કર્મની નિર્જરા થશે. દેવ પ્રત્યે સાચી શ્રદ્ધા ભક્તિ હશે ગુરુ પ્રત્યે આદર ભાવ હશે અને કેવલી પ્રરૂપીત ધર્મ જીવનમાં હશે એટલે કે અહિંસા-સંયમ-તપ જો જીવનમાં વણાઈ ગયા હશે તો બાજી આપણા હાથમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org