Page #1
--------------------------------------------------------------------------
________________
અમારી નવ્વાણું યાત્રાનો
મીઠો અનુભવ
: લેખિકાઃ પ્રવિણા ચન્દ્રકાન્ત મહેતા
E
- - -
વ
For Personalo
Page #2
--------------------------------------------------------------------------
________________
ૐ હૌં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
અમારી નવ્વાણું યાત્રાનો મીઠો અનુભવ
લેખિકા : પ્રવિણા ચન્દ્રકાન્ત મહેતા 5, Lucille Dr. Parsippany,
N.J. 07054. U. S. A.
For Personal & Private Use Only
શ્રી
શ
2.
ય
તી
ર્થ
Page #3
--------------------------------------------------------------------------
________________
લેખિકા : પ્રવિણા ચન્દ્રકાન્ત મહેતા 5, Lucille Dr. Parsippany, N.J. 07054. U. S. A.
: નિમિત્ત : શ્રી શત્રુંજય તીર્થની અમોએ કરેલ નવ્વાણું યાત્રા
મૂલ્ય : અમૂલ્ય
પ્રકાશન સંવત-૨૦૬૩
ઈ. સ. ૨૦૦૬
PRINTED BY: BHARAT GRAPHICS, NEW MARKET, PANJRAPOLE, RELIEF ROAD, AHMEDABAD-380 001. PHONE : (M.) 99250 20106, (079) 22134176
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
ઉપકારી વડીલોના
કરકમલમાં સમર્પણ
* મૂળમાં જે શક્તિ હોય છે, તે જ િ શક્તિ ઉત્તરોત્તર ફૂલ-ફળ અને બીજમાં આવે
' છે. જેઓના ઘરોમાં ધર્મના સંસ્કારો અને ધર્મમય વાતારવણ હોય છે તે જ વડીલોના ભૂલકાઓમાં અને તે જ ઘરોમાં જન્મ પામતાં બાળકોમાં ધર્મના સંસ્કારો અને ધર્મમય વાતાવરણ જામે છે. બાળકોમાં જામતા ધર્મસંસ્કારોનું જો કોઈ મૂળ હોય તો વડીલો અને ઘરનું તેવું વાતાવરણ.
અમારા ઘરમાં (પિતૃપક્ષેપિયરમાં) મારી માતા તારાબેન ચુનીલાલ શાહ તથા પિતા શ્રી ચુનીલાલ ઉજમચંદ શાહ જન્મથી જ ધર્મના સંસ્કારવાળા હતા. અમારો ઉછેર જ તેઓના ધર્મમય વાતાવરણમાં થયેલો. તેઓએ અમારામાં ધર્મમય સંસ્કારો નાખીને અમારા ઉપર ઘણો જ અસીમ ઉપકાર કર્યો છે. નાનપણમાં પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કર્યો હતો. ઉંમર થતા,શ્વસુર ગૃહે (સાસરે)જતાં, ત્યાં પણ સસરા શ્રી ભોગીલાલ સોજાલાલ મહેતા તથા સાસુ લાડુબેન ભોગીલાલ મહેતા એ અમારા જન્મસિદ્ધ આ સંસ્કારોને મીઠું પાણી પાઈને સંસ્કારોની ઘણી ઘણી વૃદ્ધિ કરી. મારા પતિ ચંદ્રકાન્ત મહેતા કે જેઓ બાલ્યવયથી જ જૈનધર્મના પરમરાગી છે. જૈન તત્ત્વજ્ઞાન પચાવ્યું છે. જેના ફળ રૂપે આજે અમેરિકામાં એડીશનકોલ્ડવેલમાં અઠવાડીયે અઠવાડીયે તત્ત્વાર્થ સૂત્ર જેવા કઠીન ગ્રંથોનો તેઓએ સ્વાધ્યાય કરાવ્યો છે. સીનસીનાટી, સેન્ટલુઇઝ, ન્યુયોર્ક, વોશીંગ્ટન, ઓલેન્ડો, હ્યુસ્ટન અને લોસ એંજલસ વિગેરે શહેરોમાં પર્યુષણ પર્વની સુંદર આરાધના કરાવી છે. તેઓએ પણ મને ધાર્મિક ક્રિયા વ્યવહાર તથા શાસ્ત્રાભ્યાસમાં ઘણી મદદ કરી છે. પ્રબળ પુણ્યોદયે મને ધાર્મિક સંસ્કારોથી સુવાસિત થયેલું શ્વસુર ગૃહ મળ્યું છે.
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
ધર્મમય વાતાવરણના પ્રતાપે જ છેલ્લા કેટલાક સમયથી અમારી બન્નેની શ્રી શત્રુંજય તીર્થની ૯૯ યાત્રા કરવાની તીવ્ર ભાવના હતી. જે ભાવના દેવ-ગુરુ-ધર્મની અને વિશેષ શ્રી આદિનાથ દાદાની કૃપાથી સને ૨૦૦૫-૨૦૦૬માં ફળીભૂત થઈ છે. આ જાત્રા કરતાં કરતાં આત્મ ઉત્કર્ષના જે કોઈ સુંદર અનુભવો થયા તે સદાને માટે સ્મૃતિગોચર રહે તે માટે પ્રતિદિનના તે અનુભવોની નાની એવી નોંધ કરી હતી જે વાંચીને વારંવાર અનુમોદના કરીને કર્મો ખપાવીને હળવા થઈએ. આવી ભાવનાથી આ ટુંકી નોંધ કરી હતી.
નિર્વિદને ૯૯ જાત્રા પૂર્ણ થઈ. કોઈ દિવસ બે માઈલ પણ ચાલ્યા નથી. અમેરિકામાં સદા કારથી જ જવા-આવવાનું હોય છે. ડુંગર ચડવાની તો વાત જ કેવી? ક્યાંય ચડવાનું હોય તો ત્યાં લીફટ હોય. આવું અમારું જીવન છે. છતાં શ્રી શત્રુંજયની નવ્વાણુ જાત્રા કરવામાં ક્યાંય થાક નહીં, ક્યાંય તબીયતની બિમારી નહીં, ક્યાંય હતાશા નહીં. આ બધો દાદાની કરુણા તથા અમારા વડીલો અને સદ્ગુરુના અમારા બન્ને ઉપર શુભ આશીર્વાદ જ કામ કરે છે.
મારા માતા-પિતા, સાસુ-સસરા વિગેરે વડીલોના ઉપકારોનું યત્કિંચિત્ ઋણ ચુકવવા તથા મારા પતિ શ્રી ચંદ્રકાન્ત ધર્મકાર્ય કરવામાં આપેલી બધી જ જાતની સાનુકુળતાની ઋણ મુક્તિમાં વિશેષ નમ્રભાવે ઉપરોક્ત સર્વે વડીલોના કરકમલમાં આ શત્રુંજયની ૯૯ યાત્રાના મીઠામીઠા અનુભવોની યાદ તાજી કરાવતી નાની એક પુસ્તિકા અર્પણ કરું છું. આ સર્વે મારા ઉપર સદા શુભ આશીર્વાદ વરસાવતા રહો....એજ અભ્યર્થના.
5, Lucille Dr. Parsippany,
N.J. 07054 U.S.A.
પ્રવિણા ચંદ્રકાન્ત મહેતા Phone: 973-316-5959
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
મન્ડ જિણાણની સઝાયમાં રહેના. તત્થના એ આ પદમાં શ્રાવકનાં ૩૬ કર્તવ્યોમાં તીર્થયાત્રા પણ એક કર્તવ્ય ગણાવ્યું
છે. આ કારણથી આત્માની ભાવવિશુદ્ધિ |ો માટે; તથા તે સાંસારિક ભોગસુખોનો રાગ
જે ઘટાડવા માટે વર્ષે વર્ષે જુદા જુદા તીર્થોની ) યાત્રા કરવી જોઈએ. પોતાના સમગ્ર કુટુંબ
સાથે તીર્થયાત્રા પ્રતિવર્ષે કરવાથી સંતાનોમાં જૂઓ * પણ ધર્મના સંસ્કારો પડે છે. આખુ કુટુંબ
* સંસ્કારોની છાયામાં એકમેક અને તન્મય થાય છે. પરસ્પર કૌટુંબિક ભાવના વધે છે.
શત્રુંજય તીર્થ સઘળાં તીર્થોમાં પરમ પવિત્ર અને સર્વશ્રેષ્ઠ તીર્થ છે. જ્યાં કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે. પાંચ કરોડ, દશ કરોડ વિગેરેની મોટી સંખ્યામાં ઘણા મહાત્માઓ મુક્તિપદ પામ્યા છે. વર્તમાન ચોવીશીના ૨૩ તીર્થકર ભગવંતો જ્યાં પધાર્યા છે એવા આ પવિત્ર તીર્થના અણુએ અણુ ઘણા પવિત્ર છે. ત્યાંનું વાતાવરણ જ ભૂખતરસને ભૂલાવે છે અને વિષય-ભોગોને તે સ્મૃતિમાંથી જ દૂર કરે છે.
ઋષભદેવ પ્રભુ પૂર્વ ૯૯ વાર અહીં પધાર્યા છે. તેને અનુસરીને આજકાલ સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા શ્રાવક-શ્રાવિકાવર્ગ ૯૯ યાત્રા કરે છે. જેમ ઋષભદેવ પ્રભુએ ૧૩ માસના ઉપવાસ રૂપે વર્ષીતપ કર્યો તેના અનુકરણ સ્વરૂપે હાલ ભાઇ-બહેનો વચ્ચે બેસણું કરીને પણ વર્ષીતપ કરે છે. તેમ આ પૂર્વ નવ્વાણુવારને બદલે ૯૯ વાર યાત્રા કરે છે.
પ્રવિણાબેન અને ચંદ્રકાન્તભાઈ અમેરિકામાં નોર્થ ન્યુજર્સીમાં રહે છે. પાલનપુરના વતની છે. દેશ છોડ્યાને ૩૬ વર્ષ થઈ ગયાં છે. પણ દેશના સંસ્કારો જરા પણ મુક્યા નથી. અમેરિકાની અનાર્ય સંસ્કૃતિથી જરા
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
પણ રંગાયા નથી. પ્રતિદિન પ્રતિક્રમણ-સેવાપૂજા-દર્શન-વંદન ઇત્યાદિ ધર્મક્રિયા તો કરે જ છે પરંતુ સાથે સાથે તત્ત્વાર્થસૂત્ર અને કર્મગ્રંથોના અભ્યાસ સંઘના ભાઈ-બહેનોને કરાવે છે. લોસ એંજલર્સ જેવા અને ન્યુયોર્ક જેવા મોટા સંઘોમાં પર્યુષણ પર્વની સુંદર આરાધના કરાવે છે અને સર્વેને સંતોષ થાય તેવાં સુંદર વ્યાખ્યાને અમેરિકામાં જુદા જુદા શહેરોમાં આપે છે.
આવા ઉત્તમ સંસ્કારોથી પ્રેરાઈને પ્રવિણાબેનને તથા શ્રી ચન્દ્રકાન્તભાઇને શત્રુંજયની ૯૯ યાત્રા કરવા જવાનું મન થયું. દિકરાદિકરીને ભણાવીને યોગ્ય સ્થાને પરણાવીને આવી સાંસારિક જવાબદારીમાંથી હાલ તેઓ નિવૃત્ત છે અને ધર્મ કરવા માટે જ તથા ધર્મનો પ્રચાર કરવા માટે જ ડોલરમાં સારા (ઉંચા) પગારની નોકરી હોવા છતાં પણ અને ઉપરના મેનેજમેન્ટની વારંવાર જોબ ચાલુ રાખવા માટે વિનંતી હોવા છતાં પણ તેને છોડી ને કેવળ આત્મકલ્યાણ અર્થે નિવૃત્તિ લીધી છે. ૯૯ કરવાની ભાવના તો હતી જ. સાથે સાનુકુળ તક પણ સાંપડી છે.
સને ૨૦૦૫-૨૦૦૬ ના વિક્રમ સંવત ૨૦૬૨ના કારતક સુદ પુનમથી ૯૯ માં જોડાયા. સાથે તેમના વેવાઈ શ્રી જસવંતભાઈજ્યોત્સનાબેન, તથા ભરતભાઈ-ઇંદિરાબેન તથા નીમુબેન તંબોળી પણ જોડાયાં. સરખે સરખાની જોડી મળી, સારી કંપની જામી. સંસાર ભૂલાતો ગયો. જાત્રામાં ભાવના વધતી જ ગઈ. ભાવમાં લયલીન બનતાં જ ગયાં. જાત્રામાં જે જે મીઠા-સુંદર અને અદ્ભુત અનુભવો થતા તે નીચે આવીને નોંધતા ગયા-ટૂંકી નોધ કરી.
બીજા વર્ષે પણ સને ૨૦૦૬-૨૦૦૭માં વિક્રમ સંવત ૨૦૬૩માં નીચેની (બાબુના દેરાસરની) ૯૯ યાત્રા કરવાનો ભાવ થયો. અમેરિકાથી આવ્યાં અને કારતક સુદ ૧૫ પછી નીચેની ૯૯ યાત્રા ચાલુ કરી. તેની
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
પાછળ આશય એ હતો કે પાલિતાણામાં બિરાજમાન પૂજ્ય આચાર્ય મહારાજશ્રીઓના વ્યાખ્યાન-શ્રવણનો તથા તેઓની સેવા-ભક્તિ અને વૈયાવચ્ચનો વધારે લાભ મળે. આ આશયને સફળ કરવા નીચેની ૯૯ યાત્રા શરૂ કરી. તે દરમ્યાન ભાવના થઈ કે ઉપરની જે ૯૯ યાત્રા કરી અને તેમાં જે જે મીઠા અનુભવો થયા કે જેની ટુંકી નોધ કરી છે તેને વ્યવસ્થિતરૂપમાં કરીને નાની એક પુસ્તિકા બનાવીએ તો આપણને તથા આપણા મિત્રો તથા સગાંઓને વારંવાર ઘણી અનુમોદનાનું કારણ બને.
ઉપરોક્ત ભાવનાથી ટુંકી નોંધને પુસ્તિકા સ્વરૂપે મૂર્ત રૂપ આપવામાં આવ્યું. આ કામ તેઓએ મને સોંપ્યું. મેં તેમાં યત્કિંચિત્ સુધારા-વધારા કરીને તેઓની ભાવનાને અસ્મલિત રાખી લખાણ ઠીકઠાક કર્યુ. પાને પાને જણાય છે કે પ્રવિણાબેન ભાવનામય બની ગયાં છે. રોમે રોમે યાત્રાનો આનંદ વ્યાપ્યો છે. દાદાની સાથે ભાવનાના એકતાર બની ગયાં છે. ભારતમાં રહેનારા પણ ઉપરા-ઉપરી બન્ને વર્ષે ૯૯ કરવા જાય એવું બનતું નથી. જ્યારે અમેરિકામાં રહેનારામાં આ ભાવના થાય છે તે એમ જણાવે છે કે આત્મા કેટલો બદલાઈ ગયો છે. ધન્ય છે તે બન્ને આત્માને તથા તેઓનાં માતા-પિતા આદિ વંશજોને કે જેઓના કુળમાં આવાં નરરત્નો અને નારીરત્ન જન્મ્યાં છે.
વારંવાર આ પુસ્તિકા વાંચીને તેઓની યાત્રાની વારંવાર ઘણી અનુમોદના કરીએ તથા દાદા શ્રી આદિનાથ પ્રભુની આપણે પણ ભાવથી યાત્રા કરીએ. એ જ અભિલાષા...
લિ0 A/૬૦૨, પાર્થદર્શન કોમ્લેક્ષ,
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા નવયુગ કૉલેજ સામે, રાંદેર રોડ,
Ph. (0261) 2763070 સુરત (ગુજરાત) (INDIA)
(M) 98983 30835
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
અને હૃદય
( અનુભવે
ક
‘હસતું ઘર' તમે જોયું છે ? જે ઘરમાં જીવનનો આનંદ અને ધર્મનો
ઉલ્લાસ પથરાયેલો હોય, તેવા હસતા તીર્થ બોલે
ઘરની આ વાત છે.
અમેરિકાના પ્રવાસે જવાનું હોય ત્યારે હંમેશા નોર્થ ન્યૂજર્સીમાં રહેતા ચંદ્રકાંતભાઈ મહેતા અને પ્રવીણાબેન મહેતાને મળવાની તીવ્ર આતુરતા હોય આનું કારણ એ જ કે
એમની સાથેનો નિવાસ એ હંમેશાં
ઉલ્લાસનો આવાસ બની રહ્યો છે. પતિ અને પત્ની સાથે મળીને જીવન કર્તવ્ય સંપન્ન કરે તે દામ્પત્ય જીવનની પહેલી ભૂમિકા છે, પરંતુ એનાથીય ચડિયાતી ભૂમિકા તો એ છે કે બંને સાથે મળીને સમાન ઉલ્લાસથી ધર્મ અને અધ્યાત્મના માર્ગે ઊર્ધ્વગતિ કરે. જીવનમાં સાથે ચાલનારા આ માર્ગ પણ સહનૌ ગતિ કરે. આવું ચંદ્રકાંતભાઈ અને પ્રવીણાબહેનમાં હંમેશાં જોવા મળ્યું.
પ્રવીણાબહેન જ્યારે જ્યારે પ્રવચનમાં આવ્યા હોય ત્યારે પોતાની સાથે નોંધપોથી લાવ્યા હોય અને એમાં જુદાં જુદાં વિચારો નોંધ્યા કરે. આપણે ત્યાં ધાર્મિક પ્રવચનો સાંભળવા આવનાર શ્રોતાઓ હોય છે પરંતુ એમાં વ્યક્ત થયેલા વિચારોને નોંધીને એના પર મનન કરનારી વ્યક્તિઓ વિરલ જ હોય છે અને આવી વિરલ વ્યક્તિઓમાં એક છે પ્રવીણાબહેન.
ચંદ્રકાંતભાઈની ધર્મદર્શનના અભ્યાસની ઊંડી લગની તો અનોખી છે અને એના પરિણામરૂપે જ એમણે નિવૃત્તિ પછી કોઈ નવી જવાબદારી સ્વીકારવાને બદલે ધર્મમય પ્રવૃત્તિ કરવાનું પસંદ કર્યું. તેઓ ધર્મરુચિ ધરાવતા ભાવિકોને સ્વાધ્યાય કરાવે છે અને પર્યુષણ પર્વ દરમિયાન
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
અમેરિકા અને અન્ય દેશોમાં આરાધના કરાવે છે. આ રીતે આ દંપતીમાં રહેલી ધર્મભાવના એમના આચારમાં અને એમના જીવનમાં રૂપાંતર પામી છે. એ ધર્મભાવનાના બળે એમણે અમેરિકાના ૩૬ વર્ષના લાંબા વસવાટ પછી શ્રી શત્રુંજય મહાર્ડીની ૯૯ યાત્રા કરવાની ભાવના હૃદયમાં ઉત્કટપણે સેવી અને ભાગ્યે જ લાંબુ ચાલ્યા હોય તેવા આ દંપતી શ્રી આદિશ્વર દાદાની પરમ કૃપા, શ્રી શત્રુંજય તીર્થનો પાવન પ્રભાવ અને એમના ધર્મમય હૃદયના ઉલ્લાસને કારણે એક નહીં, પણ બે વર્ષ અને તે પણ સતત બે વર્ષ ૯૯ યાત્રા કરી.
તીર્થના મહિમાનું સ્મરણ કરીએ તો જગતને ધર્મકલાનો સર્વપ્રથમ સંદેશ આપનાર શ્રી શત્રુંજય તીર્થનું અપૂર્વ મહાત્મ્ય છે. તારે તે તીર્થ. પ્રવર્તાવે તે તીર્થંકર. ઘોર સંસાર સમુદ્રમાં સફર કરતા જહાજોને એમની સફર પૂરી કરાવી કાંઠે પહોંચાડે તે તીર્થ ! તારણ સ્થળ! અહીં પહોંચ્યા પછી માનવીને ઝાઝાં ઝોખમ વેઠવાનાં હોતાં નથી ! જૈન ધર્મમાં તીર્થનું સવિશેષ મહત્ત્વ છે. સ્વયં તીર્થંકરો દેશના (ઉપદેશ) આપતા પહેલાં સમવસરણ (ધર્મપરિષદ)માં નમો તિર્થંસ પદનું ઉચ્ચારણ કરીને તીર્થનો મહિમા કરે છે અને ભાવતીર્થોને નમસ્કાર કરે છે. આવાં તારણ સ્થળો એટલેકે તીર્થો બે પ્રકારના કલ્પવામાં આવ્યા છે.
એક ભાવતીર્થ ! બીજા દ્રવ્ય તીર્થ ! બંનેનો ઉદ્દેશ આત્માની પવિત્રતા જગાડવાનો છે. રાગ દ્વેષના બંધ ઢીલા કરીને આખરે નિર્મૂળ કરવાનો છે. ભાવતીર્થ એટલે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ અને શ્રાવકો. જૈન ધર્મમાં સંઘને પણ એક તીર્થ લેખવામાં આવ્યો છે. તીર્થંકર ભગવાન, સ્વયં મોક્ષમાર્ગને અનુસરનાર એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જેવા ચતુર્વિધ સંઘને તીર્થનું ગૌરવ આપે છે. આ ગૌરવ તે જૈન ધર્મની વિરલ વિશિષ્ટતાનું સૂચન કરે છે. એમને તીર્થ સમાન
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
હોવાનું માન અપાતું નથી. એ તીર્થના ઉપાસક ગણાય, પરંતુ સ્વયં તીર્થસ્વરૂપ ન ગણાય. જૈનધર્મ પોતાના સંઘના સાધુ, સાધ્વી ઉપરાંત શ્રાવક, શ્રાવિકાને પણ તીર્થસ્વરૂપ હોવાનું ગૌરવ આપ્યું છે. આ જ બાબત માનવી સાધનાથી કેટલું બધું પ્રાપ્ત કરી શકે છે એની જિકર કરી જાય છે. આમાં તીર્થકર ટોચ પર બિરાજે છે અને તેથી જ તેઓ સંઘના આરાધ્ય દેવ અને દેવોના પણ વંદનીય એવા દેવાધિદેવ ગણાય છે. દ્રવ્યતીર્થ એટલે મંદિરો, દેરાસરો, સૂપ, ગુફાઓ અને ચૈત્યો.
જૈનનો સકલ તીર્થોમાં પણ પાંચ તીર્થો આંગળીના વેઢે ગણવામાં આવે છે : અષ્ટાપદ, સમેતશિખર, આબુ, ગિરનાર અને શત્રુંજય. આ પાંચમાં અષ્ટાપદ તીર્થ આજે લુપ્તપ્રાયઃ છે, તે અંગે આજે સંશોધન ચાલી રહ્યું છે. સમેતશિખર ઉત્તર ભારતમાં બિહારમાં આવેલો ભવ્ય પહાડ છે અને એની પરમ પાવનતા એક-બે નહીં, પણ વીસ-વીસ તીર્થકરોની નિર્વાણભૂમિને આભારી છે. બાકીના ત્રણ તીર્થો ગુજરાતમાં આવ્યાં છે. અગિયારમી સદીના શિલ્પ સ્થાપત્યની જગમશહૂર આબુ એની કીર્તિથી સુવિખ્યાત છે. ગિરનાર મહાભારત કાળથી પંકાયેલો, ભગવાન અરિષ્ટનેમિ અને મહાસતી રાજુલાની ચરણરજથી પવિત્ર થયેલો પહાડ છે. આ ચાર પર્વતોમાં આબુ સૌથી ઊંચો છે. તે પછી સમેતશિખર આવે છે, પછી ગિરનાર અને ત્યારબાદ સહુથી છેલ્લો આવતો પણ હંમેશા સકલ તીર્થમાં વડુ તીર્થ ગણાતો શત્રુંજય નાનામાં નાનો છે.
શત્રુંજય સર્વ તીર્થોમાં શાશ્વતું તીર્થ લેખવામાં આવે છે. આ તીર્થની એકવારની યાત્રા અન્ય તીર્થની સો વખતની યાત્રા બરાબર છે. પોતાને જૈન કહેવડાવતો કોઈ પણ સાધુ કે શ્રાવક આ પવિત્ર તીર્થની યાત્રા વગરના પોતાના જીવનને હીન લેખે છે અને સાધુ, શ્રાવક કે
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન પોતાની સરસ્વતી કે લક્ષ્મીનો અલ્પાંશ કે મહદાંશ અહીં ખર્ચવામાં જીવનની ધન્યતા માને છે.
સામાન્ય લોકોકિત છે કે કોઈ પણ જૈન આ તીર્થની યાત્રા કર્યા વગર મરી જાય તો, સિદ્ધાચલની આજુબાજુમાં જ જન્મ ધરે છે, કારણ કે એના શ્વાસોશ્વાસમાં આ તીર્થની યાત્રા કરવાની રટણા હોય છે.
શત્રુંજયની તીર્થભૂમિને આટલું બધું મહત્ત્વ મળવાનું કારણ એ છે કે એની સાથે જૈન ધર્મના પહેલા તીર્થકર આદિનાથની પવિત્ર સ્મૃતિ જોડાયેલી છે. કોઈ ભૂમિ જ બડભાગી હોય છે. આદિશ્વર ભગવાન જમ્યા ઉત્તર હિંદના અયોધ્યા નગરમાં, નિર્વાણ પામ્યા અષ્ટાપદ પર્વત પર અને મહત્ત્વ મળ્યું શત્રુંજયને. અહીં તેઓ પોતા સાધુકાળ દરમ્યાન રહ્યા અને અહીં આવેલા રાયણ વૃક્ષ નીચે લોક કલ્યાણકારી ધર્મદેશના આપી અને આ પર્વતના પથ્થર-કંકર, ધૂળ-વૃક્ષ અને શિખર પવિત્ર બની ગયા. આજના વિશ્વને સર્વપ્રથમ અહિંસાનો સંદેશ મળ્યો અહીંથી. જૈનધર્મનું આ પ્રથમ વૃક્ષમંદિર ગણાય. જગતને સર્વપ્રથમ સર્વકલા, સર્વવિદ્યા બક્ષનાર આદિરાજ, આદિ સાધુ અને આદિ તીર્થકર ભગવાન ઋષભદેવને પગલે અને પવિત્ર બોલથી આ પહાડ, પાણી અને હવા પવિત્ર થઈ ગયા.
એક સમયે એવી લોકમાન્યતા પ્રચલિત હતી કે કાશીમાં મરેલો કાગડો પણ મોક્ષે જાય. જૈન આલમમાં એ વાત વિદિત બની ગઈ કે શત્રુંજય પર જે સમાધિ લે, પુંડરિકસ્વામીની જેમ દેહોત્સર્ગ સાધે, એને સિદ્ધપદ લાધે. શત્રુંજયનું નામ જ સિદ્ધગિરિ કે પુંડરિકગિરિ બની ગયું. જેનોમાં શત્રુંજયના એકસોને આઠ જેટલા નામો સંભળાય છે. એની પાછળ શોધકને આવો કોઈ ઇતિહાસ મળવાની પૂરેપૂરો સંભવ છે ! શત્રુંજય પહાડનો પ્રત્યેક પથ્થર, ધૂળ કે કાંકરો આવા આત્મવિજયી યાત્રાળુઓના સ્પર્શથી સ્વયં તીર્થ બની રહ્યો.
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
સૌરાષ્ટ્રમાં આવેલ શ્રી શત્રુંજયગિરિ ભગવાન ઋષભદેવના સમવસરવાને લીધે પરમ પવિત્ર મહાતીર્થ તરીકેનું ગૌરવ મેળવીને છેક પ્રાચીન સમયથી જૈન સંઘની ઊંડી શ્રદ્ધા અને ભક્તિનું સ્થાન તેમજ આ તીર્થાધિરાજ તરફની શ્રી સંઘની પણ શ્રદ્ધાભક્તિનું સ્થાન બની ગયેલ છે. અને આ તીર્થાધિરાજ તરફની શ્રી સંઘની શ્રદ્ધાભક્તિમાં ઉત્તરોઉત્તર કેટલો બધો વધારો થતો રહ્યો છે એ વાતની સાક્ષી આ ગિરિરાજ ઉપર નાનામોટા સેંકડો (૯૮૦) જિનમંદિરો અને એમાં પ્રતિષ્ઠિત થયેલ હજારો (૧૦૬૫૭) જિનબિંબો પણ આપે છે. આજેય આ મહિમાવંતુ તીર્થ સકલ જગતમાં આત્મિક બળના વિજયની પતાકા લહેરાવી રહ્યું છે.
આ તીર્થનો મહિમા વર્ણવવાનો હેતુ એ છે કે શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા એક વિશિષ્ટ યાત્રા છે. કુંડલિની યોગમાં નવ ચક્રના ભેદનની વાત આવે છે અને અંતે આજ્ઞા ચક્ર જાગે છે. શ્રી શત્રુંજય મહાતીર્થની નવ ટૂંકો એ નવ ચક્ર સમાન છે અને અંતે શ્રી આદિનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય છે. આ દર્શનનો આનંદ કેવો હોય તે તમને આ ગ્રંથમાં જોવા મળશે. - પ્રવીણાબહેનને ક્યારેક આદિશ્વર દાદા મરક મરક હસતાં લાગે છે, તો ક્યારેક એમને આદિશ્વર દાદા સાક્ષાત સન્મુખ હોય તેવો અનુભવ થાય છે. એમની આ યાત્રામાં તીર્થ બોલે છે અને એમનું હૃદય અનુભવે છે. જયતળેટી એમને મૂક આશીર્વાદ આપતી હોય તેવું લાગે છે.
આ ૯૯ની યાત્રાની પાછળ જૈનધર્મનો પ્રાચીન ઇતિહાસ, એની વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ અને આત્મોન્નતિના એક પછી એક પગથિયાં પાર કરવાનો આશય રહેલો છે અને એ આશય પ્રવીણાબહેનની આ યાત્રામાં સર્વાશે સિદ્ધ થાય છે.
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
આજે તો કઇ રીતે યાત્રા થાય છે ? કોઈને અમદાવાદમાં સાંજે મળો અને એ તમને એમ કહે કે આજે વહેલી સવારે નીકળીને શ્રી
શત્રુંજય તીર્થની યાત્રા કરીને હમણાં પાછા આવ્યા. આ યાત્રા નથી, દોડ છે. સાચી યાત્રા કેવી હોય એનો અણસાર આ પુસ્તકમાંથી આવશે.
પ્રવીણાબહેનના માનસમાં રહેલી પ્રબળ ધર્મભાવના, એમની આંખમાં રહેલો ઉત્કૃષ્ટ ધર્મોલ્લાસ, એમના ચરણાં રહેલો આત્મજ્ઞોતિનો ભાવ-એ બધું જ આંતર-ધબકારની શાહીથી અહીં આલેખવામાં આવ્યું છે. શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવ્વાણુ વા૨ ફાગણ સુદ ૮ ના શુભ દિને આ ગિરિરાજ પર સમવસર્યા હતા. પોતાના આયુષ્યના છેલ્લા બાકી રહેલા એક લાખ પૂર્વ વર્ષમાં એમણે આ યાત્રા કરી. નવ્વાણુ પૂર્વ વા એટલે ૬૯ ક્રોડાક્રોડી, ૮૫ લાખ કરોડ, ૪૪૦૦૦ કરોડ (નવ્વાણુ પૂર્વ) વાર સિદ્ધાચલજી તીર્થે પધાર્યા.
આ રીતે ચાતુર્માસ સિવાયના આઠ મહિનાઓમાં નવ્વાણુ યાત્રા કરવાનો મહિમા પ્રચલિત થયો. કારતક સુદ ૧૫ થી ગિરિરાજ પર યાત્રા કરવાનો પ્રારંભ થાય છે. આ નવ્વાણુ યાત્રા શેષકાળમાં કોઈપણ અનુકૂળ દિવસથી શરૂ કરાય છે.
આ પુસ્તકમાં આવી ૯૯ યાત્રાની વિધિ, એનાં ચૈત્યવંદનો અને સ્તવનો, યાત્રામાં આવશ્યક ચીજ વસ્તુઓની યાદી, સાધુ-સાધ્વીઓને વહોરાવવાની યાદી વગેરે આપીને એમનું આ પુસ્તક ૯૯ યાત્રા કરનારને માર્ગદર્શક તો બનશે જ, પણ એથીય વધુ તો અધ્યાત્મની પગદંડીએ પ્રેરનારું બનશે.
૧૩-બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭.
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય મહાતીર્થમાં નવ્વાણુંના
અનુષ્ઠાનનું અભિવાદન
શ્રી પ્રવિણાબેન અને ચંદ્રકાન્તભાઈ શ્રી શત્રુંજય મહાતીર્થે નવ્વાણુંયાત્રાના પ્રસંગે ઈસ્વીસન્ ૨૦૦૫/૬માં જવાના હતા ત્યારે અમદાવાદ નિવાસે મળવા આવ્યા ત્યારે જ હાર્દિક શુભેચ્છાથી મેં તેમની યાત્રાને વધાવી હતી.
- ભારતભરમાં કે વિદેશમાં શ્રી શત્રુંજય મહાતીર્થની અને તીર્થકર દાદા શ્રી આદિશ્વર ભગવાનની પવિત્રતાના પુણ્યાતિશયનો પ્રભાવ જ એવો આશ્ચર્યકારી છે કે આબાલ-વૃદ્ધ સૌ દર્શનની ઝંખના રાખે છે. નબળા-સબળા સૌ કેડે હાથ દઈ, લાકડીનો ટેકો દઈ, સુધાતૃષાને ભૂલી, સાંસારિક ભાવોને ગૌણ કરી દાદાના દરબારમાં પહોંચી જાય. પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી મ. સા. કહેતા દાદાના દર્શનમાં એવી પવિત્રતા છે કે લાખો માનવો દર્શનની ઝંખના રાખે છે.
આ દંપતિ અમેરિકા નોર્થ ન્યુજર્સીમાં રહે છે. મારી અમેરિકાની સત્સંગયાત્રાના તેઓ સાથી છે. તેમના નિવાસે રહેવાનું થતું ત્યારે તેઓ બંન્ને શાસ્ત્ર અને સૂત્રોનો અભ્યાસ કરવા બેસતા. ધર્મના સંસ્કાર તો માતા-પિતા તરફથી મળ્યા હતા. તે વધુ દઢ થતા ગયા. પશ્ચિમના દેશમાં રહીને પણ તેઓ સાત્ત્વિક અને સદાચારી જીવનને ટકાવી રાખે છે. શ્રાવકના ઉચિત ક્રિયા-આચારનું પાલન કરે છે.
ચંદ્રકાંતભાઈ સ્વયં નિપૂણ પ્રવચનકાર છે. તેથી અન્ય જિજ્ઞાસુઓને ધર્માચરણ તથા જિનવાણીના બોધ પ્રત્યે પ્રેરી રહ્યા છે.
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
અમેરિકામાં જૂદા જૂદા સ્થળે શ્રી પર્યુષણ પર્વની આરાધના ઉત્તમ પ્રકારે કરે છે અને કરાવે છે. સ્વ-પર શ્રેયરૂપ તેમની સમ્પ્રવૃત્તિમાં પ્રવિણાબહેનને હંમેશા સાથ હોય.
સાંસારિક અને ધંધાકિય પ્રવૃત્તિથી નિવૃત્ત થતાં પહેલા જ તેઓ ધર્મારાધના તથા આત્મકલ્યાણનું આયોજન વિચારતા હતા. તેમાં ૨૦૦૫-૬ માં તેમણે કારતક સુદ પુનમથી પ્રારંભ થતી નવ્વાણુંની યાત્રાનો શુભારંભ કર્યો અને સ્વસ્થતા – સઉલ્લાસથી તે યાત્રા દેવગુરુ કૃપાએ પૂર્ણ થઈ. તેના આનંદને વ્યક્ત કરવા તેઓએ આ આલેખન કર્યું છે.
પ્રવિણાબહેન લખે છે તે પ્રમાણે અમેરિકામાં કાર વગર ડગલું ન ભરનારા, આ તીર્થની પવિત્ર જયતળેટીએ આવે અને મન નાચવા લાગે. તન દોડવા લાગે કે ક્યારે દાદાના દર્શન કરીએ. આ મહાતીર્થમાં દરેક કણનો સ્પર્શ પવિત્ર છે. પૂરો ગિરિરાજ મહામુનિઓના નિર્વાણથી, સિદ્ધ થયેલા પરમાત્માના સ્પંદનોથી ભરપૂર છે. તેમાં રોજ રોજ સાધુ-સાધ્વીજીઓના પવિત્ર ચરણરજથી ભાવિત થાય છે. જેમાં ભાવિક યાત્રાળુઓની શુભભાવના ભળે છે.
પ્રવિણાબહેનને આ પવિત્રતાનો સ્પર્શ થયો, દાદાના દર્શનથી કર્મોને પખાળી આત્મિક આનંદ મેળવ્યો તે સહજ રીતે પાને પાને કલમમાં ઉતર્યો તે તેમના જ શબ્દોમાં
દાદાનું નમણ આખે-મસ્તકે લગાડ્યું અને દાદાએ અમને ધન્ય બનાવી દીધા, દાદાની કેવી કરૂણા ! બસ એમ થાય કે દાદાને નિરખ્યા કરું.”
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
આવા ભાવનું અવતરણ કર્યું તે યાત્રિકોને પણ પ્રેરણાદાયી છે. પ્રવિણાબેન યથાશક્તિ ચઢતા-ડોળી કરતા, ચંદ્રકાંતભાઈ તો પગપાળા અથાકપણે નવ્વાણું કરતા, છતાં શું બન્યું ? “આજે દાદા મારા પર વરસી ગયા હતા. મારા પગમાં કોણ જાણે દાદાએ ગજબની શક્તિ મૂકી. તેથી છ ગાઉની સંપૂર્ણ યાત્રા પગપાળા કરી, તેના આનંદનું શું વર્ણન કરું ?”
આવા તેમના અનુભવનો આનંદ તેમણે માણ્યો...આપણી પાસે સહજભાવે રજુ કર્યો, તે સૌને ઉપયોગી થશે.
આ યાત્રા સાથે એ પવિત્ર સ્થળમાં આચાર્ય ભગવંતનો બોધ, સાધુજનોની વૈયાવચ્ચ, તપ, વ્રત વિગેરેનો લાભ થયો.
ખરેખર આ લખું છું ત્યારે તેમના મનોભાવને જાણી મને થઈ ગયું કે, મને પણ આવા યોગ તો હતા. પણ ક્યારેય આવા અનુષ્ઠાનના ભાવ ન થયા. આ દંપતિ પુણ્યશાળી છે. નવ્વાણુંમાં કેવો આનંદ અનુભવ્યો. વળી ૨૦૦૬-૭માં નાનું જયતળેટીશ્રીબાબુના દહરાસરનું નવ્વાણું કર્યું. પ્રવિણાને કહ્યું કે તું લખે અને ચંદ્રકાંતભાઈ બોલે..... મળ સારો છે.
તેમના આંતરિક સંવેદનને વધાવીએ. તેઓ આત્મશ્રેયાર્થે વધુ આરાધના કરે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના...
૫, મહાવીર સોસાયટી, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭.
સુનંદાબહેન વોહરા શુભેચ્છા સાથે
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
અનંતા મુનિ ભગવંતો જે ગિરિરાજ ઉપર સિદ્ધગતિને પામ્યા છે. એવા પવિત્ર અને
શાશ્વતા શ્રી શત્રુંજય તીર્થ ઉપર ૯૯ યાત્રા પૂર્ણ રંગનો
થાય તે મહાન પુણ્યના ઉદય સિવાય સંભવી ન
શકે. .સન્ ૨૦૦૫ની સાલમાં જોબમાંથી મેં છે. ઉમંગ સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી કે તરત જ અમને બંનેને
૯૯ યાત્રાએ જવાનો વિચાર ઉદ્ભવ્યો. કુટુંબ, પરિવાર અને સંઘના સાધર્મિક મિત્રોએ અમારી
યોજનાને વધાવી લીધી. પ્રવિણાએ પોતાના હૃદયમાં ઉદ્ભવતા ભાવોની પ્રતિદિન નોંધ લીધી છે. પુસ્તકમાં ઘણું વાંચ્યું, સ્વાધ્યાયમાં ઘણું સાંભળ્યું, પરંતુ જીવનમાં પ્રથમવાર અમે અનુભવ્યું કે પરમાત્માની આંખોમાંથી સતત ઝરતી કરૂણાનો અહેસાસ થાય છે ત્યારે તન અને મન અંતરમાં પડેલી સુષુપ્ત ચેતના સાથે જોડાય છે અને હૃદયમાં દઢ શ્રદ્ધા સ્થાપિત થાય છે કે દાદાની અસીમ કૃપા અને કરૂણાથી જ આ ૯૯ યાત્રા થઈ રહી છે.
ભાઈઓ કરતા ત્રણ ગણી લાંબી લાઈનમાં દાદાના પ્રક્ષાલ માટે ઉભા રહેતા, આ ત્રણ બેનોના વદન ઉપર ઉત્સાહ હેજ પણ ઓસરતો જોયો નથી. શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પુંડરીકસ્વામી, શ્રી સીમંધરસ્વામી, શ્રી નવા આદીશ્વર અને રાયણ પગલે પ્રક્ષાલ કરતાં તેમની આંખોમાં ઉછળતો આનંદ જોયો છે. સાંજે પ્રતિક્રમણ કર્યા પછી અમો ધર્મચર્ચા કરતાં અને તેમાં દિવસ દરમ્યાન થયેલ આત્મિક આનંદની વાતો કરી અનુમોદના સહ આનંદ મેળવતા.
પ્રથમ ૯૯ની સફળ યાત્રા પછી ૨૦૦૬ની સાલમાં ફરીવાર બાબુના દહેરાસરનું નીચેનું ૯૯ અને આચાર્યોના વ્યાખ્યાન દ્વારા સત્સંગની ઇચ્છા પ્રગટ થઈ. અમારી સામે ધર્મસંકટ આવીને ઊભું રહ્યું. ભારતમાં વિશેષ
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
કરીને અમદાવાદ અને પાલીતાણામાં મચ્છરો દ્વારા ચીકન ગુનિયાનો ઉપદ્રવ શરૂ થયો અને જોતજોતામાં ફેલાવા માંડ્યો. મનમાં ઘણા સંકલ્પ વિકલ્પ થયા. વાતની એટલા માટે નોંધ લઉં છું કે પ્રવિણાની આદિનાથ દાદા પ્રત્યેની દઢ શ્રદ્ધાની સામે અમે ઝૂકી ગયા. છાપામાં વિગતો વાંચી અને દલીલ કરતા કે આ વર્ષે મુલત્વી રાખીએ. પ્રવિણાના શબ્દોમાં કહું તો,
દાદાને હું આ હકીકત જણાવું છું, ત્યારે દાદા મને કહે છે કે તું આવી જા. કોઈને કંઈ જ થશે નહીં.
પ્રવિણાની અડગ શ્રદ્ધા અને ૯૯ કરવાના દઢ સંકલ્પની જીત થઈ અને અમારું સતત બીજું ૯૯ નિવિને પૂર્ણ થયું.
શત્રુંજય તીર્થયાત્રાના પ્રથમ ૯૯ના અનુભવોની પ્રવિણાએ કરેલી દૈનિક નોંધના આધારે મેં તેને પુસ્તક લખવાની પ્રેરણા કરી. પૂજ્ય ધીરૂભાઈ પંડિતજીએ આ યોજનાને આકાર આપવા સહકાર આપ્યો. તેઓશ્રીએ કરેલ અમૂલ્ય સૂચનો માટે અમો તેઓશ્રીના આભારી છીએ. અમારા પરમ મિત્ર અને સદાય હિતચિંતક પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ બહુ જ ઓછા સમયમાં “તીર્થ બોલે અને હૃદય અનુભવે લખી આપી ને અમારા ઉત્સાહમાં વધારો કરેલ છે. તે જ રીતે સુનંદાબેન છોરાએ પણ પોતાની આગવી શૈલીમાં અંતરની ઉર્મિઓ શબ્દદેહ દ્વારા સરસ રીતે કંડારી આપેલ છે. જે વાંચતા અમારો મનમોરલો નાચી ઉઠે છે. આમ ડૉ. શ્રી કુમારપાળભાઈ અને પૂ. શ્રી સુનંદાબેનના અમો આભારી છીએ.
અંતમાં સૌ કોઈ આ નાનકડી પુસ્તિકા દ્વારા પોતાના આત્માને પરમપદના ભોક્તા બનાવી પરમોચ્ચપદ પ્રાપ્ત કરે તેવી અંતરની અભિલાષા સહ જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્.
-ચંદ્રકાન્ત મહેતા.
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯
શત્રુંજય - શાશ્વતું તીર્થ :
તીર્થંકર ભગવંતો અને ગણધર ભગવંતોની કૃપાથી તથા સદગુરુ અને વડીલોના આશીર્વાદથી, વિદ્યાગુરુની પ્રેરણાથી અને ન્યુજર્સી જૈન સંઘના ભાઇ-બહેનોની શુભેચ્છાથી અમારી સિદ્ધાચલની નવ્વાણુ (૯૯) યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થઇ તે બદલ હું સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
શ્રી સિદ્ધાચલ નયણે જોતાં હૈયું મારું હર્ષ ધરે, મહિમા મોટો એ ગિરિવરનો સુણતાં તનડું નૃત્ય કરે, કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે એ તીરથનું શરણું હોજો, ભવોભવ બંધન દૂર કરે...
શત્રુંજય તીર્થ સૌરાષ્ટ્રમાં શેત્રુંજી નદીના કિનારે પાલીતાણામાં આવેલ છે. જગતને સૌ પ્રથમ ધર્મકલાનો સંદેશ આપનાર શત્રુંજય તીર્થ એ શાશ્વત અને સૌ તીર્થોમાં મહાન છે. શત્રુંજય તીર્થ પ્રાયઃ શાશ્વત કહેવાય છે. પ્રાયઃ એટલા માટે કે ગિરિરાજની લંબાઇ પહોળાઇમાં વધઘટ થાય છે, અને શાશ્વત એટલા માટે કે તે અનંતા અનંત કાળથી છે અને અનંતા અનંત કાળ સુધી રહેવાનો છે.
આ તીર્થને મહાતીર્થ એટલા માટે કહેવામાં આવે છે કે આ તીર્થ ઉપર અનંતા મુનિવરો સિદ્ધિપદને પામેલા છે અને ભવિષ્યમાં પણ અનંતા મુનિવરો મોક્ષસુખ પ્રાપ્ત કરશે. તેથી શ્રી શત્રુંજય તીર્થને મોક્ષનિવાસ પણ કહેવામાં આવે છે.
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦
શત્રુંજય તળેટીથી શિખર સુધી પહોંચવાનો રસ્તો સવા બે માઇલ છે. પગથીયાંની સંખ્યા લગભગ ૩૫૦૦ છે. શ્રી શત્રુંજય તીર્થને મંદિરોનું નગર કહેવામાં આવે છે. આ શાશ્વત તીર્થ ઉપર ઘણા ઘણા તીર્થંકર ભગવંતો વિચર્યા છે. કાંકરે કાંકરે અનંતા સિધ્યા :
શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રી નવકાર મહામંત્ર જેવો કોઈ અન્ય મંત્ર નથી. શ્રી પર્યુષણ મહાપર્વ જેવું કોઈ પર્વ નથી. શ્રી કલ્પસૂત્ર જેવું પ્રભાવશાળી બીજું કોઈ શાસ્ત્ર નથી અને શ્રી શત્રુંજય જેવું કલ્યાણકારી બીજું કોઈ પરમતારક તીર્થ નથી.
શત્રુંજય સમાન તીર્થ, આદીનાથ જેવા દેવ અને જીવરક્ષા જેવો ધર્મ એ કરતાં શ્રેષ્ઠ ત્રણ લોકમાં કોઈ નથી. શત્રુંજય નદી પણ તીર્થને સ્પર્શી રહેલી હોવાથી મહાપવિત્ર છે.
અન્ય તીર્થોમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, શીલ, તપ, પૂજન કરવાથી જે ફળ મળે છે, તેનાથી અનેકગણું ફળ આ તીર્થમાં મળે છે. શ્રી શત્રુંજય મહાતીર્થનાં દર્શન-પૂજન, સ્તવન, વંદન, ભક્તિ કરવાથી આપણા આત્માએ પૂર્વકાલમાં બાંધેલા અનંતા પાપો નાશ પામે છે. જેણે શત્રુંજયની યાત્રા કરી નથી અને ત્યાં બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાનને પૂજ્યા નથી તે પોતાનો જન્મ ફોગટ હારી ગયો છે એમ કહી શકાય.
શ્રી શત્રુંજય તીર્થની એકવાર પણ ભાવપૂર્વક યાત્રા કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે તથા ઘણી ઘણી પૂર્વબદ્ધ કર્મોની
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૧
નિર્જરા પણ થાય છે. આ તીર્થમાં તપ કરવાથી તથા બ્રહ્મચર્ય પાળવાથી ઘણું ફળ મળે છે.
શ્રી સિદ્ધ ગિરિરાજના સ્પર્શથી ભવાન્તરમાં ઉત્તમ ગતિ થાય છે. આ તીર્થની એકવાર પણ ભાવથી સ્પર્શના કરનાર જીવ અવશ્ય ભવ્ય હોય છે. પાપી અને અભવ્યો આ તીર્થને ભાવથી નજરે જોઈ શકતા નથી. જે પશુ પંખીઓ પણ આ તીર્થ પર ભાવથી આવે છે તેઓ પણ અવશ્ય મોક્ષગતિને પામે છે.
આ મહાન તીર્થની ભક્તિ ભાવથી યાત્રા કરી દર્શનસેવા-પૂજા કરતાં ભવોભવનો સાગર તરી જવાય છે.
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨
યાત્રાના પ્રારંભ પહેલા અન્યતીર્થ દર્શન અને
પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદ :
જૈન સેન્ટર ઓફ ન્યુજર્સી (યુ.એસ.એ.)ના કોલ્ડવેલ ગામના દેરાસરે પાર્શ્વનાથ પ્રભુના આશીર્વાદ લઇ તથા અમારા ઘર દેરાસર બીરાજમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના આશીર્વાદ લઈ, સંઘના ભાઈબહેનોની શુભેચ્છાઓ લઈ અમે ૩૧ ઓક્ટોબર ૨૦૦૬ના દિવસે ભારત જવા નીકળ્યા.
મુંબઈમાં વાલકેશ્વર, શ્રીપાળનગર અને ગોડીજીના દેરાસરે દર્શન-પૂજન કરી આશીર્વાદ લીધાં. વાલકેશ્વરમાં પૂ. આચાર્ય ભગવંત શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે નવાણું યાત્રા નિમિત્તે વાસક્ષેપ નંખાવી આશીર્વાદ લીધા.
અમદાવાદમાં પણ નરોડા, કોબા, ધરણીધર વિ. તીર્થોમાં દર્શન કરી આશીર્વાદ લીધા. પૂ. આચાર્ય શ્રી કીતયશસૂરિજી મહારાજ સાહેબ પાસે વાસક્ષેપ નંખાવી આશીર્વાદ લીધા. પછી પાલીતાણા જવા રવાના થયા. રસ્તામાં આવતા તીર્થોના દર્શન કરી અમે પાલીતાણા આવી પહોંચ્યા.
પાલીતાણામાં જ્યાંથી સિદ્ધાચલની યાત્રાનો પ્રારંભ થાય છે એ જય તળેટી, આગમ મંદિર, બાબુનું દેરાસર, સરસ્વતી માતાના મંદિરે, કેશરીયાજીના દેરાસરે તથા પાલીતાણા ગામમાં આવેલ ગોડીજી પાર્શ્વનાથના દર્શન કરી આશીર્વાદ લીધા.
પ. પૂ. આચાર્ય શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મહારાજને વંદન કરી નવાણુંની યાત્રા નિમિત્તે વાસક્ષેપ નંખાવ્યો. મહારાજ સાહેબે અમને નવ્વાણું યાત્રાના નિમિત્તે વિધિ ઉપરાંત દરરોજ એક બાંધી નવકારવાળી ગણવી તેમ કહ્યું. અમારી યાત્રા નિર્વિને પાર પડે તે માટે શાસનદેવ-દેવી પાસે શક્તિ માંગી અને પછી યાત્રાનો પ્રારંભ કર્યો.
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
- ૨૩
યાત્રા પ્રારંભ યાત્રા દિવસ-૧
આજે કાર્તિકી પૂનમ, મંગળવાર ૧૫મી નવેમ્બર-૨૦૦૫ અમારા જીવનના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે.
આજે અમારું જીવન ધન્ય બની ગયું. છેલ્લા એક વર્ષથી નવ્વાણું કરવાની જે લગની લાગી હતી તે સત્ય બની ગઈ. શત્રુંજય તીર્થના મહિમાના વાંચને આજે મને સાક્ષાત્કાર કરાવ્યો. હું આખીને આખી ભાવનાની ભરતીથી તરબોળ થઈ ગઈ. “જય ગિરિરાજ ! જય આદીનાથ !
આજે સવારે અમે ચાર વાગે ઊઠી ગયાં હતાં. દૈનિક ક્રમ પતાવી રૂમની બહાર ગિરિરાજના દર્શન કરી. ત્રણ નવકાર ગણી હાથમાં પૂજાથેલી-શ્રીફળ-લાકડી વિગેરે લઈને અમે સવારે પાંચ વાગે પાંચે જણાં (ચંદ્રકાન્ત-પ્રવીણા, જસવંતભાઈજ્યોસ્નાબેન અને નિમુબેન) નીચે ધર્મશાળાની લોબીમાં મળ્યાં. ભરતભાઈ અને ઇન્દિરાબેન બાબુના દેરાસર સુધીનું નવ્વાણું કરવાના હતા. અમારા ડોળીવાળાઓએ અમારું સ્વાગત કર્યું અને અમે બધાંએ જયતળેટી તરફ પ્રયાણ કર્યું.
અમારી નવ્વાણુંની યાદગાર યાત્રામાં અમે હર્ષભેર આગળ વધ્યાં. આગમ મંદિરના દર્શન કરી અમે જય તળેટીએ આવી પહોંચ્યા. હૈયામાં જબરો થનગનાટ હતો. હાથમાં બટવો શ્રીફળ અને પૂજાનો રૂમાલ લઈ જયતળેટીને ભેટવા લાઇનમાં ઊભાં રહ્યાં.
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
આજે કાર્તિકી પૂનમ હોવાથી સખત ગીરદી હતી. અમારો વારો આવ્યો ત્યારે આનંદનો કોઈ પાર ન હતો. જય તળેટીએ વાસક્ષેપ પૂજા કરી શ્રીફળ મૂકયું અને ગિરિરાજને ચોખાથી વધાવ્યો. પછી જયતળેટીએ મસ્તક નમાવ્યું ત્યારે અમારા આનંદની સીમાએ માઝા મૂકી દીધી હતી. આંખોમાં ભાવોલ્લાસના અશ્રુ ઉમટી આવ્યાં.
જયતળેટીએ અમને મૂક આશીર્વાદ આપ્યા. જાણે બે હાથ ફેલાવી અમને ભેટવા તલસાટ મચાવ્યો, અમે તે આશીર્વાદ અંતરના ઊંડાણમાં ઝીલી લીધા. અમે જયતળેટીએ ચૈત્યવંદન કર્યું.
ગિરિરાજના પગથીયાંને નતમસ્તકે સ્પર્શ કર્યો. “જય આદીનાથ' “જય ગિરિરાજ બોલી, બાબુના દેરાસરે દર્શન કરવા પગ ઊપાડ્યા. બાબુના દેરાસરે આદીનાથ દાદાના દર્શન કરી પુંડરીકસ્વામીના દર્શન કરી અમે ભમતીમાં કાઉસ્સગ્ગ મુદ્રામાં બિરાજમાન ભીડભંજન પાર્શ્વનાથના દર્શન કર્યા અને અમારી નવ્વાણું યાત્રા સફળતાપૂર્વક થાય તેવા આશીર્વાદ માંગ્યા. અમે ભમતીમાંથી બહાર આવ્યા. બાબુના દેરાસરની સામે સમવસરણના ચૌમુખજીના દર્શન કરી અમારી જાતને ધન્ય કરવા બદલ દાદાનો આભાર માની ઉપર તરફ ડગ ભર્યા.
ધીરે ધીરે પવિત્ર ગિરિરાજના પગથીયાં ચઢવા લાગ્યા. ડોળીવાળા ભાઇઓ અમારી સાથે હતા. એક પછી એક વિસામો આવતો હતો. ચઢાણ ધીરે ધીરે આકરું લાગવા માંડયું. શ્વાસ પણ થોડો વધુ થવા લાગ્યો. પરસેવાથી રેબઝેબ થતાં થતાં યાત્રાનો આનંદ માણતા માણતા ચઢાણ ચાલુ રાખ્યું.
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
- ર૫ દાદા મારી યાત્રામાં પ્રાણ પૂરજો.” અધિષ્ઠાયક દેવ કવાયક્ષ અને અધિષ્ઠાયિકા મા ચકેશ્વરીને કહ્યું કે અમને શક્તિ આપજો અને યાત્રામાં સહાયક થજો. “આ કાર્ય અમે નથી કરી રહ્યાં પણ દાદા કરાવી રહ્યા છે તેવો પળે પળે અહેસાસ અનુભવતાં અનુભવતાં ડગ ઉપડવા લાગ્યા.
| ગિરિરાજ પર એક જગ્યાએ પર્વતની દીવાલમાં “શ્રી નમસ્કાર મહામંત્રની સ્થાપના કરી છે તેના દર્શન કરી આગળ વધ્યાં.
આજે તો માનવ મહેરામણથી ગિરિરાજ ઊભરાઈ રહ્યો હતો, અને હૃદય ભાવનાની ભરતીથી ઉભરાઈ રહ્યું હતું. આજે ચોમાસું પૂર્ણ કરનારા, નવ્વાણું શરુ કરનારા, પૂનમ ભરનારા અને બીજાં યાત્રિકોથી ગિરિરાજ શોભી રહ્યો હતો. દરેક પગથીએ પગથીયે જન મેદની ઘણી હતી. સાથે ડોળીવાળાઓ પણ હતા. આજે ગિરિરાજનું વાતાવરણ અદ્ભુત લાગતું હતું. ઉપર દૃષ્ટિ કરી તો દરેકે દરેક પગથીયે માનવ મહેરામણ ઉમટેલો દેખાતો હતો.
પ્રકૃતિ પણ સાથ આપતી હતી. ઠંડો ઠંડો મંદ મંદ પવન ઉપરની તાજી હવાને સ્પર્શ કરી અમને ભેટવા આવી રહ્યો હતો. કંઈક જુદો જ અનુભવ થતો હતો. હીંગળાજનો દડો નજીક આવી રહ્યો હતો. મા અંબિકામાતા-હીંગળાજ માતા સ્વરૂપે ઓળખાય છે. હીંગળાજ માતાના દર્શન કરી આશીર્વાદ લઈ આગળ વધ્યા.
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
આવ્યો હીંગળાજનો હડો, કેડે હાથ દઈને ચઢો...
હીંગળાજનો પડો ચઢતાં કપરું ચઢાણ હવે પૂરું થયું. પછી કલીકુંડ પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં આવ્યા. પગલાંની દેરીને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી અમે આગળ વધ્યા.
હવે આગળ વધતાં ચાર શાશ્વતાં જિન, ઋષભાનન, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાનના પગલાંને ભાવથી વંદન કર્યા. આગળ વધતાં ‘શ્રીપૂજ્યની ટૂંક આવે છે ત્યાં સાત ફણાવાળા પદ્માવતીદેવીના દર્શન કર્યા. અહીં બહુ જ ભીડ હતી. પદ્માવતી દેવીના મસ્તકથી ઉપરના ભાગમાં રહેલી પાંચ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિનાં દર્શન કરી “નમો જિણાણં' બોલી અમે આગળ વધ્યાં.
અહીંથી આગળ ચાલતાં સપાટ રસ્તો આવે છે. અહીં ચાલતાં ચાલતાં દૂરથી ચૌમુખજીની ટૂંકના ભવ્ય શિખરનાં દર્શન થાય છે. અમે શિખરનાં દૂરથી દર્શન કરી “નમો નિણાણં' બોલી આગળ વધ્યાં.
આગળ જતાં દ્રાવિડ, વારિખિલ્લજી, અઈમુત્તા અને નારદની કાઉસ્સગ્ગ સ્થિત (ઊભી) મૂર્તિ આવે છે. દ્રાવિડ અને વારિખિલ્લજી કાર્તિકી પૂનમના દિવસે ૧૦ કરોડ મુનિવરો સાથે મોક્ષે ગયેલા છે. આજે કાર્તિકી પૂનમ હોવાથી અહીં ખૂબ જ ગીરદી હતી. અમે પણ એ સિદ્ધાત્માના દર્શન કરી “નમો સિદ્ધાણં' બોલ્યાં.
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭
આગળ જતાં એક દેરીમાં બિરાજમાન રામ, ભરત, થાવચ્ચાપુત્ર, શુક્રપરિવ્રાજક અને શૈલકાચાર્યની મૂર્તિને વંદન કર્યાં. આગળ ચાલતા સુકોશલમુનિના પગલાં અને નમિ વિનમિના પગલાંને વંદન કરી આગળ વધ્યાં. અમારી સાથે યાત્રિકોનો મોટો સમુદાય હતો. યાત્રિકોની સાથે સાથે ચઢવામાં ખૂબ મઝા આવતી હતી.
અમે થોડાં પગથીયાં ચઢી હનુમાનધારાએ આવી પહોંચ્યા. અહીં બે રસ્તા ફંટાતા હતા. એક રસ્તો દાદાની ટૂંક તરફ જતો હતો અને બીજો રસ્તો નવટૂંક તરફ જતો હતો. અહીં જમણી બાજુએ હનુમાનજીની મૂર્તિ છે અને ડાબી બાજુ ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. તેને અમે નમસ્કાર કર્યાં.
અમે દાદાની ટૂંક તરફના રસ્તે દાદાને ભેટવા આગળ વધ્યા. અહીંનું વાતાવરણ આહ્લાદક હતું. એક બાજુ ગિરિરાજ અને બીજી બાજુ શેત્રુંજી નદી ખળખળ વહી રહી હતી. કુદરત છૂટે હાથે પથરાયેલી હતી. ઠંડો ઠંડો ખુશનુમા પવન નવી તાજગી લાવી રહ્યો હતો. બધાં જ એકબીજાને પ્રોત્સાહન આપતાં આપતાં આગળ વધી રહ્યાં હતાં. હવે હમણાં જ દાદાની ટૂંક આવશે. આમ હૃદયમાં દાદાને નજદીકમાં જ ભેટવાનું છે તેની હલચલ થઇ રહી હતી. ડુંગરની ભેખડમાં કૃષ્ણના પુત્રો જાલી-મયાલીઅને ઉવયાલીની કોતરેલી મૂર્તિ છે તેનાં પણ દર્શન કર્યાં.
હવે સામે રામપોળ દેખાઇ. હિન્દુસ્તાનમાં પ્રવેશ કરવા માટે મુંબઈમાં જેમ ‘ગેટ વે ઓફ ઈન્ડિયા' છે તેમ શત્રુંજયની
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
૨
દેવનગરીમાં હજારો લાખો યાત્રિકોને પ્રવેશ આપતું મુખ્ય દ્વાર ગેટ વે ઓફ શત્રુંજય તરીકે રામપોળ છે.
દાદાની જય બોલાવી મંદિરોના નગરમાં રામપોળમાં પ્રવેશ કર્યો. સામે જ રહેલા સૌ પ્રથમ પંચશિખરી દેરાસરના બાજુમાં ત્રણ શિખરીના બહારથી દર્શન કર્યાં. “નમો જિણાણું” કહી આગળ વધ્યા.
પછી મોતીશા શેઠની ટૂંકના બહારથી દર્શન કર્યા. “ટૂંક એટલે દેરાસરનો સમૂહ. શેઠ મોતીશાએ આ ટૂંક બનાવી છે. આ ટૂંક નલીની ગુલ્મવિમાન તરીકે પ્રસિદ્ધ છે. આ ટૂંકની સામે મોટો વડલો છે. ડોળીવાળાઓ અહીં વિસામો કરે છે. ધન્ય છે આ ડોળીવાળાઓને કે જેઓ ગિરિરાજ ચઢી ન શકે તેવા અનેક યાત્રિકોને જાત્રા કરાવે છે.
થોડાં પગથીયાં ચઢયા પછી સગાળ પોળ આવે છે. સગાળ પોળની બહાર તેડાગર બાઈઓ બેસે છે. સગાળ પોળ અને મોતીશા શેઠની ટૂંકની વચ્ચે જે રસ્તો જાય છે તે ઘટીની પાળે જાય છે.
સગાળ પોળની અંદર પ્રવેશ કરો એટલે જમણી બાજુ બુટ-ચંપલ-લાકડી રાખવાની વ્યવસ્થા છે. અહીં સામે પેઢીની ઓફિસ આવેલી છે. ડાબી બાજુ ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે.
થોડા પગથીયાં ચઢી અમે વાઘણપોળમાં પ્રવેશ કર્યો. દરવાજાની એક બાજુ રક્ષકનું બાવલું છે. અને બીજી બાજુ વાઘણનું બાવલું છે. બાજુમાં ભૈરવની મૂર્તિ છે.
• ૩૨૧ છે.
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૯
આ ટૂંક વિમલવસહી ટૂંક અથવા દાદાની ટૂંકના નામે ઓળખાય છે. અહીંનું વાતાવરણ ભવ્ય છે. મંદિરોની નગરીમાં પ્રવેશ કર્યો હોય તેવું દેખાય છે. ચારે બાજુ મંદિરોના દર્શન થાય છે. સૌ પ્રથમ અમે ડાબી બાજુ શાંતિનાથ ભગવાનના દેરાસરે દર્શન-ચૈત્યવંદન કર્યા. ત્યાંથી થોડાં પગથીયાં ઊતરી અમે નીચે
જ્યાં ચક્રેશ્વરી માતાની દેરી છે ત્યાં જઈ દર્શન કર્યા. આશીર્વાદ લીધા અને ચુંદડીના પૈસા ભંડારમાં મૂકયાં. આદિનાથ દાદા તથા શત્રુંજય ગિરિરાજની અધિષ્ઠાયિકા શ્રી ચક્રેશ્વરી માતા છે.
ચક્રેશ્વરી માતાની બાજુમાં બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી, અને લક્ષ્મીજીની દેરી છે. પાસે વાઘેશ્વરી અને પદ્માવતીજીની મૂર્તિ છે. આ સર્વે દેવીઓને પ્રણામ કર્યા. શાસનની રક્ષા માટે અને અમારી આરાધનામાં સહાય કરે તેવી પ્રાર્થના કરી આગળ વધ્યાં.
ત્યાંથી સામેની બાજુએ કવયક્ષની દેરી છે. શત્રુંજય ગિરિરાજના અધિષ્ઠાયક. કવયક્ષના દર્શન કર્યા, શ્રીફળ મૂકયું અને અમારી યાત્રા નિર્વિને પાર પડે તે માટે પ્રાર્થના કરી. આગળ ડાબી અને જમણી બાજુ લાઈનબંધ મંદિરો આવેલાં છે. આગળ નેમીનાથની ચોરીવાળું દેરાસર આવે છે. પછી પાપપુણ્યની બારી આવે છે.
ત્યાંથી આગળ સમવસરણ મંદિર, અમીઝરા પાર્શ્વનાથનું મંદિર વિગેરે આવે છે. આ સર્વે મંદિરોને બહારથી નમો જિણાણું કહ્યું.
આગળ જતાં શત્રુંજય માહાભ્યના રચયિતા પૂ. આચાર્ય
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી ધનેશ્વરસૂરિજીની વિશાળ મૂર્તિ છે. તેમને વંદન કરી અમે હાથીપોળ પાસે પહોંચ્યાં.
સૌ પ્રથમ વીર વિક્રમસિંહનો પાળિયો આવે છે. તીર્થની રક્ષા માટે મરી ફીટનાર આ વીરને પ્રણામ કર્યા. હાથીપોળની ડાબી બાજુએ આવેલો રસ્તો સૂરજકુંડ તરફ જાય છે. દાદાના પ્રક્ષાલનું પાણી સુરજકુંડમાંથી લેવાય છે.
હાથીપોળમાં પ્રવેશ કરો કે તમારી નજર કલાત્મક બે હાથી પર પડે છે. કેવા સુંદર બન્ને હાથી દેખાય છે? શિલ્પસ્થાપત્ય પ્રત્યે આકર્ષણ થાય તેવું આ દશ્ય છે. ત્યારબાદ અંદર પ્રવેશ કરીએ એટલે આપણને ફુલવાળા નજરે પડે છે. ગુલાબ, જુઈ, ડમરો વિગેરે પુષ્પોની મઘમઘતી સુગંધથી વાતાવરણ સુંદર લાગે છે. ડાબી બાજુ બહેનોને અને જમણી બાજુ ભાઈઓને પૂજાના પાસ આપવામાં આવે છે. બાજુમાં કેસર-સુખડની રૂમ આવેલી છે. તેની ઉપર ભાઈઓ અને બહેનોને ન્હાવા માટેના બાથરૂમો છે. “પ્રભુજી આવી રતનપોળ કે, સામા જગધણી રે લોલ.'
અમે રતનપોળમાં ધક્કામુકી સાથે પ્રવેશ કર્યો આજે પૂનમ હોવાથી આખો રંગમંડપ યાત્રિકોથી ભરાઈ ગયો હતો. રતનપોળમાં રત્ન કરતાં પણ ઘણા કિંમતી એવા દાદા બિરાજમાન છે. બોલો બોલો શ્રી આદેશ્વર દાદાની જય !
આજે દાદાના દર્શન કરવા માટે સખત ભીડ હતી. માંડ
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
- ૩૧ માંડ દાદાના દરબારમાં જવાનો ચાન્સ મળ્યો. દાદાને જોતાં જ આંખમાંથી હર્ષાશ્ર ઊમટી પડ્યાં. દાદાને એકીટશે નીહાળવાનો અવસર મળ્યો હતો. દાદાનું દિવ્ય તેજ ચારેબાજુ ફેલાઈ રહ્યું હતું. દાદાને નત મસ્તકે નમન કર્યું અને જાણે દાદાએ અમને આશીર્વાદ આપ્યા હોય એવો ભાસ થયો. ઘણી ગીરદી હોવાથી વધુ સમય રહેવા નહીં મળ્યું. બહાર રંગમંડપ યાત્રિકોથી છલકાઈ ગયો હતો. અમે બધાં માંડ માંડ બેઠાં અને સાથે ચૈત્યવંદન કર્યું. અને દાદાની જય બોલાવી.
દાદાનો દરબાર અને રંગમંડપ બહુ જ શોભતા હતા. દાદાના દર્શન અને પ્રદક્ષિણા કર્યા પછી અમે રાયણ પગલે (દાદાના પગલાંના) દર્શન કર્યા. રાયણ વૃક્ષ એ શાશ્વત છે. તેના પાંદડે પાંદડે દેવોનો વાસ છે. અમે રાયણવૃક્ષની ત્રણ પ્રદક્ષિણા કરી અને ચૈત્યવંદન કર્યું. - ઘેટીની પાળેથી પવિત્ર ગિરિરાજ ઉપર રાયણવૃક્ષની નીચે પૂર્વ નવ્વાણું વાર આવી આદીશ્વર દાદાએ જગતને ધર્મનો સંદેશ આપેલો. અહીં પવિત્ર પરમાણુઓ ઠાંસી ઠાંસીને ભર્યા છે. આ પવિત્ર ભૂમિના દર્શન કરતાં પ્રત્યેક આત્માને ખૂબ ખૂબ આનંદ થાય છે. ત્યાંનું વાતાવરણ જ ઘણા ઘણા ઉલ્લાસવાળું છે. નવ્વાણું કરનાર ભાગ્યશાળીઓ નીચે જય તળેટીના દર્શનચૈત્યવંદન કરી દાદાના મુખ્ય ગભારામાં દાદાના દર્શન કરી, ઘેટીની પાળેથી નીચે ઉતરી ત્યાં આવેલ દાદાના પગલે દર્શનચૈત્યવંદન કરી ફરી એજ રસ્તે ઉપર આવી દાદાના ફરી દર્શન
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨
-ચૈત્યવંદન કરી, જય તળેટીએ પાછા આવે એટલે બે યાત્રા થઇ ગણાય. યાત્રા દીઠ પાંચ ચૈત્યવંદન કરવાનાં હોય છે. પુંડરીકગિરિ મહિમા આગમમાં પ્રસિદ્ધ....
અહીંથી અમે પુંડરીકસ્વામીના દેરાસરે દર્શન કર્યાં. આદીશ્વર દાદાની બરાબર સામે પુંડરીકસ્વામીનું દેરાસર છે. તેઓ દાદાના પૌત્ર અને પ્રથમ ગણધર છે. ચૈત્રી પૂનમના દિવસે પાંચ કરોડ મુનિવરો સાથે અણસણ કરી મોક્ષે ગયેલા છે.
આજે પુનમની ભીડ હોવાથી, પાંચ ચૈત્યવંદન, ત્રણ પ્રદક્ષિણા, નવ લોગસ્સનો કાઉસ્સગ્ગ અને નવ ખમાસમણા આપીને અમે બધાં સાથે જ નીચે ઉતરવા માંડયાં. કંઇક મેળવ્યાના આનંદ સાથે નીચે આવી જયતળેટીએ પગથિયાંને મસ્તક અડાડી આભાર માન્યો. દાદાનો ખૂબ ખૂબ આભાર માન્યો. ઘણા જ ઘણા આનંદમાં ગરકાવ થઇ ગયાં.
પછી અમે પાલનપુર યાત્રિક ભવન તરફ જવા રવાના થયા. સૌ પોતાની રૂમમાં જઇ, હાથ-મોઢું ધોઇ નીચે ભોજનશાળામાં એકાસણા માટે મળ્યાં. આમ આજનો દિવસ ઘણો યાદગાર બની જશે. દાદા તારા લાખ લાખ ઉપકાર. આજના આનંદનું વર્ણન કરવું અશક્ય છે.
યાત્રા દિવસ-૨
આજે અમે બહેનો અર્ધો ગિરિરાજ જાતે ચઢયા અને બાકીના અર્ધા રસ્તે ડોળીનો ઉપયોગ કર્યો. આજે ગિરિરાજ પર
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૩
પ્રમાણમાં ગિરદી ઓછી હતી. દાદાની મનોહર પ્રતિમાજીના દર્શન-વંદન વગેરે વિધિ કરી અમે ઘેટીની પાગ તરફ જવા ઉપડયા. ઘેટીની પાગે જતાં રસ્તો સાંકડો છે પણ આજુબાજુ પ્રકૃતિ ઘણી સુંદર લાગતી હતી.
ઘેટીની પાગના રસ્તે જતાં દૂરથી હસ્તગિરિ, છ ગાઉનો ડુંગર અને સિદ્ધવડ દેખાય છે. દૂરથી બધાંના દર્શન કર્યાં. ઘેટીની પાગનો અડધો રસ્તો સરળ છે અને અડધો રસ્તો કઠીન છે. સતત પગથીયાં આવે છે. અહીં પણ અડધે સુધી ચાલીને અને અડધેથી ડોળીમાં બેસીને ઘેટી પાગે પહોંચ્યા.
નીચે લીલી હરીયાળીની વચમાં આદીનાથ દાદાની દેરી છે. દેરીમાં દાદાના પગલાં છે. દાદા અહીંથી ગિરિરાજ પર પૂર્વ નવ્વાણું વા૨ આવ્યા હતા. અમે દાદાના પગલાંને ત્રણ પ્રદક્ષિણા કરી વંદન કર્યા. પ્રક્ષાલ ચાલુ હતો. દાદાના ચરણ સ્પર્શ કરવાનો આનંદ કંઇ જુદો જ હતો. અહીં આસપાસનું વાતાવરણ અતિ રમણીય છે.
ઘેટીની પાગે દેરાસરો આવેલ છે. ત્યાં બધે દર્શન કર્યા. ઘેટીની પાગથી ઉપર ચઢી દાદાના દરબારે આવ્યાં. દાદાનો પ્રક્ષાલ ચાલુ હતો. અમે જલ્દી જલ્દી સ્નાન કરી પૂજાના કપડાં પહેરી દાદાનો પ્રક્ષાલ કરવા લાઇનમાં ઊભાં રહ્યાં. ગભારામાં પેસતા જ આંખો હર્ષના આંસુથી છલકાઇ ગઇ. આજે અમને દાદાના પ્રક્ષાલનો લાભ મળ્યો. દાદાને સ્પર્શ કર્યો. દાદાનું નમણ અમે અમારી આંખે મસ્તકે લગાવ્યું અને દાદાએ અમને ધન્ય
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪
બનાવી દીધા. દાદાની કેવી કરુણા છે ? નમણ જળે અમને ભીંજવી દીધા. બસ થાય છે કે દાદાને હોંશથી નીરખ્યા જ કરું. પણ ગભારામાં વધુ સમય રહેવા નથી મળતું. જેથી દાદાના આશીર્વાદ લઈ ગભારાની બહાર આવ્યાં. - ધૂપ-દીપ કર્યો. ધૂપની ઘટાઓ ચારેબાજુ ફેલાતી હતી. દિવડાઓ ઝગમગ થઈ રહ્યા હતા. અમે આજુબાજુ પૂજા કરી. આજે અમારા આત્માએ પરમ આનંદ અનુભવ્યો. અમારું જીવન ધન્ય બની ગયું. અમે રાયણવૃક્ષની પૂજા કરી, પ્રદક્ષિણા કરી અને ચૈત્યવંદન કર્યું. છેલ્લે શાંતિનાથ ભગવાનના દેરાસરે દર્શન ચૈત્યવંદન કરી નીચે ઉતરવા લાગ્યાં. ઉતરતાં પણ અડધું જાતે ઉતર્યા અડધામાં ડોળીનો ઉપયોગ કર્યો. બંને ભાઈઓને ચઢીને ૯૯ કરવાનો નિર્ણય હતો.
ડોળીવાળા ભાઇઓ પ્રેમાળ લાગ્યા. તેઓ અમને બેનોને બા કહીને બોલાવતા હતા. શરૂમાં અમને અજુગતું લાગ્યું પણ પછી તે શબ્દથી ટેવાઈ ગયાં. ચઢતાં-ઊતરતાં ગજબની અનુભૂતિ થાય છે. સવારે જ્યારે જઇએ છીએ ત્યારે અંધારું હોય છે અને ઊતરતી વખતે સંપૂર્ણ પ્રકાશ હોય છે. બન્ને સમય વાતાવરણ ભિન્ન હોય છે. જતી વખતે દાદાને મળવાની તાલાવેલી હોય છે. અને ઊતરતી વખતે દાદાને મળ્યાનો આનંદ હોય છે. એ આનંદને વાગોળતાં વાગોળતાં ક્યારે ધર્મશાળા આવી જાય છે તે ખબર પણ પડતી નથી. અંતરમાં ઘણો આનંદ ઉમટે છે.
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૫
યાત્રા દિવસ-૩ - અમારો નિત્યક્રમ આ પ્રમાણે હતો. ચાર વાગે ઊઠતાં અને પાંચ વાગે જયતળેટીએ ભેટવા નીકળી જતાં. આગમ મંદિર, જય તળેટી, બાબુના દેરાસરે, પુંડરીકસ્વામીએ, ભમતીમાં ભીડભંજન પાર્શ્વનાથ અને બહારથી સમવસરણમાં બીરાજમાન ચૌમુખજીના દર્શન કરી આશીર્વાદ લઈ ગિરિરાજને નતમસ્તકે નમન કરી દાદાની જય બોલાવી, ગિરિાજની જય બોલાવી યાત્રા શરુ કરતાં.
લગભગ અડધા ઉપર આવીએ ત્યારે દૂર ક્ષિતિજમાંથી ઊગતા સૂર્યના દર્શન કરવાની બહુ જ મઝા આવતી. વાતાવરણમાં અનેરો આનંદ ઊમટી જતો. નરમ નરમ પવન અમને સ્પર્શ કરીને જતો રહેતો. ઉપર પહોંચ્યા પછી ક્રમ મુજબ અમે દાદાના દર્શને ગયાં. આજે દાદાને મળવાનો આનંદ કંઈ જુદો હતો. દાદાનું મુખ પૂનમના ચંદ્ર જેવું શોભતું હતું. દાદા જાણે મરક મરક મલકાતા હોય તેવો ભાસ થતો હતો. મારાથી તે દૃશ્ય શબ્દો દ્વારા વર્ણવવું અશક્ય છે.
આજે અમને દાદાના દરબારમાં દાદાની સામે બેસવાનો ચાન્સ મળ્યો. આજે જાણે લાગ્યું કે અમારા હૃદયનાં દ્વાર ખૂલી ગયાં. થયું કે ચારે બાજુથી હૃદયમાં ઊઠતી ઉર્મિઓ હમણાં માઝા મૂકી દેશે. ત્રણ ચાર યુવાન બહેનો દાદાના દર્શનનું ભક્તિ ગીત ગાતાં હતાં. તે સમયે અમે લોગસ્સના કાઉસ્સગ્નમાં હતાં. પણ કોણ જાણે તે ગીતમાં એવું તો જાદુ હતું કે શબ્દે શબ્દે અમારા
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬
હૃદયને ભીંજવી દેતું હતું. શબ્દો હતા - દૂર દેશાવરથી દાદા તારા દર્શન કરવા આવી છું પ્રભુ દર્શન આપજો.
એક બાજુ દાદા અને બીજી બાજુ ગીતના શબ્દો હતા. મારી આંખની સામે દાદાના કરુણામય બે નયનો મને જોઈ રહ્યાં હતાં. મારી આંખમાંથી શ્રાવણ-ભાદરવો ઊમટી ગયો. મેં વહી રહેલી અશ્રુધારાને વહેવા દીધી. મને જબ્બર અનુભવ થયો. મને કેટલાય વખતથી આ મિલનની ઘડીનો ઈંતેજાર હતો. મને એમ જ થતું હતું કે, બસ હું – દાદા અને મારી લાગણીઓ, બીજું કોઈ અમારી વચ્ચે ન આવે, અને બન્યું પણ તે જ. ઘણી પળો વહી ગઈ. ચાહ થાય છે કે આજે મારી આ પળોને અને દાદાની આ પ્રતિમાજીને મારા હૃદય સિંહાસન પર પ્રતિષ્ઠિત કરી લઉં.
દાદા તું ખરેખર અલબેલો છે. દાદા મને ભવોભવ તારું સાનિધ્ય મળો એ જ અંતરની પ્રાર્થના છે. પછી અમે સ્નાન કરી પૂજાના કપડાં પહેરી પ્રક્ષાલની લાઈનમાં બેઠાં. અમે બધાં ભક્તામર, લઘુશાંતિ તથા મોટી શાંતિ સાથે બોલ્યાં. બધાંને બહુજ આનંદ થયો. આવો સમય ફરી ફરી આવવાનો નથી, એવો આલ્હાદ અનુભવ્યો.
આજે દાદાનો પ્રક્ષાલ કર્યો. બહુ જ આનંદ ઉમટ્યો. દાદા પાસેથી ખસવાનું મન થતું નથી. દાદાની સૌમ્ય પ્રતિમા હૃદયને ખૂબ ઠંડક આપે છે. તેમાંથી ઝરતું દિવ્ય તેજ ચારેબાજુ લોકોના ઉત્સાહમાં વધારો કરે છે. દાદાના તેજમાંથી નીકળતી કરુણા બધાંને ભીંજવી દે છે. દાદા એ તો દાદા જ છે.
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
ૌદાના શિખરનું એક દૃશ્ય
* Ye
, :
,
શ્રી આદીશ્વર ભગવાન
h
* * *
t
*
*
*
Jarreaucatar salonas
FORDON
USOR
www.iainelibrarofy
ના
--
A
+LM
Page #39
--------------------------------------------------------------------------
________________
રાયણ વૃક્ષ
જી
Ich 12-2110
ate Use Only
wwwjaimelerary orgy
Page #40
--------------------------------------------------------------------------
________________
-
૩૭
પછી અમે રાયણપગલે, નવા આદીશ્વર, પુંડરીકસ્વામી વગેરે દેરાસરોમાં પ્રક્ષાલનો લાભ લીધો. નેમીનાથ, પાંચભાઈઓના દેરાસરે આદીનાથ, સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને ચૌમુખજીમાં પૂજા કરી. આજે સેવા-પૂજા-ભક્તિ કરતાં અમને બહુ આનંદ થયો. બોલો બોલો આદીનાથ દાદાની જય. સાચા દેવની જય. આજના આનંદની જય !
યાત્રા દિવસ-૪
આજે દરરોજની જેમ દાદાને ભેટવા નીકળી પડ્યા. જય તળેટીએ દર્શન-વંદન-ચૈત્યવંદન કરી. ગિરિરાજને મસ્તકથી સ્પર્શ કરી દાદાની જય બોલાવી, ગિરિરાજની જય બોલાવી બાબુના દેરાસરે-ભમતીમાં ભીડભંજન પાર્શ્વનાથના દર્શન કરી અમારી યાત્રા શરુ થઈ. - થોડું ચઢીને અને થોડું ડોળીમાં એમ કરતાં દાદાના દરબારે આવી પહોંચ્યા. દાદાના દર્શન-વંદન-પ્રદક્ષિણા કરી અમે ઘેટી પાર્ગે જવા નીકળ્યાં. રસ્તામાં અમને “રાજુભાઈ અલબેલા” મળ્યા. આ રાજુભાઈ છેલ્લા ૨૦ વર્ષથી નવ્વાણું કરે છે. તેઓ ગિરિરાજ ઉપર ચઢતા-ઉતરતા કે રંગમંડપમાં હાલતાં ચાલતાં “આદેશ્વર અલબેલો છે” તે સ્તવન ગાતાં હોય છે તે સિવાય બીજું કાંઈ જ બોલતા નથી.
રાજુભાઈ અલબેલાના મુખેથી આદેશ્વર અલબેલો છે તે
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૮
સાંભળવાનો આનંદ આવે છે. ઘેટીની પાગના રસ્તે જતાં વાતાવરણમાં નવી ચેતના આવતી હોય તેવો અનુભવ થાય છે. ઘેટીની પાગેથી આવી દાદાના પ્રક્ષાલની લાઇનમાં ઊભા રહ્યાં. દાદાને પ્રક્ષાલ કરતાં દાદાનો સ્પર્શ કરવાનો કોઇ અનેરો લ્હાવો મળે છે. દાદાના ચરણ પાસે રહેલું નમણ આંખે અને મસ્તકે લગાવતાં રોમાંચ ખડાં થઇ જાય છે. દાદા જાણે હમણાં આપણને ભેટી પડશે તેવો ભાસ થાય છે.
પછી આજુબાજુના દેરાસરે પ્રક્ષાલ કરી, પૂજા કરી ચૈત્યવંદન વિગેરે કરી અમે નીચે ઊતરવાનું શરુ કર્યું. ધર્મશાળામાં આવીને પછી અમે એકાસણું કરવા જઇએ છીએ. અહીં પીરસનાર ભાઇઓ ખૂબ પ્રેમથી પીરસે છે. તેઓનો પ્રેમ જોતાં જ પેટ ભરાઇ જાય છે. બધી જ અનુકૂળતા કરી આપે છે. બધો દાદાનો અને આ પવિત્ર ધરતીનો પ્રભાવ છે.
યાત્રા દિવસ-૫
અમે નિત્યક્રમ પ્રમાણે જયતળેટીએ વાસક્ષેપ પૂજા અને ચૈત્યવંદન વિધિ ક૨ી બાબુના દેરાસરે દર્શન કરી ભીડભંજન પાર્શ્વનાથના આશીર્વાદ લઇ ઉપર ચઢવાનું શરુ કર્યું, સવારનું વાતાવરણ કંઇ જુદું જ હોય છે. મંદ મંદ પવન આત્માને આનંદ આપતો હોય છે. ચંદ્રના લીધે ચારે બાજુ પથરાયેલી શ્વેત ચાંદની જાણે કે અમારી યાત્રામાં પ્રકાશ પાથરતી હોય તેવો અહેસાસ થાય છે.
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૯ રતનપોળમાં પ્રવેશ કરીએ ત્યારે પુષ્પોની સુગંધથી વાતાવરણમાં સુગંધી છવાઈ જાય છે. મને ખૂબ જ ઉલ્લાસમાં આવી જાય છે. દાદાની મૂર્તિ રોજ રોજ ખિલતી હોય તેવો ભાસ થાય છે. દાદાનો પ્રક્ષાલ કરતાં ખૂબ આનંદ થયો. નવા આદેશ્વરના દેરાસરે પ્રક્ષાલ કરતાં કરતાં આંખમાંથી આનંદના અશ્રુ સરી પડ્યા. પ્રક્ષાલનું નમણ આંખે લગાવી ધન્યતા અનુભવી.
રંગમંડપમાં એક બાજુ પ્રક્ષાલ પૂજાની લાઇન હતી. બીજી બાજુ નવ્વાણુંની યાત્રા કરનાર ભાઈ-બહેનો સાથિયા તેમજ ચૈત્યવંદન કરતાં નજરે પડતા હતા. બીજી બાજુ સ્નાત્રપૂજા ભણાતી હતી, એક બાજુ ઘી બોલીના અવાજો તથા યાત્રિકો સ્તવનો ગાતાં નજરે પડતા હતા. લોકોની ભીડ જોઈ કોઈ જુદી દુનિયામાં આવ્યાં હોઇએ તેમ લાગતું હતું.
ચારેબાજુ લોકોનો ઉત્સાહ જોઈ મસ્તક ઝુકી પડે છે. અહીં વાતાવરણની એવી તો મસ્તી છે કે થાકનું નામ જ યાદ આવતું નથી. બધાં દાદાને ભેટવા ખૂબ ઉત્સુક થઈ જતાં નજરે પડે છે. આ બધો દાદાનો પ્રતાપ છે. ચારે બાજુએ જુદી જુદી ભક્તિ કરતાં અને આમ તેમ ઘૂમતાં લોકો દેખાતાં હતાં.
યાત્રા દિવસ-૬
આજે સવારે પથારીમાંથી ઊઠતાં જરા આળસ આવતી હતી. પણ મન મક્કમ હતું. દાદાને કોલ આપેલ કે આપણે
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૦
મળીશું. જેથી તૈયાર થઇ તળેટીએ આવી પહોંચ્યા. ચૈત્યવંદન વિધિ પૂર્ણ કરી અમે ચઢવાનું શરુ કર્યું.
દાદાના દર્શન કરી પછી ઘેટી પાગે થઇ પાછા દાદાના દરબારમાં પ્રક્ષાલ માટે આવ્યા. અમે સવારે દાદાનું ચૈત્યવંદન તથા બધી વિધિ દાદાના દરબારમાં જ કરતાં હોઇએ છીએ અને પછી અમે નવી બેટરીની જેમ ચાર્જ થઇ જઇએ છીએ.
બધે જ લા થી ૧૦મા સુધીમાં પ્રક્ષાલ થતો હોય છે. જ્યારે ઉપર યાત્રિકો વધુ હોય ત્યારે દાદાનો પ્રક્ષાલ લાંબા સમય સુધી ચાલે છે. અમે દાદાનો પ્રક્ષાલ કર્યા પછી દોટ મૂકીએ છીએ. જેથી રાયણપગલે, નવા આદેશ્વર-નેમિનાથ-પુંડરીકસ્વામી-સીમંધર સ્વામી અને શાંતિનાથના દેરાસરે એમ બધે જ પ્રક્ષાલનો લાભ લેતા. કયારેક સહસ્ત્રફણા પાર્શ્વનાથ દેરાસરના પ્રક્ષાલનો પણ લાભ મળતો.
આજે રંગમંડપમાં રાજુભાઇ અલબેલાની મંડળીએ તાલીઓના નાદ સાથે આદેશ્વર અલબેલો છે તેની ધૂન મચાવી હતી. અલબેલા રાજુભાઇને જોવા એ પણ એક લ્હાવો છે. તેઓ અમને ઘેટીની પાગે ચઢતાં દરરોજ મળે છે. ખરી મસ્તી હોય છે તેમની, આદીશ્વર અલબેલો છે એ ધૂન વાતાવરણમાં ગૂંજી ઊઠે છે. દરેક પૂજારી, દરેક ડોળીવાળા બધા જ આ અલબેલા ભાઇથી પરિચિત છે.
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
-
૪૧
યાત્રા દિવસ ૭-૧૩
- અમારો નિત્યક્રમ - વહેલી સવારે જયતળેટીએ વાસક્ષેપ પૂજા, ચૈત્યવંદન કરી ગિરિરાજની જય બોલાવીએ, દાદાની જય બોલાવીએ અને ચઢાણ શરુ કરીએ. બાબુના દેરાસરે - પંડરીકસ્વામી - ભીડભંજન પાર્શ્વનાથના આશીર્વાદ લઈ સમવસરણના બહારથી દર્શન કરી યાત્રા શરુ કરીએ. ઉત્સાહમાં રસ્તો ઝડપભેર કપાતો.
ગિરિરાજ ઊપર પહોંચીને શાંતિનાથના દેરાસરે દર્શન - ચૈત્યવંદન કરી, ચકેશ્વરીદેવી અને કવડક્ષના આશીર્વાદ લઈને દાદાના દરબારમાં પહોંચીએ. દાદાના દર્શન-વંદન કરી ધૂપ દીપ કરી ચૈત્યવંદન કરીએ. નવ લોગસ્સનો કાઉસ્સગ્ન કરી નવા ખમાસમણા દુહા સાથે કરીએ. દાદાની ત્રણ ભમતી - ચૈત્યવંદન કરી પૅડરીકસ્વામીએ ચૈત્યવંદન કરી. ઘેટીની પાર્ગ દર્શન- ત્રણ ભમતી અને ચૈત્યવંદન કરીએ.
દાદાના દરબારે આવી દાદાનો પ્રક્ષાલ કરીએ પછી રાયણપગલે - નવા આદેશ્વર - નેમીનાથ - પેંડરીકસ્વામી સીમંધરસ્વામી - શાંતિનાથ વિગેરે જ્યાં જ્યાં પ્રક્ષાલ થતો હોય ત્યાં ત્યાં પ્રક્ષાલ કરી અને જ્યાં પૂજા થયેલી હોય ત્યાં પૂજાનો લાભ લઈએ. જ્યાં ચૈત્યવંદન બાકી હોય ત્યાં ચૈત્યવંદન કરી પૂજાના કપડા બદલી પછી નીચે ઊતરવાનું શરુ કરીએ.
દર્શન-વંદન-પ્રક્ષાલ-પૂજા-ચૈત્યવંદન-પ્રદક્ષિણા બધું જ
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૨
ધીરે ધીરે ક્રમમાં ગોઠવાઈ ગયું. ધીરે ધીરે અમે પણ આ વિધિથી માહિતગાર થવા લાગ્યા.
પૂનમ પછી ચંદ્ર મોડો ઉગીને મોડો આથમતો હોવાથી પૂનમથી વદ ૯-૧૦ સુધી વહેલી સવારે અજવાળું રહેતું. વદ૧૦-૧૧ પછી સવારે અંધારું રહેતું. જય તળેટીથી યાત્રા શરુ થાય ત્યારે અંધારું લાગતું. ધીરે ધીરે આ રીતે યાત્રા ગોઠવાતી ગઈ અને અમને પકડ આવતી ગઈ. સવારના પહોરમાં એવો ભાસ થાય કે દાદા બધાને ભેટવા સામે આવી રહ્યા હોય. અંધારામાં લોકોનો ચાલવાનો અવાજ, ડોળીવાળાના શબ્દો “એ બાજુ રહેજો,”દરેકના હાથમાં રહેલી લાકડીનો ટપ-ટપ અવાજ, આ બધું સાંભળતાં સાંભળતાં અને તેમાં અનેરો આનંદનો અનુભવ કરતાં કરતાં રામપોળ આવી જતી હતી.
જ્યારે રામપોળમાં પ્રવેશ કરીએ ત્યારે આકાશ અદ્ભુત રંગોથી રંગાયેલું નજરે પડતું હતું. કુદરતી વાતાવરણની સાથે દાદા સાથેનું મિલન કંઈ અદ્ભુત લાગતું. દાદા હંમેશની જેમ હસતા નજરે પડતા. ઘેટીની પાગથી ઉપર દાદાના દરબારે આવતાં સવારે લગભગ નવ વાગતા હતા.
નવ્વાણું કરનાર માટે કપડા મૂકવાના લોકર અલગ જગ્યાએ હોય છે. બધા જ લોકર ભરાઈ જતાં હોય છે. બહેનો માટે એક મોટી રૂમમાં એક બેન બધાનાં થેલા સાચવતા હોય છે. ન્હાવાનું ગરમ પાણી આપનાર એક બીજા બહેન હોય છે. અહીં ન્હાવાના બાથરૂમ ઓછા હોય છે. પણ વ્યવસ્થા ઘણી સારી હોય
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૩
છે. બધાના થેલા પર બિલ્લા લગાવેલા હોય છે. રૂમ પણ થેલાથી ભરાઇ જતો હોય છે. રૂમની બહાર પણ થેલા જ થેલા. જાણે રેલ્વે પ્લેટફોર્મ હોય તેવું દૃશ્ય લાગતું હોય છે. છતાં પણ કોઇ અવ્યવસ્થા હોતી નથી. બહુ જ સુંદર રીતે ન્હાવાનું, કપડાં બદલવાનું, અને કપડાંના થેલા આપવાનું કામ થતું હોય છે.
ગિરિરાજ પર અવારનવાર ચઉવિહાર છઠ્ઠ કરી સાત જાત્રા કરનાર ઘણાં ભાઇ-બહેનો આવતાં હોય છે. કહે છે કે ચવિહાર છઠ્ઠુ કરીને શત્રુંજયની સાત જાત્રા કરવાથી ત્રીજા ભવે મોક્ષ થાય છે. તે વાતથી પ્રેરાઇને ઘણાં લોકો આવી જાત્રામાં જોડાય છે. કોઇ નાનાં ગ્રુપમાં તો કોઇ મોટા ગ્રુપમાં આવતાં હોય છે. મોટા ગ્રુપમાં સાથે સ્વયં સેવકો પણ હોય છે. તેઓ ઠેર ઠેર નાના તંબુ બાંધે અને તપસ્વીઓની સેવા કરે. તપસ્વીઓને મસાજ કરે, પગ-માથું દાબે તથા ગુલાબજળ છાંટે, આ રીતે વૈયાવચ્ચ કરે.
દાદા સાથે એવો તાર ગૂંથાઇ ગયો હતો કે જાણે મનમાં એમ થતું કે બસ દાદા અમને વારંવાર જલ્દી જલ્દી મળે. દાદાના દરબારમાં દરરોજ સવારે અમે ચૈત્યવંદન કરીએ ત્યારે દાદાની સ્પર્શના અમે અનુભવતાં હતાં. સવારની સ્તુતિ તથા વંદનનો કંઇ જુદો જ અનુભવ થતો. દાદાના દરબારમાં પવિત્ર પરમાણુઓ ચારે બાજુ ફેલાઇ રહ્યા હતા. સવારની ભક્તિ શરીરમાં નવો ઓકિસજન આપતી હતી. તેનાથી આખા દિવસ માટે જાણે શરીર ચાર્જ થઇ જતું.
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૪
દાદાની આંખમાંથી કરુણાની અમી વરસતી જ રહે છે. આ અમીવર્ષામાં ભીંજાવા માટે હું દ૨૨ોજ સવારે દાદાના દરબારમાં ચૈત્યવંદન કરવા માટે તલસી રહી હોઉં છું. દાદા એ તો દાદા જ છે. સવારે દરબારમાં મહારાજ સાહેબો સ્તવન લલકારતાં જોવા મળે છે. લોકો ધૂપ-દીપ-ચામર-દર્પણ વિગેરેથી દર્શન કરતાં જોવા મળે છે. દરબારમાં જાતજાતની અને ભાતભાતની સ્તુતિઓ બોલાતી સંભળાય છે. બધાં જ યાત્રિકો પોતપોતાનાથી થતી ભક્તિમાં મસ્ત હોય છે.
દરબારમાં કોણ શું કરે છે ? કેવી રીતે ગાય છે ? કેવા પ્રકારના અને કયા રાગથી બોલે છે વિગેરે બાબતમાં કોઇને કંઇ જ પડી નથી. બધાં જ પોતાની ધૂનમાં મસ્ત જોવા મળે છે. દાદાને પોકારી પોકારીને બધા જ કહી રહ્યા હોય છે કે ‘દાદા દર્શન દો. દાદા દર્શન દો.’ કોઇ કહે છે કે ‘દાદા તારી મુખમુદ્રાને અમીમય નયને નિહાળી રહ્યો.' કોઇ કહે છે કે – ‘માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મૂર્તિ મારું મન લોભાણુંજી' – વળી કોઇ ‘આદીનાથને જોઇ મન હરખે ઘણું રે લોલ.' કોઇ વળી ‘પેલા ડુંગરવાળા દાદા અમને રોજ બોલાવે.' આમ લોકોવડે ગવાતા સ્તવનોની રમઝટથી દાદાના દરબારમાં અત્યંત ભાવવિભોર વાતાવરણ હોય છે. આ વાતાવરણમાં મ્હાલવું એ જીવનનો એક પ્રકારનો લ્હાવો છે.
-
દાદા તો જાણે બધાંનું સાંભળતા હોય તેમ શાંત વદને દરેક ભક્તોને નિહાળી રહ્યા હોય છે. દાદા મરક મરક હસતા
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
STUD TO UTC
કરી
"
at R
TI
નયનરમ્ય કલાકૃતિ
more
Page #49
--------------------------------------------------------------------------
________________
Neી ત:વ
Cી
શ્રી જય તળેટી
જય તળેટી
:::
::
E
છે.
as 'k.
II IIIIII JIjlili)
| HIT
T ITT
" " ''rrrr rrr
નયનરમ્ય કલાકૃતિ
eine Educational nation
Eorpersonal wrivate Users
2016 તમામelpવાની પ્રથા
it બાજા,
ti Hri
S Sણ નકારા
hી પણ એ છે કે
Sી
.
Page #50
--------------------------------------------------------------------------
________________
-
૪૫
હોય તેવું લાગતું હોય છે. બધાંની અરજી સાંભળી રહ્યા હોય અને દાદા જાણે જવાબ આપી રહ્યા હોય તેવો દાદાનો પ્રકુલિત્ત ચહેરો વધુ પ્રફુલિત્ત બનતો જતો હોય તેવો અનુભવ થાય છે. રંગમંડપમાં દરેક ભાવિકો પોતાની મસ્તીમાં હોય છે. લોકોની દોડાદોડ નજરે પડે છે. કોઇ સમૂહમાં પ્રદક્ષિણા દેતા હોય છે. કોઈ સાથિયા પૂરતાં નજરે પડે છે. જેવો સાથિયો પૂરો થાય કે બીજી વ્યક્તિ તેને હાથેથી ખસેડી સાથીયા માટે પોતાની જગ્યા કરતી હોય છે. પૂજારી (ગોઠી) મોટી મૂંડી લઈ ફરતા નજરે પડે છે. તેઓ કૂંડીમાં ચોખા-બદામ-સાકરીઆ એકઠા કરતાં નજરે પડે છે. રોકડા પૈસા ભંડારમાં મૂકાય છે.
ચારે બાજુ માનવ મેદની ઉમટેલી દેખાય છે. જુવાન છોકરા છોકરીઓનું ટોળું હાથમાં દુહાની ચોપડી સાથે દુહા બોલતાં બોલતાં ૧૦૮ પ્રદક્ષિણા દેતાં નજરે પડે છે. આખો રંગમંડપ જાણે એકબાજુ સ્નાત્રપૂજા કરતાં યાત્રિકોથી ભરેલો હોય તો બીજી બાજુ ચૈત્યવંદન કરતાં યાત્રિકોથી ભરેલો હોય છે. રેલીંગવાળી જગ્યા પૂજાની લાઈનમાં ઊભેલી વ્યક્તિઓથી ભરેલી દેખાય છે. અભુત અદ્ભુત દૃશ્ય જોવા મળે છે. આ દશ્ય જોઈને જીવ હર્ષથી નાચી ઊઠે છે.
આ બાજુ રતનપોળનું દશ્ય અલગ હોય છે. ફુલવાળાઓ ફૂલ આપવામાં મસ્ત હોય છે. “અરે ઓ ભાઈ - ઓ બહેન લઈ જાઓ ૧૦ રુપિઆમાં આ થાળી” આવા શબ્દોથી ફૂલોથી ભરેલી થાળી યાત્રિકોને આપવા તત્પર હોય છે. કોઈ ભક્તિ ગીત
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૬
ગુનગુન કરતાં ચાલતાં નજરે પડે છે. કોઈ આદીનાથની જય બોલાવતું નજરે પડે છે. ગજબ ગજબનાં દૃશ્યો નજરે પડે છે.
ઘેટીની પાગે જતાં વાતાવરણ આલ્હાક હોય છે. ચારે બાજુ કુદરત ફેલાયેલી દેખાય છે. ચારે બાજુ ડુંગરા-હરીયાળી નજરે પડે છે. સુંદર હરીયાળીની વચ્ચે દાદાના પગલાંની દેરી ભવ્ય લાગે છે. અહીં પણ માનવ મહેરામણ ઘણો હોય છે.
ઘેટીની પાગે રંગમંડપ ચૈત્યવંદન કરતાં યાત્રિકોથી ભરેલો જ દેખાય છે. જગા ન મળે તો પગલાંની પ્રદક્ષિણા કરીએ ત્યાં આગળ પાછળ બધે જ ચૈત્યવંદન કરતાં લોકો નજરે પડે છે. સાથિયા માટે બધાં પાટલા ભરાયેલા નજરે પડે છે. છેવટે કયાંય જગા ન મળે તો લોકો આરસના પથ્થર ઉપર સાથિયા કરતાં નજરે પડે છે. આમ ખુલ્લામાં કુદરતના ખોળે દાદાના પગલાંની સામે ચૈત્યવંદન કરવાની બહુ મઝા આવે છે. વાતાવરણ જ એવું હોય છે કે જાણે તેમાંથી આપણને ખૂબ પ્રેરણા મળતી હોય એમ લાગતું. થાક-ભૂખ-તરસનું તો નામનિશાન પણ હોતું નથી.
યાત્રા દિવસ : ૧૪-૧૬
આજે તપસ્વી ભાઈ-બહેનોનું ટોળું દાદાની જય બોલાવતું બોલાવતું જતું હતું. જય જય શ્રી આદિનાથ ! કર્મ ખપાવે આદિનાથ ! મોક્ષ અપાવે આદિનાથ ! સૌના દિલમાં આદિનાથ! રોમ રોમમાં આદિનાથ ! પ્રથમ તીર્થંકર આદિનાથ ! હસ્તગિરિમાં
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૭.
આદિનાથ ! નવ્વાણું કરાવે આદિનાથ ! શત્રુંજયમાં આદિનાથ! આ ભાવવાહી શબ્દો સાંભળતાં સાંભળતાં રોમેરોમ રાજી રાજી થઈ જતા.
દાદા તમે ખરેખર અમારી યાત્રામાં પ્રાણ-નવજીવન બક્ષો છો. ધન્ય થઈ ગયો અમારો દિવસ. ધન્ય થઈ ગયું અમારું જીવન. દાદાની જાત્રા કરવામાં દિવસે દિવસે ભાવની અભવૃિદ્ધિ થવા લાગી. આજે દાદાના પ્રક્ષાલ માટે લાઈનમાં ઊભાં હતાં, રાયણ પગલે પૂજ્યશ્રી નાના પંડિત મહારાજ તેમના શિષ્ય સમુદાય સાથે તથા શ્રાવકો સાથે સમૂહમાં ચૈત્યવંદન કરતાં હતાં. અમે લાઇનમાં ઊભાં ઊભાં તેઓ વડે કરાતું ચૈત્યવંદન ધ્યાનથી સાંભળતાં હતાં.
બીજા મહારાજ સાહેબે ભાવવાહી સ્તવન ગાયું. “નીલુડી રાયણ તરુ તળે સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાય રે ગુણ મંજરી.” બધાં સાથે ગાવા લાગ્યા. અમે પણ સાથે ગાયું.
દાદાના દરબારમાં તથા રંગમંડપમાં, રાયણપગલે બધાંનો જુસ્સો કંઈ ઓર જ હોય છે. ચારે બાજુ માનવ મહેરામણ જોવા મળે છે. કોઈ પ્રક્ષાલની લાઈનમાં, કોઈ ચૈત્યવંદનોની હારમાળામાં, કોઈ દાદાના દરબારમાં, કોઈ ભક્તિ ગીતમાં તરબોળ તો કોઈ ધૂપ-દીપમાં તલ્લીન થયેલા જોવા મળતાં.
દાદાની મુખ મુદ્રા શાંત-પ્રશાંત હોય છે. ધૂપની ઘટાઓ ફેલાતી હોય છે. પાટલાઓ ઉપર તથા ભંડાર ઉપર ચોખાના
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૮
ઢગલા થયેલા નજરે પડે છે. રંગમંડપમાં તો જાણે ચારે બાજુ ચોખા જ ચોખા દેખાય અને લોકો પ્રક્ષાલ માટે દોડાદોડી કરતાં હોય તેવું દૃષ્ટિગોચર થતું.
અમે પણ દાદાનો પ્રક્ષાલ કરી પછી બધે જ પ્રક્ષાલ માટે દોટ મૂકતાં, પ્રક્ષાલનું નિર્માણ આંખે-ગળે અને કપાળે જ્યારે લગાવતાં ત્યારે ખૂબ જ આનંદ થતો. દાદાનો પ્રક્ષાલ કરવા ભીડમાં ઊભા રહેવું પડે છે. દરબારમાં ધક્કામુક્કીનો અનુભવ પણ કરવો પડે છે. છતાં પ્રક્ષાલ-પૂજા મળવાના આનંદમાં જ્યારે ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે બધાં જ શાંત થઈ જાય છે.
ગભારામાં શાંતિ હોય છે. જ્યારે પ્રક્ષાલ માટે આપણો વારો આવે ત્યારે એમ જ થાય છે કે બસ અહીં જ રોકાઈ જાઉં અને દાદાને મારી પાસેથી કોઈ ન લઈ લે. દાદાનો પ્રક્ષાલ એ અમારા માટે બહુ કિંમતી ચીજ છે. જ્યારે કળશ અમારા હાથમાં આવે ત્યારે અમારા અંતરની ઉર્મિઓ ઉભરાઈ જાય છે. દાદાને સ્પર્શ કરવામાં જે રોમાંચ ખડા થઈ જાય છે એ અનુભવ કહેવા માટે શબ્દ નથી.
- દાદાની મુખમુદ્રામાં જબ્બર આકર્ષણ છે. દાદાના નયનોમાંથી ઝરતું અમી દરેકને ભીંજવી દે છે. એકબાજુ દાદાના પ્રક્ષાલનું નમણ અને બીજી બાજુ દિવ્ય નયનોમાંથી નીકળતી કરુણાનું નમણ, બધાને મોહની નિંદ્રામાંથી ઉગારે છે. દાદા તારો જય હો જય હો..જય જય શ્રી આદિનાથ દિલમાં ગૂંજી રહે છે.
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૯
દોઢ ગાઉની પ્રદક્ષિણા : યાત્રા દિવસ-૧૭
દાદાને ભેટવા અને ગિરિરાજ ઉપર જવા પગ ઉપાડ્યા. દાદાના દર્શન વંદન કરી અમે બધાં ડોળીવાળા સાથે દોઢ ગાઉની યાત્રાએ નીકળી ગયા, રામપોળથી ડાબી બાજુએ નીચે ઉતરવાનું છે. દાદાની ટૂંકને ફરતા કોટને તથા નવટૂંકના કોટને ફરતી પ્રદક્ષિણા કરી. હનુમાનધારા પર આવી ઉપર જઈ દાદાના દર્શન કરવાથી દોઢ ગાંઉની પ્રદક્ષિણા પૂર્ણ થાય છે. રસ્તો સાંકડો છે. પણ સાથે કંપની હતી તેથી ખૂબ મઝા આવી.
આ યાત્રામાં ચાલતાં ચાલતાં નવટૂંકની પાછળ જ્યાં ચૌમુખજીની ટૂંક છે તેની પાછલી બાજુ અમે આવ્યા. ત્યાં એક નાનું તળાવ છે. જેને ભાટ તળાવ કહેવાય છે. અમે બધાએ પથ્થર પર બેસી સમૂહમાં સાથિયા અને ચૈત્યવંદન કર્યું. ખૂબ જ આનંદ અનુભવ્યો. | દોઢ ગાઉની પ્રદક્ષિણા કર્યા પછી અમે નવટૂંકમાં ગયાં. બધે દર્શન વંદન કરી દાદાના દરબારમાં આવ્યાં. હજુ પ્રક્ષાલ ચાલુ હતો જેથી ઝડપથી સ્નાન કરી પૂજાના કપડાં પહેરી કેસરનો ચાંલ્લો કરી પ્રક્ષાલ માટે દોટ મૂકી. હજુ લાઈન ચાલુ હતી જેથી હાશ, દાદાનો પ્રક્ષાલ કરવા મળશે. એમ માનીને ઘણો જ આનંદ થયો. અંદર દરબારમાં બહેનોમાં ખૂબ ગીરદી હતી, ધક્કામુક્કી કરતાં અમે ગભારામાં પ્રવેશ કર્યો.
ગભારામાં જ્યાં હાથમાં કળશ આવ્યો અને દાદાનો
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રક્ષાલ કર્યો કે મારી આંખો ભીની ભીની થઇ ગઇ. થયું કે દાદા તું ગજબ છે તારી અપાર કરુણા વરસી રહી છે. હૈયું ભાવવિભોર થઇ નાચી ઉઠ્યું. દાદાના પ્રક્ષાલમાં જાદુ છે.
દાદાની ઠકુરાઇ આગળ બધાં પાણી ભરે છે.
દાદાના સ્પર્શ માત્રથી જન્માંતરોમાં કરેલ પાપો નાશ પામે છે. દાદા પળે પળે આપણને પાવન કરી રહ્યા છે. ખરેખર આ દાદા જ સાચા પતિતપાવન છે એમ લાગ્યું.
ત્રણ ગાઉની પ્રદક્ષિણા : દિવસ-૧૮
આજે અમે ૩ ગાઉની જાત્રાએ જવાનું નક્કી કરેલ. સવારે ૫:૩૦ વાગે અમે બધાં એક મોટી રીક્ષામાં બેસી શત્રુંજય નદીએ ન્હાવા ગયેલાં. ત્યાંથી એક બોટલમાં શત્રુંજય નદીનું પાણી દાદાના પ્રક્ષાલ માટે લઇ લીધું અને અમે રોહિશાળાએ આવી ચૈત્યવંદન કરી યાત્રા શરુ કરી.
થોડું ચાલવાનું, થોડું ચઢાણ (પગથીયાં) આમ અડધે આવ્યા પછી ચઢાણ બહુ કપરું હતું. પરંતુ ચારેબાજુ વાતાવરણ અદ્ભુત હતું. દૂર દૂર દાદાનો ગિરિરાજ નજરે પડતો હતો. ચોમેર હરીયાળી પથરાયેલી દેખાતી હતી. ખુશનુમા પવન વાતો હતો. ચઢાણનો રસ્તો એકદમ સાંકડો હતો. આડા અવળા પગથીયા તથા નાના-મોટા પથ્થરો હતા. રસ્તો ઉબડ-ખાબડ હતો. ખૂબ
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
-
૫૧
કઠીન હોવાથી ડોળીવાળાના આગ્રહથી હું ૧૫ મિનિટ માટે ડોળીમાં બેઠી. ડોળીવાળાઓ માટે પણ આ કપરું ચઢાણ હતું.
થોડું ચાલીને અને થોડું ચઢીને બે કલાક પછી અમે બધાં દાદાની ટૂંક પર આવી ગયાં. બધાં જ દાદાના પ્રક્ષાલ માટે દોડ્યાં. રોજની જેમ ધક્કામાં આગળ વધ્યાં જ્યારે અમારો વારો આવ્યો (ગભારામાં) ત્યારે દિલ નાચી ઊઠ્યું. શત્રુંજય નદીનું પાણી અમે ગોઠીને આપ્યું. તેણે મોટા પીપમાં તે પાણી નાખ્યું. પછી અમને પ્રક્ષાલ કરવા કળશમાં પાણી આપ્યું. અમે બધાંએ બહુ જ ભાવથી દાદાનો પ્રક્ષાલ કર્યો.
બધી વિધિ પૂર્ણ કરી અમે નીચે તળેટીએ આવી ગયાં. પછી ધર્મશાળામાં આવ્યાં. તૈયાર થઇ બધાં જ એકાસણાં કરવા નીચે આવ્યાં. અહીં પીરસનાર મહારાષ્ટ્રીયન છોકરાઓ છે. બહુ જ માયાળુ છે. ખૂબ પ્રેમથી પીરસે છે. લો, બહેન ! આ લો, ભાઈ ! આ લો, તે લો, આમ પ્રેમથી પીરસતા જાય છે. તેમનો પ્રેમ જોઇ પેટ ભરાઈ જાય છે. આમ અમારા દિવસો કંઈક મેળવ્યું છે તેના આનંદમાં પસાર થઈ રહ્યા છે.
યાત્રા દિવસ – ૧૯-૨૩
આજે તળેટીએ માળનો વરઘોડો હોવાથી ઉપર દાદાના પ્રક્ષાલમાં બહુ ગીરદી ન હતી. આજે બાવન જિનાલયમાં ખૂબ શાંતિથી પૂજા કરી. ઘણો જ ઘણો આનંદ આવ્યો. નીચે મહાપૂજન
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
હોવાથી જય તળેટી શણગારવામાં આવી હતી. અમે સાંજે બધાં જયતળેટીએ દર્શન કરવા ગયાં. શું ભવ્ય દશ્ય હતું? આ દૃશ્ય વારંવાર જોઇ જ રહ્યાં.
પલ્લવીયા પાર્શ્વનાથના ગેટથી જય તળેટી સુધીનો રસ્તો રંગોળીઓ, દીવડાઓ, ગહુલીઓ અને ફુલોના હારથી સજાવવામાં આવ્યો હતો. ચારે બાજુ કમાનો કરેલી હતી. સાથિયા, રંગોળી પૂરેલી હતી અને તેમાં દરેક જગ્યાએ ગ્લાસમાં ઘીના દીવડા હતા. જાણે સ્વર્ગલોક ધરતી ઉપર ઉતરી આવ્યું હોય તેવું દશ્ય હતું.
વાજતે ગાજતે મહારાજ સાહેબ તથા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા બધાં જય તળેટીએ આવી બેઠાં હતાં, જય તળેટીનો રંગમંડપ ઠસોઠસ ભરાઈ ગયો હતો. એક બહેનની વધારે તપસ્યા હતી. મહારાજ સાહેબે માંગલિક બોલ્યા પછી બહેનના માથે વાસક્ષેપ નાંખ્યો. ત્યાં જોયું તો તે બહેનના માથે વાસક્ષેપનો ચમત્કાર થયો. માથે વાસક્ષેપનો ઢગલો થઈ ગયો. બધાં જ તે દશ્ય જોવા અને બહેનના માથેથી વાસક્ષેપ લેવા પડાપડી કરવા લાગ્યા. અમે પણ વાસક્ષેપ લેવા ભીડમાં ગયાં. અમે બધાં એકબીજાથી છૂટાં પડી ગયાં. વાસક્ષેપની કંઈક પ્રસાદી મળી તે વખતનું વાતાવરણ અદ્ભુત હતું. બહુ જ આનંદ આવ્યો.
આમ અમારો સમય પાલનપુર ધર્મશાળા - જય તળેટી - દાદાનો દરબાર - ઘેટી પાગ અને નવ ટૂંક બસ અમારું મન આમાં જ રમ્યા કરતું. અદ્ભુત અનુભવો થતા હૃદયના તાર
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૩ ઝણઝણી ઊઠતા. રોમે રોમ પુલકિત થતાં. આનંદના ઝરણામાં સ્નાન કરતાં કરતાં અમારા દિવસો જાત્રામાં પસાર થવા લાગ્યા.
દરરોજ જ્યારે જ્યારે જય તળેટીએ મસ્તક નમાવીએ ત્યારે અનેરો આનંદ થતો. પછી ત્રિલોકના નાથને મળવાની ઉત્કંઠા, પ્રક્ષાલ પછીનો આનંદ જાણે મીલીયન ડોલર મળ્યાં હોય તેના કરતાં પણ વધુ આનંદ દાદાને મળવાથી થતો. આ વાત તો અમારું હૃદય જ જાણતું.
દાદા એ તો દાદા જ છે. રતનપોળમાંથી જ્યાં દાદાના. દરબારમાં પગ મૂકીએ કે એમ જ થાય કે બસ અહીંથી ખસવું જ નથી. દાદાની સૌમ્યમૂર્તિને નિરખ્યા જ કરું. દાદાના નેત્રમાંથી અમીવર્ષા વરસ્યા જ કરતી હોય તેમ લાગતું. એક બાજુ ધુપની ઘટાઓ પ્રસરતી હોય છે. સ્તવનો ગવાઈ રહ્યાં હોય છે. સ્તુતિઓ બોલાતી હોય છે. દર્શનાર્થીઓ દર્શન કરતાં હોય છે. ઘણી જ વાર હું દાદાની અમીવર્ષામાં ભીંજાઈ જતી. જાણે દાદા બે હાથ ફેલાવી મને આશીર્વાદ આપી રહ્યા હોય એમ લાગતું.
દાદાની ત્રણ પ્રદક્ષિણા કરતાં હતાં ત્યાં મારી નજર હવામાં લહેરાતી ધજા પર પડી. ધજા પવનથી ફરકી રહી હતી. અને સંદેશ આપી રહી હતી કે તમે બીજે ક્યાંય નહીં જાઓ. અહીં દાદાની નિશ્રામાં જ આવી જાઓ. જગતનાં તમામ દુઃખો ભૂલાઈ જશે. અહીં તમને પરમ શાંતિ મળશે. આવા ભાવોલ્લાસથી ખૂબ ખૂબ આનંદ થતો.
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૪
દરરોજ પ્રદક્ષિણા કરતાં કરતાં દૂહા ઉપરાંત મારી પસંદગીની કડીઓ મારા મુખમાંથી સરી પડતી.
પગ અધીરાં દોડતાં દેરાસરે દ્વારે પહોંચે ત્યાં અજંપો થાય છે કે
જ્યાં તમારા મુખના દર્શન થાય છે ! આંખડી મારી પ્રભુ હરખાય છે !
આ પંક્તિ હંમેશાં હું ગાતી હતી. દાદાનું ભાવપૂર્વક ચૈત્યવંદન કરી અમે ઘેટીની પાગે ઉતર્યા.
ઘેટીની પાર્ગ દર્શન કરી અમે નવટૂંકમાં આવ્યાં. નવટૂંકમાં ચાલવાનું બહુ છે. પગથીયાં પણ છે. ટૂંક એટલે દેરાસરનો સમૂહ.
દાદાની ટૂંકમાં દર્શન કરી મોતીશા શેઠની ટૂંકમાં દર્શન કરવા ગયા આ ટૂંક નલિની ગુલ્મ વિમાન જેવી દેખાય છે. બહુ જ સુંદર છે. ત્યાંથી બાલાભાઈની ટૂંકમાં દર્શન કરી થોડું ચઢીએ એટલે ડાબી બાજુ પહાડમાં બનાવેલી અર્બદ દાદાની ભવ્ય પ્રતિમા છે. ત્યાં પડઘા સાંભળવાની બહુ મઝા આવે છે. દાદા ઘી ખાશો કે ગોળ ! જે વાક્ય છેલ્લું હોય તેનો પડઘો પડે છે. અમે પણ નાનાં બાળકની જેમ આ વાક્ય ત્યાં જોરજોરથી બોલતાં હતાં. પડઘા સાંભળીને ખૂબ મઝા આવતી હતી.
થોડાં પગથીયાં ઉપર ચઢીએ એટલે ડાબી બાજુ એક નાની દેરીમાં શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે. આ પ્રતિમાને
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૫
જોઇને બધા લોકો એમ કહેતા કે માણેકબાઇ મોતી માટે રીસાઇને બેઠા છે. આવી લોકવાયકા ચાલે છે. ત્યાંથી મોદીની ટૂંકમાં દર્શન કરી હેમાભાઇની ટૂંકમાં દર્શન કરી ઊજમફઇની ટૂંકમાં આવ્યાં, ત્યાં નંદીશ્વરદ્વીપની રચના બહુ જ સુંદર છે તેના દર્શન કરી સાકરવસી ટૂંકમાં દર્શન કરી છીપાવસી ટૂંકમાં દર્શન કરી છેલ્લે ચૌમુખજીની ટૂંકમાં દર્શન કર્યા. આ સૌથી ઊંચી ટૂંક છે. બધી જ ટૂંકમાં મૂળનાયક ભગવાનની આગળ ચૈત્યવંદન કરતાં હતાં. ત્યાંથી અંગારશાપીરના દર્શન કર્યા. નરશી કેશવજીની ટૂંકમાં દર્શન કરી અમે નીચે ઉતર્યા.
છેલ્લા બે દિવસથી એકાસણાં કર્યા પછી અમે ધાનેરા ધર્મશાળામાં પૂ. આચાર્ય મ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ. સા.નાં વ્યાખ્યાન સાંભળવા જતાં. ધાનેરા ધર્મશાળા પાસે મોટો ટેન્ટ બાંધેલો હતો. તેમાં તેમનાં વ્યાખ્યાન થતાં હતાં. સમ્યક્ દર્શન અને દાન ઉપર વ્યાખ્યાન ચાલતું હતું. એકદમ સહેલી ભાષામાં સુંદર રીતે જિનવાણી પીરસાતી હતી. પૂજ્યશ્રીએ દાન માટે ભીમા કુંડલીયાનું દૃષ્ટાંત આપેલું. કથા જાણીતી હતી પણ તેમના મુખે સાંભળવાની બહુ મઝા આવી હતી.
અમે પાલનપુર ધર્મશાળામાં સાંજે બધાં સાથે જ્યારે પ્રતિક્રમણ કરતાં ત્યારે બહુ મઝા આવતી. પ્રતિક્રમણ પછી થોડો સમય સ્વાધ્યાય કરતા અને સૂત્રોના રહસ્યો જાણવા મળતાં. અમારો રૂમ સાંજે પ્રતિક્રમણ હોલ જેવો થઇ જતો. અહીં કંપની સારી હતી. જેથી આરાધના કરવામાં પણ ઘણો ઉત્સાહ રહેતો.
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૬
બધાં એક બીજાંને ઉત્સાહ આપતાં મુંબઇ - અમદાવાદ અને અમેરિકાથી અવારનવાર ફોન આવતા. સગાં-સ્નેહી સંબંધીઓ પાલીતાણા આવ્યા હોય તો અમને મળવા અવશ્ય આવતાં. બધાંને મળી આનંદ થતો.
અમારી આરાધના દાદાના પ્રતાપે સારી ચાલતી રહી. અમારી કોઇ શક્તિ કે ગજુ ન હતું પણ આ બધો જ દાદાનો પ્રભાવ હતો કે અમે નિર્વિઘ્ને દરરોજ સુંદર જાત્રા કરતા. દાદા કહે છે કે તું ભાવ બતાવ, હું તને પ્રભાવ બતાવું. દાદા કશું કહેતા નથી પણ આપણી અપેક્ષાએ આપણને જાણે દાદા ઘણું કહી રહ્યા હોય તેમ ઘડીએ ઘડીએ અમને ભાસ થતો, દાદા તારી અસીમ કૃપા છે. તારા શરણે આવેલાને તું અવશ્ય શરણું આપે છે. જય જય શ્રી આદિનાથ.
યાત્રા દિવસ
૨૪-૨૫
જય તળેટીએ દર્શન કરી જ્યારે ગિરિરાજ ચઢીએ છીએ ત્યારે ભાવનાની ભરતીથી તરબોળ થઇ જઇએ છીએ. સવારે હીંગલાજ માતાનો હડો પસાર કરીએ પછી ઉપરની તાજી નરવી હવાનો સ્પર્શ થાય છે. તે હવા જાણે અમને ભેટવા આવતી હોય તેવો અનુભવ થાય છે.
અહીંથી તળેટી તરફ નજર કરીએ તો નીચે દૂર દૂર ધર્મશાળાઓ, પાલીતાણા શહેર અને મંદિરોની ભવ્ય રોશની
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૭
દેખાય છે. ચારે બાજુ કુદરત પથરાયેલી નજરે પડે છે. ધીરે ધીરે અમે ઉપર જતાં હોઇએ છીએ ત્યારે નીચે જે દૃશ્ય દેખાય છે તે જોઇને મનમાં એમ થાય છે કે આ દૃશ્યને મારા દિલમાં જકડી લઉં ખૂબ ખૂબ સુંદ૨, અતિ સુંદર દૃશ્ય હોય છે. મનમોહક આ દશ્ય હોય છે.
દરરોજ દાદાની ભવ્ય આંગીનાં દર્શન થાય છે. આજે તો એવી સુંદર અંગરચના હતી કે સતત નિરખ્યા જ કરીએ. અહીંથી ખસવાનું મન જ થતું ન હતું. દાદાને બસ નિહાળ્યા જ કરીએ. દાદાના દર્શન કરી નિત્યક્રમ મુજબ અમે ઘેટી પાગે જવા નીકળ્યાં. ઘેટી પાગે રસ્તામાં ઝાડપાન તરફ નજર પડી. મેં ડોળીવાળા ભાઇને પૂછ્યું કે આ ઝાડ શેના છે ? તેઓએ કહ્યું કે લીમડાનાં છે.
ઘેટીની પાગે જતાં શરૂમાં લીમડાનાં વૃક્ષો આવે છે. પછી મોટી પરબ આવે છે ત્યાર પછી ઠેર ઠેર લીમડાના વૃક્ષો અને બાવળનાં (ગાંડો બાવળ) વૃક્ષો આવે છે. એક પરબ આગળ બન્ને બાજુ મોટા વડલા છે. બીજા પણ કયાંક કયાંક વડલા અને તેની વડવાઇઓ નજરે પડે છે. લીમડાના ઝાડને જોયા પછી થયું કે આ પણ કુદરતની કેવી કરામત છે. યાને આ બધો દાદાનો જ પ્રતાપ છે.
અહીં ઘેટીની પાગે આવતાં યાત્રાળુઓને પૂરતો ઓકિસજન મળી રહે તેથી અહીં લીમડો જ લીમડો છે. લીમડાની હવા સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. લીમડો,
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૮
બાવળ અને વડલાના પાનના આકાર અલગ-અલગ હોય છે. જેથી તરત ઓળખાઈ જાય છે. બાવળનો ઉપયોગ દાતણ માટે પણ કરાય છે. લીમડો બધી જ રીતે ઉપયોગી છે. સૃષ્ટિમાં આવી નેચરલ વ્યવસ્થા જોઈ ઘડીભર મનમાં થતું કે વાહ દાદા, શું તારી કૃપા છે !
આજે નીચે તળેટીએ ધાનેરાવાળી ધર્મશાળાના યાત્રિકો સ્નાત્રપૂજા કરવાના હતા, અમે બધાં તેમાં જોડાઈ ગયાં જેથી અમને સ્નાત્રપૂજાનો સંપૂર્ણ લાભ મળ્યો.
આમ અમારો આખો સમય ગિરિરાજના સાનિધ્યમાં પસાર થયો. અહીં એકબીજાની કંપની સારી હતી જેથી જાત્રામાં ઉત્સાહ અને આનંદમાં ભરતી થતી.
અમેરિકાથી અમે સાત જણાં નવ્વાણું કરવા આવ્યાં છીએ. હું, ચન્દ્રકાન્ત, ભરતભાઈ, ઈન્દિરાબેન, નીમુબેન, જસવંતભાઈ અને જ્યોસ્નાબેન આમ સાત જણાં છીએ. ભરતભાઈ અને ઇન્દિરાબેને ગઈ સાલ ઉપરનું નવ્વાણું કરેલ જેથી આ વર્ષે નીચેનું નવ્વાણું કરતા હતા. પણ અવારનવાર ઉપર દાદાની જાત્રા કરવા આવતાં. બાકી અમે પાંચે જણાં ઉપરની નવ્વાણું યાત્રા કરતાં હતાં.
દરરોજ બન્ને ભાઈઓ ચઢવા-ઉતરવામાં સાથે હોય છે. ચંદ્રકાન્ત અને જસવંતભાઈ દરરોજ બે જાત્રા ચઢીને કરે છે. તેઓ ડોળીનો ઉપયોગ કરતા નથી અને કરવાના પણ નથી. અમે ત્રણ
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૯
ત્રિપુટી બેનો સાથે હોઇએ છીએ. જાત્રા કરી નીચે આવીએ પછી અમે સાતે જણાં એકાસણામાં સાથે હોઇએ છીએ અને પછી સાંજે બધાં ભેગાં થઇએ ત્યારબાદ પ્રતિક્રમણ બધાં જ સાથે કરતાં. આમ અમને બધાંને એકબીજાની સારી કંપની મળી હતી. જેથી જાત્રામાં ઉત્સાહ સારો રહેતો, આનંદભેર દિવસો જતા.
યાત્રા દિવસ ૨૬-૨૯
અમે અહીંના વાતાવરણમાં સેટ થઇ ગયાં હતાં, અમારા ઉતારાની ધર્મશાળાનું નામ “પાલનપુર યાત્રિક ભવન” છે. અમે પહેલે માળે ૨૬ નંબરની રૂમમાં રહેલાં છીએ. અમારા સાથીદારોની રૂમ્સ પણ એક જ લાઈનમાં છે. અમારા રૂમમાંથી શત્રુંજય ગિરિરાજનાં સરસ દર્શન થાય છે. જેથી ઊઠતાં-બેસતાં, બારણું ખોલતાં શત્રુંજય જ નજરે પડે છે.
જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં દર્શન ગિરિરાજનું. શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયું મારું હર્ષ ધરે, મહિમા મોટો એ તીરથનો, સુણતાં તનડું નૃત્ય કરે, કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે, એ તીરથનું શરણું હોજો, ભવોભવ બંધન દૂર કરે. ધન્ય અમારું જીવન ધન્ય અમારી દાદા સાથેની પળો. હવે ૨૬ દિવસો ગયા પછી જ્યારે ઉપર ચઢીએ ત્યારે
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૦
સારું એવું અંધારું હોય છે. હિંગળાજના હડાથી થોડું ઉપર ચઢીએ ત્યારે આછો આછો પ્રકાશ થાય છે. ત્યાંથી ચૌમુખજીની ટૂંકનાં દર્શન થાય છે. નમો જિણાણે બોલી અમે આગળ વધતાં હતાં. અહીંનું વાતાવરણ આહલાદક હોય છે. દાદાને સ્પર્શને આવતી તાજી હવાનો અહીં પરિચય થાય છે. વાતાવરણ ખુશનુમા હોય છે.
આજે દાદાની આંગી ભવ્ય હતી. ગળા આગળ ગુલાબી ગુલાબનાં ફૂલો, હારની જેમ શોભતાં હતાં. હાથ ઉપર પણ ગુલાબી ફૂલ હતાં. વચ્ચે વચ્ચે લીલા કલરના પાંદડા હતા. બેઠક આગળ ગુલાબના ફૂલોનો ઢગલો ગોઠવેલો હતો. હાથમાં બન્ને બાજુ બાજુબંધ કરેલા હતા. દાદાનો આજે વટ પડતો હતો. ઘણો જ દબદબો પડતો હતો. દાદાની ઠકુરાઈ આગળ બધાં પાણી ભરે છે. રોજ સવારે આંગીના દર્શન કરવા તે પણ એક લ્હાવો છે.
ગિરિરાજ પર આજે ઘણાં ભાઈ-બહેનોએ ચૌવિહાર છઠ્ઠ કરી સાત જાત્રા કરી હતી. રંગમંડપમાં ઘણી બધી સંઘમાળ હતી. જેથી રંગમંડપ ગાજતો હતો. હવે થોડી ઠંડી પડવી શરુ થઈ ગઈ હતી. ઠંડો ઠંડો પવન શરીરને સ્પર્શ કરતો હોય છે. ઠંડીમાં લાઇનમાં ઊભાં રહેતા તથા ધક્કા મુક્કીમાં અને પછી દાદાનો પ્રક્ષાલ કરતાં ખૂબ આનંદ આનંદ થઈ જાય છે. દાદાના પગ આગળનું નમણ આંખે, ગળે અને મસ્તકે લગાડતાં જાણે કર્મોના ભુક્કા થતાં હોય તેવો અનુભવ થાય છે.
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
૬૧
ઘેટી પગલે આજે વિશેષતા હતી. અલબેલા રાજુભાઇ તેમનાં સગાં અને મિત્ર પરિવાર સાથે સંઘ પૂજન કરવા બેઠા હતા. બે બહેનો કેસરનો ચાંદલો કરે, પછી બાદલું લગાડે. એક જણ પાંચ રૂપિયાની પ્રભાવના કરે. એક બેન બધાંના પગ ધુએ. બીજા કપડાંથી લૂછે. પછી રાજુભાઇ પણ બધાંના પગ ધુએ અને બીજા ભાઇ કપડાંથી પગ લુછે. સુંદર દૃશ્ય હતું.
આદેશ્વર અલબેલો છે તેની ધૂન ગાતાં ગાતાં રાજુભાઇ બોલ્યે જતાં હતાં કે, આવો.....આવો.....તપસ્વી આવો..... યોગી આવો..... રાજુભાઇ અલબેલાને લાભ આપો. આ દૃશ્ય જોઇ મને ખૂબ ભાવ આવી ગયો. મેં રાજુભાઇને કહ્યું કે મારી પાસે કેમેરા હોત તો ફોટા પાડી લેત. મેં કહ્યું કે તમારો હાથ મારા માથે મૂકો અને મને આશીર્વાદ આપો કે અમે પણ તમારી જેમ ભાવથી આવી સંઘ પૂજા કરીએ. આજે દિવસ ધન્ય બની ગયો.
આમ દિવસો પર દિવસો દાદાના સાનિધ્યમાં પસાર થાય છે. દાદાની અમારા બધાં પર અસીમ કૃપા વરસી રહી છે. હે કૃપાળુ તમે ખરેખર અમારા બધાં ઉપર કૃપા વરસાવી રહ્યા છો. આજે મારે પચાસ જાત્રા પૂર્ણ થઇ છે. હૈયામાં ઘણો આનંદ છે. દાદાના દર્શનનો જે આનંદ થાય છે તે અકથનીય છે. એ આનંદ તો અનુભવથી જ સમજાય તેવો છે. તેનું શબ્દોથી વર્ણન થાય તેમ નથી.
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
યાત્રા દિવસ
આજે અમારા માટે સોનાનો દિવસ ઊગ્યો. નિત્યક્રમ પ્રમાણે રોજના સમયે ગિરિરાજ પર જવા નીકળ્યાં. આજનું વાતાવરણ કંઇક જુદું હતું. આજે અમને કોઇ સારો લાભ થવાનો હતો તેનો સંકેત આવી રહ્યો હતો. રામપોળ પહોંચ્યા ત્યારે સવારની ૬:૨૦ થઇ હતી. રામપોળના દ્વાર બંધ હતાં. સાધુસાધ્વી શ્રાવક-શ્રાવિકાઓ દ્વાર ખૂલે તેની ઈંતેજારીમાં હતાં. અમે પણ બધાં સાથે જોડાઇ ગયાં. દેવ નગરીમાં આવી પહોંચ્યા હોઇએ તેવું દૃશ્ય અદ્ભુત લાગતું હતું. એક ભાઇ ધૂન બોલાવતાં હતા અને સૌ મોટે મોટેથી આદિનાથ કહી આકાશ ગજાવતા હતાં. ધૂનના શબ્દો આ પ્રમાણે હતા
-
૬૨
30
જય જય શ્રી આદિનાથ, સિદ્ધાચલમાં આદિનાથ. વિમલાચલમાં આદિનાથ, હસ્તગિરિમાં આદિનાથ. મોતીશા ટૂંકમાં આદિનાથ, ઘેટી પગલે આદિનાથ. નવ્વાણું કરાવે આદિનાથ, સૌ કોઇ બોલે આદિનાથ. ભાઇઓ બોલે આદિનાથ, બહેનો બોલે આદિનાથ. વૃદ્ધો બોલે આદિનાથ, બાળકો બોલે આદિનાથ. કર્મ ખપાવે આદિનાથ, મોક્ષ અપાવે આદિનાથ. ઉપર નીચે આદિનાથ, બધી દિશામાં આદિનાથ. પ્રથમ તીર્થંકર આદિનાથ, મરુદેવા નંદન આદિનાથ. જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ.
આમ સૌ ભાવિવભોર હતાં. દાદાના મિલનની ઘડીની
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૩
રાહ જોવાઈ રહી હતી. સ્તવનો, સ્તુતિઓ વિગેરે ગવાઈ રહ્યાં હતાં. ઉપર આકાશમાં તારલાઓ ટમ ટમ કરી રહ્યા હતા. ચારે બાજુ વાતાવરણમાં મિલનનો માહોલ સર્જાયો હતો. આપણે જાણે કોઈ સ્વર્ગીય લોકમાં આવી ગયાં હોઈએ તેવું સુંદર વાતાવરણ હતું. દેવલોકમાંથી દેવ-દેવીઓ ઉતરી આવ્યાં હોય તેવું દૃશ્ય હતું.
જેવાં રામપોળના દરવાજા ખૂલ્યા કે હું અને નીમુબેન બધાંની સાથે દોડ્યાં. સગાળપોળ-વાઘણપોળ-હાથીપોળ વટાવી અમે રતનપોળના પગથીયાં ઝડપથી ચઢી ગયાં. ત્યાં જ ત્રિલોકના નાથ આદેશ્વર દાદાની પ્રતિમાના ભવ્ય દર્શન થયાં. દાદાને ભેટવા દાદાના દરબારમાં પહોંચી ગયાં. હૈયું ગદ્ગદ્ બની ગયું. દાદાના દર્શન કરતાં કરતાં હર્ષનાં આંસુ ઊમટી આવ્યાં. આજનો દિવસ ધન્ય બની ગયો. આજે અતિશય હર્ષાવેશમાં આવી ગયાં. અમે ભાવમાં ગરકાવ બની ગયાં.
દાદાના દરબારમાં ધૂપની ઘટાઓ ચારે બાજુ પ્રસરી રહી હતી. આજે દીવાઓની રોશની કંઈક જુદી જ હતી. ધૂપ - દીપ - ચામર થઈ રહ્યાં હતાં. દાદાની સ્તુતિ – સ્તવન ગવાઈ રહ્યાં હતાં. હંમેશ મુજબ અમને દાદાના ભંડાર આગળ જગ્યા મળી. અમે બેસી ગયાં. સાથિયો કરી ચૈત્યવંદન શરૂ કર્યું. દાદાનું મુખ પૂનમના ચંદ્ર જેવું શોભતું હતું.
દાદાની કરુણાની વર્ષાથી દાદાની આંગી ઓર ઝગારા મારતી હતી. દાદા ખૂબ શોભતા હતા. આજે સ્તવન ગાતાં ગાતાં
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૪
હું અને નીમુબેન રડી પડ્યાં. આ પળ અમારા માટે બહુ કિંમતી હતી. જાણે કે દુનિયા આખી થંભી ગઈ હોય તેવું લાગતું હતું. દાદાની કરુણા અમારા ઉપર વરસી રહી હતી. તે વર્ષામાં અમે ભીંજાઈ પાવન થઈ રહ્યાં હતાં. દાદા તો હંમેશાં બધાંને પાન કરતા જ હોય છે. જો આપણો ભાવ દાદામાં ભળી જાય તો તમને જરૂર આશ્ચર્ય થશે અને તમને તેની અનુભૂતિ પણ જરૂર થશે.
ધીરે ધીરે અમે લાગણીઓને અમારા હૃદયમાં જકડી રાખી પછી રંગમંડપમાં આવ્યાં અને ત્યારબાદ ઘેટીના પગલે દર્શન કરવા નીકળી ગયાં.
ઘેટીના પગલે દર્શન કરી અમે દાદાના દરબારે પાછાં આવ્યાં. સ્નાન કરી પૂજાના કપડાં પહેરી પ્રક્ષાલની લાઇનમાં ઊભાં રહ્યાં. પ્રક્ષાલ પણ બહુ જ સુંદર રીતે થયો.
આજે ન્યુજર્સીવાળા હેમાબહેન આવેલ હતાં. તેઓ પ્રક્ષાલ પૂજા અને પુષ્ય પૂજાનું ઘી બોલ્યાં હતાં. અમને બધાને દાદાની નવ અંગે પૂજા કરવાનો લાભ મળ્યો હતો. પુષ્ય પૂજાનો પણ લાભ મળ્યો હતો. હેમાબહેનનો ખૂબ ખૂબ આભાર માન્યો. નવા અંગે બહુ જ શાંતિથી પૂજા કરવા મળી. ઘણા જ ભાવથી અમે પૂજા કરી.
દાદાના પબાસણ નીચે ચક્રેશ્વરી દેવી તથા નવગ્રહ છે. અમે દેવી ચક્રેશ્વરીની અને નવગ્રહની પણ પૂજા કરી. વચમાં ચક્રેશ્વરી માતા અને તેમની આજુબાજુ પાંચ ગ્રહ અને ચાર
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
- ૬૫
ગ્રહ. આમ નવગ્રહની પૂજા કરી. આજે અમારો દિવસ ધન્ય બની ગયો. આ બધો દાદાનો પ્રતાપ છે એમ લાગ્યું.
આજની જાત્રા સફળ થઈ ગઈ. ધન્ય આજનો દિવસ. ધન્ય આજની પળો. ધન્ય આજની શુભ ઘડી. અમારા હૃદયમાંથી શબ્દો સરી પડ્યા. જય જય શ્રી આદિનાથ. અમારા દિલમાં આદિનાથ. સાચા દેવ આદિનાથ. ખૂબ ખૂબ આનંદ આવ્યો.
આજે નીચે ઊતરતાં હતાં પણ મન તો આનંદની ક્ષણો વાગોળતું હતું. વીતેલી સુંદર પળોને યાદ કરતાં કરતાં ક્યારે તળેટીએ પહોંચી ગયાં એ ખબર ન પડી. આદિનાથ દાદાનો, ગિરિરાજનો અને જય તળેટીનો શિરસ્પર્શ કરીને આભાર માન્યો.
યાત્રા દિવસ - ૩૧-૩ર
આજે એકત્રીસમો દિવસ છે. આજે પૂનમ છે. નવ્વાણુ જાત્રાને મહિનો થયો છે. આજે મારે પ૪ જાત્રા થઈ છે. કુલ ૧૦૮ કરવાની ભાવના છે. બરાબર અડધે આવી છું. આ બધી જાત્રા દાદાની કૃપાથી જ થાય છે. મારી કોઈ તાકાત નથી કે હું આટલી જાત્રા કરી શકું. દાદા મને જાત્રા કરાવે છે અને દરરોજ એકાસણાં પણ કરાવે છે. દાદા, ઓ દાદા ! હું તમારા ઉપકારનો બદલો કેવી રીતે વાળીશ? દાદા ભવોભવ તું મને મળજો. જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી તું જ મને મળજો.
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૬
પ્રભુ તેં મને જે આપ્યું છે તેનો બદલો હું શું વાળું? બસ તારી ભક્તિ કરી કરીને મારા અંતરને ઠારું.
હવે પરોઢીએ ચંદ્રનું અજવાળું રહેતું હોવાથી ચઢવામાં અનુકૂળતા રહે છે. આજે દાદા - ઘેટી પાગ - નવટૂંક કરી પાછા દાદાના દરબારમાં આવી ગયાં. આજે કોઇ સંઘ આવેલો હતો. જેથી રંગમંડપ ભરચક હતો. રંગમંડપમાં સ્નાત્રપૂજા - નવ્વાણું પ્રકારની પૂજા વિગેરે પૂજાઓ ચાલતી જ હોય છે.
કોઇવાર રાયણપગલે, કોઇવાર પુંડરીકસ્વામીએ તો કોઇવાર શાંતિનાથના દેરાસરમાં પણ સ્નાત્રપૂજા ચાલતી હોય છે. આમ દરબારમાં, રંગમંડપમાં વાતાવરણ જલસા જેવું લાગે છે. ખૂબ ખૂબ આનંદથી જાત્રા થાય છે.
આજે સાંજે પ્રતિક્રમણમાં તરુણાબેન નામનાં એક બેન હતાં તેઓ શત્રુંજયનું સ્તવન અને સજ્ઝાય બહુ જ સારી બોલેલાં. તે સાંભળતાં સાંભળતાં જાણે આખું દૃશ્ય નજર સામે આવતું હતું. આમ અમારા દિવસો આરાધનામાં પસાર થાય છે.
યાત્રા દિવસ - ૩૩
આજે જય તળેટીએ ઘણું માણસ હતું. ધાનેરાવાળી ધર્મશાળામાં ૩૦૦ જણાં છઠ્ઠ કરી સાત જાત્રા કરવા આવ્યા હતા. ગિરિરાજ પર ચઢતાં આજે તપસ્વીઓનું ટોળું હતું. ઉપર
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
સગાળપોળ પાસે મોટો તંબુ બાંધેલો હતો. જેથી તપસ્વીઓની વૈયાવચ્ચ કરી શકાય.
ઘેટીની પાગે જતાં ઠેર ઠેર નાના-નાના તંબુઓ બાંધેલા હતા. તે તંબુમાં જાજમ બિછાવેલી હતી. એક પાણીનું મોટું પ્રમ હતું. ખુરશીઓ હતી. સ્વયંસેવકો હતા. છઠ્ઠવાળા તંબુમાં આરામ કરી શકે તેવી સુંદર વ્યવસ્થા હતી. રસ્તામાં ઠેર ઠેર તપસ્વીઓ ઉપર ગુલાબ જળ છંટાતું હતું. સ્વયંસેવકો તપસ્વીઓને પ્રોત્સાહન આપી રહ્યાં હતાં.
ઘેટીની પાગે સ્વયંસેવકો તપસ્વીઓને સમૂહમાં ચૈત્યવંદન કરાવી રહ્યા હતા. ઉપર રંગમંડપમાં, રાયણપગલે, પુંડરીકસ્વામીએ અને શાંતિનાથ આગળ પણ સ્વયંસેવકો તપસ્વીઓને ચૈત્યવંદન કરાવતાં હતા. આ જલસો જોઈ તપસ્વીઓ અને સ્વયંસેવકોની અનુમોદના થઈ જતી હતી. વાતાવરણ ખૂબ જ આલાદક અને અનુમોદનીય હતું. તપસ્વીઓના ઉત્સાહમાં વધારો કરે તેમ ઠેર ઠેર વાતાવરણ દેખાતું હતું.
આ બધા વચ્ચે રંગમંડપમાં પૂજા વિ.નું ઘી જ્યારે બોલાતું હોય, પ્રક્ષાલની લાઈનો હોય, લોકો હાથમાં પૂજાની થાળી લઈ
જ્યારે ઉભેલા દેખાતા હોય અને પ્રદક્ષિણા કરનારા તપસ્વીઓ ચારે બાજુ જ્યારે નજરે પડતા હોય ત્યારે કોઇ જુદી જ દુનિયામાં આપણે હોઈએ તેવું લાગતું. આવા વાતાવરણમાં અમને દુનિયાની કોઈ ચીજ યાદ આવતી ન હતી. ફક્ત દાદાના પ્રક્ષાલ-પૂજામાં જ મન રમ્યા કરતું હતું.
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૮
છ ગાઉની યાત્રા : યાત્રા દિવસ-૩૪
આજે અમે દાદાની જાત્રા કરી સવારે આઠ વાગે રામપોળથી છ ગાઉની જાત્રા કરવા નીકળી પડ્યાં હતાં. અમારી સાથે ચાર ધર્મશાળાના યાત્રિઓ હતાં. રામપોળની બહાર નીકળી સૌ પ્રથમ જમણી બાજુના રસ્તેથી જવાનું હતું. થોડું ચાલ્યા અને થોડા પગથીયાં ઊતર્યા.
(૧) સૌ પ્રથમ દેવકીના છ પુત્રોની દેરી આવે છે. તેઓ અહીંથી સિદ્ધગતિએ ગયેલા. તેઓને નમો સિદ્ધાણં કહી અમે આગળ ચાલવા માંડ્યાં. ત્યાં આગળ આગળ થોડું ચાલવાનું અને થોડાં પગથીયાં આવે છે. આ રસ્તો નીચે તરફ જાય છે.
(૨) ઉલ્કાજલ આવે છે. અહીં એક નાની દેરી છે. તેમાં આદિનાથ ભગવાનનાં પગલાં છે. અમે ત્યાં સાથિઓ કરી ચૈત્યવંદન કર્યું. ત્યાં એક નાનું ઝરણું છે. કહેવાય છે કે દાદાનું ન્હવણ જળ જમીનમાં થઇ અહીં આવતું હતું.
(૩) અજિતનાથ અને શાંતિનાથની બે દેરીઓ આવે છે. કહે છે કે પહેલાં આ બે દેરીઓ સામ સામે હતી. પછી નંદીષેણમુનિએ અજીત-શાંતિની રચના કરી તેના પ્રભાવથી આ દેરીઓ બાજુબાજુમાં આવી ગઇ. અમે બધાંએ સમૂહમાં ત્યાં ચૈત્યવંદન કર્યું. ત્યાં બાજુમાં જ એક તળાવ છે.
(૪) ચંદન તળાવડી છે. જેને ચિલ્લણ તળાવડી પણ કહેવાય છે. આવી દંતકથા છે કે ચિલ્લણમુનિ સાથે સંઘના માણસો
For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
S૯
જતા હતા. ત્યાં બધાં તૃષાતુર થવાથી ચિલ્લણમુનિએ પોતાની આરાધનાના પ્રભાવે સ્તુતિ કરી અને ત્યાં પાણી નીકળ્યું. ત્યાં તેમના નામ ઉપરથી તળાવનું નામ ચિલ્લણ તળાવડી થયું. અપભ્રંશ થઈને ચંદનતળાવડી નામ રહ્યું. બાજુમાં મોટી શીલા છે.
| (૫) ચંદન તળાવડી પાસે સિદ્ધશિલા છે. અહીં અનંતા આત્માઓ સિદ્ધ થયા છે. અહીં લોકો સંથારા મુદ્રાએ ૧૦૮, ૨૭, ૨૧ અથવા ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ન કરે છે. જેથી પૂર્વે થયેલ મુનિઓની સ્મૃતિ થાય. અમે બધાએ સિદ્ધશીલા ઉપર સંથારા મુદ્રાએ ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ન કર્યો હતો. અમે બે હાથ જોડી સિદ્ધાત્માઓને વંદન કર્યા. અમે અહીંની યાદગીરી માટે ડોળીવાળા સાથે ફોટા પડાવ્યા હતા.
અહીંથી લાંબુ ચઢાણ આવે છે. અહીં (ચંદન તળાવડી) આવો એટલે અડધે આવ્યા એમ ગણાય. પછી પગથીયાં આવે છે. હીંમત ભેગી કરી આદિનાથ દાદાની જય બોલાવી હાથમાં લાકડીના ટેકે હું ડુંગર ચઢી ગઈ. આ હું નથી ચઢી રહી તેવો હરપળે અહેસાસ થવા લાગ્યો. આટલા ઊંચા ચઢાવમાં સહાયક તરીકે કોઈ દૈવીતત્ત્વ જ આમાં કામ કરતું હતું.
(૬) ભાંડવાનો ડુંગર : આખો ડુંગર હું ચઢી ગઈ. ભાંડવાનો ડુંગર ચઢીએ એટલે ત્યાં એક મોટો ઓપન રંગમંડપ આવે છે અને ત્યાં એક દેરીમાં દાદા આદિનાથનાં પગલાં છે તેમજ શાંબ અને પ્રદ્યુમ્નના પગલાં છે. શાંબ અને પ્રદ્યુમ્ન બન્ને શ્રીકૃષ્ણના પુત્રો થાય. ફાગણ સુદ-૧૩ના દિવસે સાડા આઠ
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૦
ક્રોડ મુનિઓ સાથે તેઓ મોક્ષે ગયા છે. અહીં અમે બધાએ સાથે ચૈત્યવંદન કર્યું.
ફાગણ સુદ-૧૩ના દિવસે યાત્રિકો છ ગાઉની યાત્રા કરે છે. અહીં એ દિવસે સખત ભીડ હોય છે. પ્લેટફોર્મની બાજુમાં એક મોટો વડલો છે. ત્યાં અમે બધાંએ ડોળીવાળાઓ સાથે ફરીથી ફોટા પડાવ્યા. પછી ત્યાંથી અમે બીજા રસ્તે ઉતરવાનું ચાલુ કર્યું. પગથીયાં અવારનવાર આવે છે. નીચે ઉતર્યા પછી થોડું ચાલવાનું આવે છે. પછી ત્યાં એક ગેટ આવે છે. એ ગેટ ઉપર એક મોટું બોર્ડ હતું.' યાત્રિકો પધારો - યાત્રિકોની ભૂરી ભૂરી અનુમોદના....
અંદર એક બેન બધા યાત્રિકોનું સંઘપૂજન કરતાં હતાં.
(૭) આ જગ્યા એ સિદ્ધવડ છે. અહીં મોટા મોટા વડલા છે. મોટી મોટી વડવાઇઓ છે. ચારે બાજુ નજર નાંખો તો તમને ડુંગરા જ ડુંગરા દેખાય. દૂર દૂર ગાયો ચરતી દેખાય. દશ્ય એકદમ જ મનોહર હતું. આકાશ પણ આછા વાદળી રંગથી રંગાયેલું હતું. જાણે કોઈએ બેસીને પીંછીથી આખું દશ્ય ઊભું કર્યું હોય તેવું મનમોહક દૃશ્ય હતું. આંખને ઊઠાવવી ગમતી ન હતી. નજર ઘણા સમય સુધી ચોંટેલી રહી.
ફાગણ સુદ તેરસના દિવસે અહીં મોટા પાલ બંધાય છે અને યાત્રિકો બરા-દહીં વગેરે વાપરે છે. આ જગ્યા આટલી સુંદર અને પવિત્ર! આ સિદ્ધવડ આગળ અનંતા આત્માઓ સિદ્ધ
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
-
૭૧
થયા છે. વડલાની વચ્ચે એક મોટી દેરી છે. તેમાં આદિનાથ દાદાના પગલાં છે. રંગમંડપ પ્રમાણમાં મોટો છે અને ચારે બાજુથી ખુલ્લો છે. ત્યાં અમે બધાંએ સાથિઆ કરી સમૂહમાં ચૈત્યવંદન કર્યું. ભાડવાના ડુંગર ઉપરથી આ સિદ્ધવડ દેખાય છે. અહીં છ ગાઉની યાત્રા પૂર્ણ થાય છે.
આજે દાદા મારી પર વરસી ગયા હતા. મારા પગમાં કોણ જાણે દાદાએ ગજબની શક્તિ આપી હતી. દાદાના પ્રતાપે આજે છ ગાઉની જાત્રા સંપૂર્ણ ચઢીને કરી. ખૂબ આનંદ થયો. દાદાનો ખૂબ ખૂબ આભાર માન્યો. - અહીંથી અમે બધાં ચાલીને આદપર ગામમાં ગયાં. અહીં એક મોટું દેરાસર છે. આ દેરાસરમાં ૯૯ ઈચના આદિનાથ ભગવાન છે. પ્રતિમાજી ખૂબ જ સુંદર છે. દર્શન કરી આંખને તૃપ્તિ થઈ. આ પ્રતિમાજી કેવી રીતે ઘડાઈ તેનો પણ એક અભુત ઈતિહાસ છે. અમે જ્યારે ભાંડવાનો ડુંગર ઊતરતાં હતાં ત્યારે અમારી સાથે મહારાજ સાહેબ હતા, તેમણે નીચે મુજબ ઇતિહાસની વાત કહેલી.
મહારાજ સાહેબે કહ્યું કે અહીં એક મોટો આરસનો પથ્થર કેનમાં લાવવામાં આવ્યો. પથ્થરનું વજન બહુ હતું પણ જેવો ઉચકવામાં આવ્યો કે હળવો ફૂલ થઈ ગયો. ત્યાં એક કુશળ શીલ્પી હતો, તેને બોલાવવામાં આવ્યો. તેને લકવો થયેલો હતો જેથી તેણે કહ્યું કે હું એક ટાંકણું મારીશ પછી બીજા કામ કરશે. જ્યાં તેણે પહેલું ટાંકણું માર્યું કે તેનો લકવો દૂર થઈ ગયો. તેને
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
મનમાં એવો વિકલ્પ આવ્યો અને કહ્યું કે હું આટલા ઓછા પૈસાથી કામ નહીં કરું.
પછી તો ઘરે જતો રહ્યો. તેને ફરી લકવો થયો. ફરી તે અહીં આવ્યો. તેણે માફી માંગી અને ફરી ટાંકણું માર્યું. ત્યારે તેનો લકવો દૂર થઈ ગયો. તે શીલ્પીએ આ પ્રતિમાજી ઘડી. આ પ્રતિમાજી ઘણાં ચમત્કારીક છે તેમ તે મહારાજ સાહેબ કહી રહ્યાં હતાં. પ્રતિમાજી ખરેખર સુંદર અને અદ્ભુત છે.
અહીંથી અમારે પાલનપુર ધર્મશાળામાં પાછા જવાનું હતું. અમે એક છકડો કર્યો. છકડો એટલે લગભગ ૭-૮ જણ બેસી શકે તેવી ઓપન રીક્ષા. અમે ૧૦ જણાં હતાં. બીજાં ૩૪ જણા છકડામાં ગીચોગીચ બેઠાં. અર્ધા કલાકનો કાચો રસ્તો હતો. અમે આ છકડામાં આખાને આખા ઊછળતાં હતાં. ઘણો ભય પણ લાગતો હતો અને ઘણું હસવું પણ આવતું હતું. આ છકડાનો અનુભવ ભૂલાય તેવો નથી. જ્યારે ધર્મશાળાએ પહોંચ્યા ત્યારે બધાંએ નિરાંતનો શ્વાસ લીધો. આમ છ ગાઉની યાત્રા કાયમ માટે યાદ રહી જાય તેવી થઈ. ધર્મશાળામાં આવી અમે બધાંએ સાથે એકાસણાં કર્યાં. આ બધા દિવસો બહુ યાદ રહી જાય તેવા થઈ ગયા.
યાત્રા દિવસ - ૩૫ - ૩૮
આજે રાત્રે જય તળેટી શણગારવામાં આવી હતી.
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૩ મહાપૂજા હતી. ઠેર ઠેર ગહુલીઓ અને રંગોળીઓ પૂરવામાં આવી હતી. મુક્તિ શિવરમણીને જોવાની મઝા આવી હતી. આખી તળેટી અને રસ્તો શણગારવામાં આવ્યો હતો.
બીજે દિવસે દાદાની જાત્રા કરી અમે ઘેટી પાર્ગ દર્શન કર્યા પછી નવટૂંકમાં ગયાં. નવટૂંકમાં સવા-સોમા (ચૌમુખજી)ની ટૂંકમાં આજે અઢાર અભિષેક હતા. ચૌમુખજીના દેરાસરનો રંગમંડપ સાધુ-સાધ્વીઓથી ભરેલો હતો. જેનું મુખ્ય ઘી હતું તેઓ રંગમંડપમાં દાદા સમક્ષ હતા. આજે ચૌમુખજીના ચારે દ્વાર ખુલ્લા હતા. દરેક દ્વારે ભાઈ-બહેનો કળશ લઈને ઊભા હતા. આખી ભમતીની દેરીઓમાં શ્રાવક-શ્રાવિકાઓ હાથમાં કળશ લઈને ઊભા હતા.
ચૌમુખજી તથા બધી દેરીઓ શણગારવામાં આવી હતી. રંગમંડપમાં શ્લોકો બોલાતા હતા. ઢોલ-નગારા તથા શરણાઈવાળાઓ ધૂન મચાવતા હતા. જેવા શ્લોક બોલાય અને ડંકા વાગે ત્યારે બહાર ઢોલ-નગારાવાળા બધે ભમતીમાં ઢોલ વગાડતા-વગાડતા ફરે અને બધે જ સાથે અભિષેક થાય. ચારેબાજુ ધુપ ઉવેખાતો હતો. ધુપની સુગંધ ચોમેર પ્રસરી રહી હતી. વાતાવરણ ખૂબ સુંદર હતું અને ખરેખર માણવા જેવું હતું.
આ માહોલની વચ્ચે પગથીયાં ઉપર બેસી અમે ચૈત્યવંદન કર્યું. ભમતીમાં જ્યાં જ્યાં કળશ થતાં હતાં ત્યાંથી બધે જ અમે નમણ જળ લીધું અને આંખે લગાવ્યું. ખૂબ આનંદ આવ્યો. ત્યાંથી અમે અંગારશા પીરની દરગાહ જોવા ગયાં. જ્યારે જ્યારે
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૪ મોટા સંઘ આવે છે ત્યારે ત્યારે તેઓ અહીં દરગાહ ઉપર ચાદર ઓઢાડે છે. દર્શન કરી અમે તળેટી તરફ પ્રયાણ કર્યું.
આજે અમે સાતે જણાં ધાનેરાવાળી ધર્મશાળામાં નવ્વાણું કરતા યાત્રિકો સાથે એકાસણું કરવા જોડાયા હતા. અહીંનું વાતાવરણ તથા સજાવટ બહુ સુંદર હતી. અજબાણી પરિવાર એકાસણું કરાવતા હતા.
આજે મારે પાંસઠ જાત્રા થઈ હતી. દાદાની કૃપા વરસતી હતી આમાં આપણી કોઈ શક્તિ કામ લાગતી નથી. આપણે તો માત્ર મહેનત જ કરવાની, દાદા તેની કૃપા વરસાવતા જ રહેતા હતા. અમારી જાત્રામાં દિન પ્રતિદિન ઉત્સાહ વધતો જતો હતો.
ગિરિરાજના દર્શન કરવા ઘણું માણસ આવે છે. અવારનવાર જુદી જુદી સ્કૂલના બાળકો પણ આવે છે. એક દિવસ અંધશાળાની બહેનો પણ આવી હતી. ભારતની બહારના દેશોમાંથી ઘણા પરદેશીઓ પણ આ ગિરિરાજની મુલાકાતે આવે છે. આમ દાદાનો દરબાર સદા ગાજતો જ રહે છે. છઠ્ઠ કરીને જે તપસ્વીઓએ સાત જાત્રા કરી હોય છે તેની આસપાસ લોકોતપસ્વીનો જય જયકાર”! “તપસ્વી અમર રહો” આવા પ્રકારના વિશિષ્ટ ગુંજારવથી દાદાના દરબારનું વાતાવરણ જીવંત લાગે છે. છઠ્ઠ કરીને સાત જાત્રા કરનારને પ્રક્ષાલ કે પૂજાની લાઈનમાં ઊભા રહેવું પડતું નથી. તેઓને બધા જ અંદર જવા દે છે. બધા જ યાત્રાળુઓ તે તપસ્વીઓને ઘણું માન આપે છે.
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૫ જે કોઇ દાદાના દરબારે આવે છે તેને દાદાની કરુણા સ્પર્શ કર્યા વિના રહેતી નથી. દાદા તેની કરુણાના ધોધમાં બધાને તૃપ્તિ કરાવે છે. આવનારા બધા ઘણા જ ખુશખુશ થઈને જાય છે. જાત્રાના આનંદને વાગોળતા વાગોળતા જાય છે.
યાત્રા દિવસ – ૩૯-૪૦
આજે ગિરિરાજ પર બોરીવલીથી ૧૦૦૦ ભાઈઓ આવેલા હતા. ચવિહાર છઠ્ઠ કરી સાત જાત્રાવાળા ૬૫૦ તપસ્વીઓ હતા. બીજા સ્વયંસેવકો પણ હતા. તપસ્વીઓના ગળામાં કાર્ડ નજરે પડતાં હતાં. સવારે રંગમંડપમાં, રાયણપગલે, પુંડરીકસ્વામીએ અને શાંતિનાથના દેરાસરે સફેદ ઝબ્બા-લેંઘા પહેરેલ તપસ્વી ભાઇઓ નજરે પડતા હતા.
ઘેટીની પાગે જતા તપસ્વીઓ ઠેર ઠેર નીચે ઉતરતા દેખાતા હતા. આખું દશ્ય જાણે સ્વર્ગલોક નીચે ઉતર્યું હોય તેમ લાગતું હતું. ઉપરથી નજર કરીએ ત્યારે જાણે સફેદ બગલાં જઈ રહ્યા હોય તેવું શોભતું હતું. ઠેર ઠેર તંબુઓ બાંધેલા હતા. તપસ્વીઓનો મહેરામણ લાગતો હતો. સ્વયંસેવકો તપસ્વીઓને સમૂહમાં ચૈત્યવંદન કરાવતા હતા. જેમ જેમ યાત્રા પૂરી થાય તેમ તેઓના કાર્ડ પંચ થતા હતા. જેથી કેટલી યાત્રા થઇ તેનો રેકોર્ડ રહે.
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૬
સગાળપોળમાં પેઢીની ઓફિસ પાસે માંડવા જેવું બાંધેલું હતું. જેથી તપસ્વીઓ આરામ કરી શકે. સ્વયંસેવકો તપસ્વીઓના પગ દબાવતા, માલિશ કરતા નજરે પડતા હતા. ચારે બાજુ તપસ્વીઓ જ તપસ્વીઓ દેખાતા હતા.
આજે બીજો આનંદ એ હતો કે અમે પાંચ જણે ભેગા થઈને દાદાના પ્રક્ષાલનો ચઢાવો લીધો હતો. દાદાના પ્રક્ષાલનો ચઢાવો લેનારને સુંદર મોટા કળશથી પ્રક્ષાલ કરવા મળે છે. આજે પ્રક્ષાલ કરતાં કરતાં રોમે રોમ રાજી થઇ ગયાં હતાં. અહીં ગભારાનું વાતાવરણ પવિત્ર પરમાણુઓથી ઠાંસી ઠાંસીને ભરેલ હતું. તેનાથી વાતાવરણમાં પણ પવિત્રતા અનુભવાતી હતી. દાદા સૌને પ્રેમથી નિરખી રહ્યા હતા, દાદાની અમીમય દૃષ્ટિ બધા જ ભાવિક યાત્રિકો ઉપર પડતી હતી. બધા અનેરો આનંદ માણતા હતા.
યાત્રા દિવસ - ૪૧-૪૮
દિવસે દિવસે દાદા સાથે આત્મીયતા વધતી જતી હતી. સવારે જ્યારે અમે દાદાના દરબારમાં પહોંચીએ ત્યારે કોઇ અમારી રાહ જોઇ રહ્યું હોય તેવો અનુભવ થતો. ભંડાર પાસે અમારી બેસવાની જગ્યા પણ કોઇ રાખી મુકતું હોય તેવો અનુભવ થતો. દાદાની આંગીનાં સારી રીતે દર્શન થાય તેવી જગ્યા પણ વિશિષ્ટ પુણ્ય હોય તો જ મળે. દાદાના દરબારમાં
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
સામે બેસીને દાદાને એકીટશે નીરખવામાં બહુ મઝા આવતી. અમે દરરોજ સવારે દર્શન કર્યા પછી ચાર્જ થઈ જતા. પગ અધીરા દોડતા દેરાસરે, દ્વારે પહોંચું ત્યાં અજંપો થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, આંખડી મારી પ્રભુ હરખાય છે.
દાદાના દર્શન કરી, ઘેટી પાર્ગ દર્શન કરી, દાદાનો પ્રક્ષાલ કરી પૂજાના કપડામાં નવમીવાર નવટૂંકમાં પ્રવેશ કર્યો. નવટૂંકમાં મૂળનાયકને પૂજા કરતાં ખૂબ આનંદ થયો. બધે ચૈત્યવંદન વિધિ કરી અમે નીચે ઊતર્યા.
આજે ૪૬મો દિવસ. ધાનેરાની ધર્મશાળાના યાત્રિકોને ૯૯ કરાવતા અજબાણી પરિવાર તરફથી ગિરિપૂજન હતું. પગથીયે પગથીયે કળશ-અંગલૂછણાં-કેશરપૂજા-પુષ્પપૂજા-ધૂપ-દીપ વરખ થતાં હતાં. વરખથી ગિરિરાજ ઓર શોભતો હતો. રસ્તાની દરેક દેરીએ પણ પૂજા થતી હતી. આજે તળેટીના મોટાં પગથીયાં ઉપર પણ સુંદર ડેકોરેશન થયું હતું. ' - નવ્વાણું કરનાર ભાઈ-બહેનો અવારનવાર ગિરિપૂજન કરે છે. વહેલી સવારે વરખવાળા પગથીયાં ઘણાં સુંદર લાગે છે. આકાશમાંથી ચંદ્રનો પ્રકાશ પડતો હોવાથી ગિરિરાજ ચાંદીથી મઢયો હોય તેવો શોભતો હતો.
- પાલીતાણામાં સગાંસંબંધી અવારનવાર જાત્રા કરવા આવતા. સુરતથી મારી ભાણી સીમા છઠ્ઠ કરી સાત જાત્રા કરવા આવી હતી. અમેરિકાથી મારી દીકરી બિન્ની, જમાઈ સુજલ અને
For Personal & Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૮
તેમના બાળકો સુનય અને સાવન પણ અહીં જાત્રા કરવા આવ્યા હતા.
આજે ૪૭મો દિવસ. જયતળેટીએ મહાપૂજન હતું. જય તળેટી સુંદર શણગારવામાં આવી હતી. બાબુના દેરાસરથી ઉપર દરેક વિશ્રામસ્થાને ગેટ મૂકવામાં આવ્યા હતા. ત્યાં ઢોલ શરણાઈ વાગતી હતી. દાદાના રંગમંડપમાં આજે માળ હતી તેથી ઉપર પણ ઘણી ભીડ હતી.
અમે શણગારેલી તળેટી જોવા રાત્રે ગયાં હતાં. તળેટીએ દર્શન કર્યા. આજે તળેટી ફૂલોથી બહુ જ શોભતી હતી. પાણીના ફુવારા, હાથી, બતક વિ. ડોલતાં હતાં. ચોખાની ગહુલીઓ ઠેર ઠેર બનાવી હતી. ગ્લાસમાં દીવડા ટમટમતાં હતાં. સ્ટેજ પર ભગવાનની પ્રતિમાજી બિરાજમાન હતી. મોટી હાલતી–ડોલતી પુતળીઓ ગોઠવેલી હતી. આજે આખું જ દશ્ય જાણે સ્વર્ગલોક જેવું હતું.
આજે ૪૮મો દિવસ. તળેટીની નજીક આવેલ નંદપ્રભા દેરાસરમાં સિદ્ધચક્ર પૂજન હતું. અમે બધા દાદાની જાત્રા કરી નીચે આવ્યા બાદ પૂજનમાં ગયાં હતાં. પછી અમે બધા ધર્મશાળામાં જઈને એકાસણું કરવા ગયાં.
બે હજાર છ નું વર્ષ સર્વ રીતે લાભદાયી નીવડે. ખાસ કરીને અમે ધર્મમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીએ તેવી પરમેશ્વર પાસે
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૯
પ્રાર્થના કરી. બસ પ્રભુ ભવોભવ અમને તારું જ સાન્નિધ્ય મળજો. એવી અંતરની પ્રાર્થના કરી. જય જય શ્રી આદિનાથ !
યાત્રા દિવસ - ૪૯-૫૪
આજે મારે ૮૯ જાત્રા થઈ છે. ચન્દ્રકાન્તને ૮૪ જાત્રા થઈ છે. દાદાને ભેટવા અવારનવાર સંઘો આવે છે.
“સંઘ ઘણેરા આવે કે એ ગિરિ ભેટવા રે લોલ” જ્યારે સંઘ આવે ત્યારે દાદાના દરબારમાં અને રંગમંડપમાં બહુ ગિરદી હોય છે.
આજે પોષ સુદ-૫ એકાવનમો દિવસ છે. અમે આજે આયંબીલ કર્યું છે. અહીં શાંતાબાની આયંબીલ- શાળામાં જઈ અમે આયંબીલ કર્યું.
અમદાવાદથી છ'રી પાળતો સંઘ આવતો હતો. સંઘે પાલીતાણા ગામથી દૂર ખેતરોમાં તંબૂ બાંધીને પડાવ કરેલ. અમે સંઘના દર્શન કરવા ગયાં હતાં. સંઘ પચીસમો તીર્થકર કહેવાય છે. સંઘના દર્શન કરતા અમે ધન્યતાનો અનુભવ કર્યો.
આજે બાવનમો દિવસ છે. આજે મારે ૯૬ જાત્રા થઈ છે. આજે સવારે દાદાની આંગીની સાથે દીવડા વધુ મુકેલા. ગભારામાં બે દીવા અખંડ હોય છે. આજે દાદાના દરબારમાં
For Personal & Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
૮૦
તેજ ઝળઝળાટ મારતું લાગતું હતું. વહેલી સવારે દાદાના દર્શન કરવા એ પણ એક લ્હાવો છે.
દાદા હંમેશાં અદ્ભુત અદ્ભુત લાગતા હોય છે. દાદા આંગી સાથે હોય કે આંગી ઉતાર્યા પછી હોય. દાદા પ્રક્ષાલના સમયે હોય કે પૂજાના સમયે હોય. બધા જ સમયે દાદા ખૂબ સુંદર લાગે છે. દાદાનું રૂપ અનુપમ છે. સદા મરક મરક હસતા જ હોય તેવું દેખાતું હોય છે.
બસ તમારા રૂપને નિરખ્યા કરું, લાગણી એવી હૃદયમાં થાય છે,
જ્યાં તમારા મુખનાં દર્શન થાય છે, આંખડી મારી પ્રભુ હરખાય છે.
આ ગીતની એકે એક કડીઓ સુંદર છે. મારા માટે આ ગીત ચાવીરૂપ છે. જ્યારે જ્યારે દાદાની પ્રદક્ષિણા દઉં છું ત્યારે ત્યારે આ ગીતની કડીઓ મુખમાંથી સહેજે સરી પડે છે.
- આજે ત્રેપનમો દિવસ છે. આજે દાદાનો પ્રક્ષાલ કર્યા પછી આજુબાજુ પ્રક્ષાલ કર્યો. પછી સહસ્ત્રફણા પાર્શ્વનાથનો પ્રક્ષાલ કરવા મળ્યો. અંગલૂછણાં કર્યા અને પહેલી પૂજા કરવાનો લાભ મળ્યો. આજે હું ધન્ય બની ગઈ. આજે ૯૮ જાત્રા પૂરી થઈ.
પેલા ડુંગરવાળા દાદા અમને રોજ બોલાવે. દાદાના દર્શનથી જીવનને પરમ આનંદનો અનુભવ થતો.
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
૮૧
દાદાના દર્શનથી હળવાશનો અનુભવ થતો. આ બાબતમાં પોતાનો અનુભવ એ જ સાક્ષી હતો. - આજે ચોપનમો દિવસ છે. મારે આજે ૧૦૦ જાત્રા પૂરી થઈ છે. આજે મને ખૂબ કિંમતી વસ્તુ મળ્યાનો આનંદ છે. જે નવ્વાણુંની જાત્રાનું સતત રટણ હતું તે આજે પ્રત્યક્ષ થતાં ખૂબ ખૂબ આનંદ થયો છે. તેનું વર્ણન કરવું અશક્ય છે. આ આનંદને વ્યકત કરવા મારી પાસે કોઈ જ શબ્દ નથી.
યાત્રા દિવસ - પપ
આજે બે હજાર છના વર્ષની જાન્યુઆરીની આઠમી તારીખ છે. આજે મારી દીકરી બિન્નીના દીકરા સાવનનો જન્મદિવસ (Birthday) છે. મારી યાત્રાનો પંચાવનમો દિવસ છે. આજે ખૂબ વિશિષ્ટ અનુભવ થયો. આજે ગિરિરાજ ચઢતી હતી. ત્યારે પદ્માવતીની ટૂંક પસાર કર્યા પછી અચાનક હું ભાવવિભોર થઈ ગઈ. મારી આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી. મેં દાદા પાસે અને આ મહાન ગિરિરાજ પાસે પળે પળે ક્ષમા માંગી. પગથીયે પગથીયે પ્રાયશ્ચિત્ત કર્યું.
મારા સગા સંબંધીઓના નામ દઈ મારાથી જાણતા કે અજાણતા મન વચન કાયાથી કોઇના પણ જીવને દુઃખ થયું હોય તો અંતરના અવાજ સાથે દિલનાં દર્દ સાથે ક્ષમા માંગી, મારા સગાં, મારો સમાજ, સાધર્મિક ભાઈ-બહેનો અને મારા મિત્ર વર્ગનાં નામ દઈ દઈને દરેક પાસે ત્રિવિધ ત્રિવિધ ક્ષમા માંગી.
For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૨.
મેં મારા પતિ ચન્દ્રકાન્તની મન-વચન-કાયાથી ક્ષમા માંગી. મારા ભાઈ-બહેનો પાસે તથા ચન્દ્રકાન્તના ભાઈ-બહેનો પાસે મેં ક્ષમા માંગી. તેમજ આ પવિત્ર તીર્થને કહ્યું કે હે ગિરિરાજ ! ભૂતકાળમાં ક્યારે પણ કોઈનું દિલ દુભવ્યું હોય તો તેઓની પણ હું ક્ષમા માગું છું. મારાથી જાણતા-અજાણતાં મનવચન-કાયાથી થયેલ અપરાધોની હું ક્ષમા માગું છું. આંખમાંથી અશ્રુધારા વહેતી જ રહી, બસ વહેતી જ રહી.
આજે તો દાદાને અને પવિત્ર ગિરિરાજને કહ્યું કે મારા અપરાધોની માફી માંગું છું. મને ક્ષમા આપીને મને હળવા ફૂલ જેવી બનાવી દેજો. કોઇપણ જીવરાશી સાથે થયેલા અપરાધોની મેં વારંવાર ક્ષમા માંગી. અને કહ્યું કે હે પરમાત્મા! આ લખી રહી છું ત્યારે પણ હું થયેલ અપરાધોની અંત:કરણપૂર્વક માફી માંગું છું. નાદાનીયતમાં કોઈ ભૂલ કે ગુન્હો કર્યો હોય તો પ્રભુ મને ક્ષમા આપજો.
મેં મારી દીકરી બિન્ની, જમાઈ સુજલ, દીકરી મનીષ અને પુત્રવધૂ નેહા પાસે જાણતાં કે અજાણતાં મન-વચન-કાયાથી થયેલ અપરાધની ક્ષમા માંગી. કોઇપણ બાળકો પ્રત્યે રાગ કે દ્વેષ કર્યો હોય તેની શત્રુંજય મહાતીર્થની નવ્વાણુંની યાત્રા સમયે ક્ષમા માંગી. મારા પૌત્ર-પૌત્રી સુનય, સાવન, અમાની, દીલન આ બધા મારા ભુલકાંઓ પાસે મેં ક્ષમા માંગી. આ યાત્રા દરમ્યાન કોઈના સંપર્કમાં આવી હોઉં અને મારા વર્તનથી કોઈનું પણ દીલ દુભાયું હોય તો તેની પણ મેં ક્ષમા માંગી.
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
આમ જ્યારે ૧૦૧મી યાત્રા ચાલુ હતી ત્યારે અત્યંત ગદ્ગદિત થયેલ હૃદયને કહ્યું કે તું માંગી લે ક્ષમા. આવો અવસર ફરીને નહીં મળે. આ સોનેરી તક છે. મારી જીંદગીનો યાદગાર દિવસ છે. મારા જીવનની પુસ્તિકામાં સોનેરી અક્ષરે લખાઈ જશે.
આજે તો મને થાય છે કે મેં મારા માતા-પિતાની ધર્મ ભાવનાને ચાર ચાંદ લગાવી દીધા. મારા પૂજ્ય પિતાશ્રી ચુનીલાલ ઉજમચંદ શાહ અને પૂજ્ય માતુશ્રી તારાબેનના પરિવારમાં આ પહેલું નવ્વાણું થયું છે. આ ચોર્યાશી લાખ યોનિમાં ઘણા પુણ્યોદયથી મનુષ્ય ભવ મળ્યો છે. મારે મનુષ્ય ભવ હારી જવો નથી. મારે ધર્મ કરી તરી જવું છે. મારે મારા માતાપિતાનું ઋણ ચૂકવવું છે. શ્વસુર પક્ષે ચંદ્રકાન્તનું પણ આ પહેલું નવાણુ છે.
હે દેવાધિદેવ હું તમારી પાસે શક્તિ માંગું છું. મારે કંઇક પામવું છે. મારે મારા સાડા ત્રણ કરોડ રોમરાજી કર્મ રહિત કરવા છે. હે દાદા આદિનાથ તમારા ચહેરા પરથી નીકળતાં દિવ્ય તેજનાં કિરણોથી મારા અણુએ અણુમાં જ્યોતિ પ્રસરી છે. તમે મને પાવન કરી રહ્યા છો અને હું પાવન થઈ રહી છું.
દાદા બસ મને આટલું જ આપજે કે અહીં જે કંઈ પણ કરૂં તે તારી આજ્ઞા પ્રમાણે કરૂં. જે બોલું, જે ચાલું તેમાં તારી આજ્ઞા જ હોય. મારે ઘણું બધું ભણવું છે. ઘણું ઘણું સેવાનું કામ
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૪
કરવું છે. મારે વિદ્યાગુરુ, વડિલો પાસેથી અંતરના આશીર્વાદ લેવા છે.
જે મને નથી ગમતું તે મારે બીજાને નથી આપવું, હે દાદા! મારે પાવન થવું છે. મને તમારા પ્રત્યે એટલો બધો રાગ થઈ ગયો છે કે સવારે જ્યાં તમારા દર્શન થાય છે કે મુખમાંથી શબ્દો સરી પડે છે.
જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આંખડી મારી પ્રભુ હરખાય છે.
આ ભક્તિ ગીતથી હું ભીંજાઈ જાઉં છું. આ ગીતની પંક્તિઓ મારા રોમે રોમમાં પ્રસરી ગઈ છે.
આજે સાંજે સમૂહ પ્રતિક્રમણમાં પ્રતાપભાઈ નામના એક ભાઇએ સરસ સ્તવન ગાયેલું- “અબ હમ અમર ભયે ન મરેંગે' અનુભવની તાળી જ્યારે લાગે છે ત્યારે શાનમાં સમજાઈ જાય છે. આજે મને અકથ્ય અનુભવ થયો હતો.
--------
યાત્રા દિવસ - પ૬-૫૭
આજે ૧૦૪ જાત્રા પૂર્ણ થઈ છે. આજે એક સરસ લાભ મળ્યો. રાજુભાઈ અલબેલાએ આછા ગુલાબી ગુલાબનો હાર દાદાના મુગટે ચઢાવવા આપ્યો. સાથે થોડાં સફેદ ઝીણાં ફુલ પણ આપ્યાં. અમે પૂજાની લાઇનમાં હતાં. પછી અંદર ગભારામાં મેં ગોઠીને કહ્યું કે રાજુભાઈએ આ હાર દાદાના મુગટ ઉપર ચઢાવવા
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
શાંતિનાથપ્રભુનું મંદિર
Jaઝેશ્વરી દેવીhatri
Sabusanal Private
વિપશાવતી દેવી
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી પુંડરીકસ્વામી દેરાસર
_
છે.
(Rી
RTE કેક
Jain Educa on rgternational
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૫
માટે આપ્યો છે. ગોઠીએ કહ્યું પૂજા કરી લો પછી હાર મુગટે ચઢાવીશું.
મેં દાદાની ખૂબ ભાવથી નવ અંગની પૂજા કરી. પછી ગોઠીની મદદથી અમે દાદાના મુગટે હાર પહેરાવ્યો. દાદા મલકવા લાગ્યા. મારી ખુશીનો આનંદ માતો ન હતો. મેં દાદાના ચરણો પકડી લીધા અને દાદાનો ખૂબ ખૂબ આભાર માન્યો. ધન્ય દિવસ! ધન્ય ઘડી ! અને ધન્ય તે પળો !
આજનો દિવસ પવિત્ર મંગલકારી લાગ્યો. દાદાની નવ અંગે પૂજા કરવા મળી. મને અંદરથી “પૂણ્યાહં પૂણ્યાહ'નો અવાજ આવ્યો. આજે અમે દાદાની પાટની નીચે ચકેશ્વરી દેવી તથા નવગ્રહની ભાવપૂર્વક પૂજા કરી. અમે દાદાનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો.
આજે સત્તાવનમો દિવસ છે. આજે ગભારામાં દાદાના જમણા અંગૂઠે ૧૦૮ વાર પૂજા કરી. ખૂબ આનંદ અનુભવ્યો. આજે મારે ૧૦૬ જાત્રા થઈ છે. હમણાં હમણાં દાદાના નવ અંગે પૂજા કરવાની તક મળવાથી બહુ આનંદ થયો હતો.
દાદા તારી મુખમુદ્રાને અમીમય નજરે નિહાળી રહી છું. દાદા તારા મુખ ઉપરથી નીકળતું દિવ્ય તેજ હું ઝીલી રહી છું. દાદા મને પાવન કરી રહ્યા છો અને હું પાવન થઈ રહી છું તે હું અનુભવી રહી છું. જય જય શ્રી આદિનાથ ! જય જય દાદા!
For Personal & Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૬
યાત્રા દિવસ - ૫૮-૫૯
૨૦૦૬ અગિયારમી જાન્યુઆરી બુધવાર
આજે અઠ્ઠાવનમો દિવસ છે. આજે મારે ૧૦૮ જાત્રા પૂર્ણ થઈ છે. નિર્વિદને જાત્રા પૂર્ણ થયા બદલ હું દાદા આદિનાથનો, અધિષ્ઠાયક દેવ-દેવીઓનો અને સિદ્ધાત્માઓનો તેમજ પરમતત્ત્વનો આભાર માનું છું. આજે હું છેલ્લી વાર ઘેટીની પાળે જાત્રા કરવા ગઈ હતી. આજે ઘેટીપાગે હું ડોળી વગર ઊતરી હતી. અને પાછા ફરતી વખતે અડધેથી છેક દાદાના દરબાર સુધી ચઢી હતી. બહુ જ આનંદ થયો.
છેલ્લા બે મહિનાથી ધર્મશાળા - જય તળેટી – દાદા અને ઘેટીની પાગ આ બધાનું જબ્બર આકર્ષણ રહ્યું હતું. દરરોજ નવા નવા અનુભવો થતા હતા. દાદાની કૃપા અમારા ઉપર વરસી હતી અને અમે તે કૃપાના ધોધમાં ભીંજાયે જતા હતા. દાદા તમારી પાસે એક જ માંગું છું કે ભવોભવ તમારા ચરણોની સેવા અમને મળજો.
ગુરુવાર, જાન્યુઆરી ૧૨, ૨૦૦૬. આજે ઓગણ સાઈઠમો દિવસ છે. આજનો આનંદ જુદો છે. આજે હું દાદાની સમીપ રંગમંડપમાં જ હતી. આજે ફક્ત દાદાની જ જાત્રા કરવાની હતી. રંગમંડપમાં મેં આજે ૧૦૮ સાથિઆ કરી સાકરીઆ બદામ વિ. મૂક્યાં. પૈસા ભંડારમાં મૂક્યા.
દાદાનો પ્રક્ષાલ ખૂબ ઉત્સાહથી કર્યો. દાદાની પૂજા ખૂબ
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
૮૭
ભાવથી કરી. દાદા આજે ખૂબ મલકાતા હતા. દાદાના મુગટ ઉપર ફુલના હારની સેરો સરસ રીતે ગોઠવેલી હતી. દાદાના રૂપમાં નિખાર આવતો હતો. બસ દાદાના મુખને એકીટશે જોવામાં ખૂબ આનંદ આવતો હતો. દાદા આશીર્વાદ આપી રહ્યા હોય એમ આભાસ થતો હતો.
યાત્રા દિવસ - ૬૦
૨૦૦૬ જાન્યુઆરી ૧૩મી, શુક્રવાર આજે સાઈઠમો દિવસ છે. આજે ચન્દ્રકાન્તને ૧૦૮ જાત્રા પૂર્ણ થાય છે. અમારા બધાંની વારાફરતી ૧૦૮ જાત્રા પૂર્ણ થવા આવી છે. અમને બધાંને નવ્વાણું પૂર્ણ કર્યાનો ખૂબ આનંદ હતો. મનની અસીમ પ્રસન્નતા હતી.
દાદાના દરબારમાં જતાં આવતાં બસ દાદાની છબી જ સામે રહ્યા કરે છે. દાદાનાં કરુણામય નયનો બધાંને કરુણાથી ભીંજવી જાય છે. હમણાં અમે પૂજાના પાસ માટે લાઇનમાં બેસીએ છીએ. પૂજાના પાસ માટે લાઈનમાં બેસવું એ પણ એક મીઠો અનુભવ છે. સફેદ પાસ મળી જાય એટલે ખૂબ આનંદ થાય, અને એક પછી એક અનુભવમાંથી પસાર થતા હતા.
પ્રક્ષાલ તથા પૂજા કર્યા પછી અમે નીચે ઉતર્યા. આજે અમારા ડોળીવાળાનો છેલ્લો દિવસ હતો. સાંજે ધર્મશાળામાં અમે ડોળીવાળાઓને બોલાવેલા. તેમનો આભાર માન્યો અને
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
તેઓને બોનસ આપ્યું. અમેરિકાથી આવેલા અમારા સાતેય વ્યક્તિઓ તરફથી પાલનપુર ધર્મશાળામાં પણ ઓફિસના સ્ટાફને, કીચનના સ્ટાફને અને સાફસુફી કરનારા ભાઇ-બહેનો વિ. સર્વેનું બહુમાન કર્યું તથા બધાનો આભાર માન્યો.
८८
યાત્રા દિવસ
૨૦૦૬ જાન્યુઆરી ૧૪મી, શનિવા૨, આજે મકરસંક્રાંતિનો દિવસ હોવાથી ડોળીવાળા રજા પાડે છે. જેથી કોઇ જ ડોળીવાળા ગિરિરાજ પર હતા નહીં. આજે અમે બધાંએ ચઢીને જાત્રા કરી. શરુઆતમાં થોડો થાક લાગતો હતો પણ પછી તો જાણે કોઇ દૈવિક શક્તિ મદદ કરતી હોય તેમ લાગ્યું અને હું સડસડાટ ચઢી ગઇ.
૬૧
આજે પૂનમ હતી અને નવ્વાણું જાત્રાનો પૂર્ણાહુતીનો દિવસ હતો જેથી ઘણું માણસ હતું. ઉપર દરબારમાં તથા રંગમંડપમાં માણસ જ માણસ હતું. આજે અમે દાદાની પ્રક્ષાલ પૂજા કરી અને આજુબાજુ પૂજાનો લાભ મળેલો. ખૂબ આનંદ થયો.
અમે આજે બધા જ દેવ-દેવીઓની ભક્તિ કરી. આજે ચક્રેશ્વરી માતાને શ્રીફળ મૂકયું અને ચુંદડી ચઢાવી. વાઘેશ્વરી દેવી, નિર્વાણીદેવી, પદ્માવતી દેવી તથા અંબિકામાતાને ચુંદડી ચઢાવી. કવડયક્ષને શ્રીફળ તથા ખેસ ચઢાવ્યો. નીચે હીંગલાજ
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૯ માતાએ પણ ચુંદડી ચઢાવી બધા જ દેવ-દેવીઓનો આભાર માન્યો.
છેલ્લે અમે દાદાના દરબારમાં દાદાનાં દર્શન કરવા ગયાં. દાદાને જોઈ આંખમાં હર્ષાશ્રુ આવ્યા. દાદાને કહ્યું કે, દાદા ફરી અમને આવી જાત્રા કરવા વહેલા વહેલા બોલાવજો.
દેવ મારા આજથી તારો બનીને જાઉં છું. દિલડાના દેવ મારા દિલ દઈને જાઉં છું. ફરી ફરીને મળવાનો કોલ દઈને જાઉં છું. નીભાવવાનો ભાર તારા શિરે મૂકતો જાઉં છું.
આ બોલતાં બોલતાં મારી આંખો અશ્રુથી ઊભરાઈ જતી હતી. દાદાની સાથે જે પ્રીતી થઈ છે તે ક્યારે પણ તૂટે તેવી નથી. દાદા તો પોતે જ્યાં બિરાજમાન છે ત્યાં તેના ભક્તને પણ બેસવાનું કહે છે. દેવ-ગુરુ-ધર્મ ઉપર અતૂટ શ્રદ્ધા હોય તો નવ્વાણુંની જાત્રા જરૂર નિર્વિઘ્ન પૂર્ણ થાય અને આત્મામાં કોઈ અદ્ભુત એવું બળ મળે.
જાત્રા કરતાં ભાવવિભોર થઈ જવું તે જ એક અતૂટ શ્રદ્ધા બળ છે. માત્ર ગણવા પૂરતી જાત્રા કરવાથી પુણ્ય મળે છે' પણ કર્મક્ષયરૂપ નિર્જરા થતી નથી. જાત્રાની સાથે જો ભાવ ભળેલો હશે તો કર્મની નિર્જરા થશે. દેવ પ્રત્યે સાચી શ્રદ્ધા ભક્તિ હશે ગુરુ પ્રત્યે આદર ભાવ હશે અને કેવલી પ્રરૂપીત ધર્મ જીવનમાં હશે એટલે કે અહિંસા-સંયમ-તપ જો જીવનમાં વણાઈ ગયા હશે તો બાજી આપણા હાથમાં છે.
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
૯૦
આ પ્રથમ નવ્વાણુંમાં ઘણા જુદા જુદા અનુભવો થયા છે. ઘણી જ વાર દાદાના દરબારમાં, ગભારામાં આંખો ભીની થઈ જતી હતી. દાદાનો વૈભવ જોવાની મઝા આવતી હતી. શું દાદાનો ઠાઠ છે. દાદા સવારે ભરપૂર આંગીથી સજ્જ હોય. દાદાના મુગટના હીરા ઝગમગ થતા હોય, દાદાની બન્ને બાજુ અખંડ દીવા ઝગારા મારતા હોય, દાદાની પલાંઠીની સામે દીવા જ દીવા હોય, ચોતરફ પ્રસન્નતાવાળું વાતાવરણ હોય અને દાદાના મુખારવિંદ ઉપર જે તેજ ઝગારા મારતું હોય ત્યારે તેનું વર્ણન કરવું અશક્ય છે.
- દાદાનું દેરાસર જોઈ હૃદયને ખૂબ જ પ્રસન્નતાનો અનુભભ થાય છે. દાદા એ તો દાદા જ છે ! - દરબારમાં જાણે સાક્ષાત જીવંત દાદા બેઠાં હોય તેવો અનુભવ થાય છે. ઘણીવાર એવો ભાસ થાય કે દાદા મારી આવવાની રાહ જોઈ રહ્યા છે. ગભારાની બહાર ધક્કામુક્કીમાં મારો નંબર આવે અને જ્યાં મને દાદાના દર્શન થાય કે મારું હૈયું નાચી ઊઠે, દાદાની આંખોમાંથી કરુણાનું ઝરણું સતત વહ્યા કરતું હોય તેમ લાગે અને હું એ ઝરણામાં સ્નાન કરી પવિત્ર થતી હોઉં તેવી લાગણી અનુભવાતી હતી. દાદા તમારા મુખના દર્શન થાય અને મારી આંખડી હરખાય.
જય જય શ્રી આદિનાથથી ગભારો ગુંજી ઊઠે છે. દાદા બધાને પોતાની પાસે બોલાવે છે. ઘણીવાર મને આશ્ચર્ય થાય કે જે વ્યકિતને દિવસમાં ત્રણ-ચાર વાર ખાવા જોઈએ તે વ્યક્તિ બે મહિનાથી સતત એકાસણાં કરે. આ શક્તિ આવી ક્યાંથી ?
For Personal & Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
૯૧
આ બધો જાદુ કોણે કર્યો ? દાદા એ તો દાદા જ છે. આ બધું દાદાએ જ અમને કરાવ્યું છે. દાદા તારા લાખ લાખ ઉપકાર.
સવારે દર્શન કરી પાવન થઈએ. પછી જેવો દાદાનો પ્રક્ષાલ કરીએ, દાદાને સ્પર્શ કરીએ, દાદાનું નમણ આંખે, ગળે, મસ્તકે લગાવીએ અને અમારા શરીરમાં વિજળી પેદા થાય અને અમે એકદમ તાજગી અનુભવીએ, પછી પ્રક્ષાલ માટે રાયણ પગલે દોડીએ. ત્યાંથી નવા આદેશ્વર, નેમીનાથ, પુંડરીકસ્વામી, સીમંધરસ્વામી અને ત્યાંથી શાંતિનાથનો પ્રક્ષાલ કરવા દોટ મૂકીએ. આ બધી શક્તિ કયાંથી આવે છે? કયું પરિબળ કામ કરે છે? બસ ! એક જ જવાબ દાદા !
દાદા એ તો દાદા જ છે. જય જય શ્રી આદિનાથ. ૐ હી શ્રી આદિનાથાય નમઃા સાચા દેવની જય. બસ તું જ તું, એક જ તું, જ્યાં જોઉં ત્યાં તું. મારા રોમે રોમમાં તું. મારા શ્વાસે શ્વાસમાં તું. મારા આંખના પલકારે પલકારે તું. મારી ધડકનમાં તું. મારા અણુએ અણુમાં તું.
મારા સાડા ત્રણ કરોડ રોમમાં તું. હે દાદા, હે દેવાધિદેવ, હે આદિનાથ તું મને પાવન કરી રહ્યો છે અને હું પાવન થઈ રહી છું. બસ મને તારું જ સાનિધ્ય મળજો. બસ હું તારામાં ખોવાઈ જાઉં. કોઈ બુદ્ધિનો ઉપયોગ ન કરું. કોઇ જ તર્ક ન કરું.
જ્યાં નજર કરું ત્યાં મને તું જ દેખાય. બસ મને બીજું કંઈ જ નથી જોઈતું. તારી ભક્તિના રસમાં તરબોળ થવું છે.
દાદા મને તારામાં સમાવી દે. બસ, એટલું આપજે કે
For Personal & Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૨
હું આ મનુષ્ય ભવ હારી ન જાઉં. અને મારા આયુષ્યના જે દિવસો બાકી રહ્યાં છે તેનો હું સઉપયોગ કરી લઉં. મારા આયુષ્યની એક એક ક્ષણ હું તારી ભક્તિમાં લગાવી દઉં. મારે તારી ભક્તિમાં લયલીન થઈ જવું છે. હે દાદા બસ તારી અપાર કરુણા વરસજો.
હે મરુદેવીના લાડલા નંદન, નાભિરાયાના બેટા, ભરત ચક્રવર્તીના પિતા તથા સમગ્ર જગતના દેવાધિદેવ, ત્રણ લોકના નાથ! મારી જીવન નૈયાના નાવિક બની મારી વિનંતિ સ્વીકારજો અને અમારી નૈયા પાર પડાવજો. “સવી જીવ કરું શાસન રસી” એ મંત્રમાં હું સ્નાન કરું. સવી જીવ એટલે કે મારા શરીરના રોમે રોમને મારે તારા શાસનના રસીયા કરવા છે. પહેલાં એ તારા શાસનના રસીયા થશે, પછી સવી જીવ કરું શાસન રસી આપો આપ થશે.
દાદા તારા શાસનનો જય જયકાર થાઓ. તારું શાસન જયવંતુ વર્તો. બસ દાદા આટલું હું માનું છું અને મને તારો સહારો રહે, તારા વિશ્વાસે મારો શ્વાસ ચાલે, બસ દાદા ભવોભવ તારું શરણું મળે, એજ અંતરની અભિલાષા. પેલા ડુંગરવાળા દાદા અમને રોજ બોલાવે. પ્રભુ તેં મને જે આપ્યું છે તેનો બદલો હું શું વાળું. બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને ઠારું.
જ્યાં તમારા મુખનાં દર્શન થાય છે. આંખડી મારી પ્રભુ હરખાય છે.
For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
દાદાના દેરાસરનું પ્રવેશ દ્વાર
રાજા પતામાં ક્યારે છે કે
નાચો રે ૪ તે
લાજ રાજા વાગે બી
કે
માલિકે ને નસ વિનતી
ર
IST
0 |
છે. યાત્રિકોવિકને . ધીદાદાની પ્રકલની પ્રજા પ્રધાન દીજે. તેમનેHધાવી :
સાદો
રી
-
-
ટન . હોવાથી
િતીકમાં
-
tવા વિન
a re
મુખ્ય દેરાસરની સામેનો રંગ મુંડ૫
S
ol al & P valeus
www.rainoarvore
Page #101
--------------------------------------------------------------------------
________________
DXXX.COM
YOXDYOYOXDX પર જઈ ૪ .
ઘેટીયાગની દેરી તથા ઋષભદેવના પગલાં
ઈ.
સથી,
I
TI ,
ઘટીપાચની બારી
Education International
sonalate Ceph
(
માર org
Page #102
--------------------------------------------------------------------------
________________
દાદા તારી મુખ મુદ્રાને અમીમય નજરે નિહાળી રહ્યો. સિદ્ધાચલના વાસી વિમલાચલના વાસી, જિનજી પ્યારા આદિનાથને વંદન હમારા આદિનાથ દાદાની જય !
યાત્રા દિવસ - ૬૨
જાન્યુઆરી ૧૭, ૨૦૦૬, મંગળવાર, બે દિવસ પછી ફરી પાછા અમે દાદાને ભેટવા ઉપડી ગયા. આજે મેં ૧૧૨ જાત્રા પૂર્ણ કરી છે. આજે આ નવ્વાણુંની જાત્રાની છેલ્લી મુલાકાત હતી. ખૂબ જ ઉત્સાહભેર અમે ગિરિરાજ ચઢી ગયા.
દાદાનો પ્રક્ષાલ બહુ જ ભાવથી કર્યો. આજે ભીડ ન હતી. આજુબાજું પ્રક્ષાલ કર્યો અને પૂજા કરી. દાદાના દરબારમાં આજે અમે ભક્તામર બોલેલાં. ફરી દાદાના ખૂબ ભાવથી દર્શન કરી દાદાની જય બોલાવી. છેલ્લે ફરી એકવાર સમૂહમાં દેવ મારા આજથી તારો બનીને જાઉં છું. એ ભક્તિ ગીત ખૂબ ભાવભર્યા હૃદયે ગાયું. હૈયું ભાવવિભોર બની ગયું.
દાદાને કોલ આપ્યો કે અમને ફરી જલ્દી જાત્રા કરવા બોલાવજે. આંખમાં અશ્રુ સાથે અમે વિદાય થયાં. આ દિવસ અમારા માટે યાદગાર બની જશે. આજે કોઈ ફરીયાદ નથી. ફક્ત દાદાની યાદ દિલમાં લઈ ધીરે ધીરે ગિરિરાજના પગથીયાં ઉતરતાં હતાં. આજે ચઢતાં કે ઉતરતાં કોઈ થાક નહીં. બસ દાદાનું સ્મરણ કરતાં કરતાં જય તળેટીએ આવી તથા પગથીએ મસ્તક નમાવી ગિરિરાજનો તથા દાદાનો આભાર માન્યો.
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪
સિદ્ધાત્માઓ તથા દેવ-દેવીઓનો આભાર માન્યો. પછી અમે ધર્મશાળા તરફ ચાલી નીકળ્યાં. અમારા દરેકના મનમાં એક જ ઈચ્છા પ્રગટી.... ફરી પાછા ક્યારે આ મહાન તીર્થનો તથા અનંત સિદ્ધાત્માઓથી સ્પર્શાવેલ આ શત્રુંજયનો સ્પર્શ થશે? ફરી દાદાને ક્યારે ભેટીશું ? જય જય શ્રી આદિનાથ!
જય જિનેન્દ્ર
નવટૂંકના નામો અને ત્યાં બિરાજમાન મૂળનાયક ભગવાન ટૂંકનું નામ
મૂળનાયક ૧. દાદાની ટૂંક
આદિનાથ ૨. મોતીશા શેઠની ટૂંક
આદિનાથ ૩. બાલાભાઈની ટૂંક
આદિનાથ ૪. પ્રેમાભાઈ મોદીની ટૂંક આદિનાથ ૫. હેમાભાઈની ટૂંક
અજિતનાથ ૬. ઉજમફઈની ટૂંક
નંદીશ્વરદ્વીપની રચના ૭. સાકરવસીની ટૂંક
પાર્શ્વનાથ ૮. છીપાવલીની ટૂંક
આદિનાથ ૯. ચૌમુખજીની ટૂંક (સવાસોમાની ટૂંક) આદિનાથ જનરશી કેશવજીની ટૂંક અભિનંદન સ્વામી
------
*આ ટૂંક છે પણ નવટૂંકમાં ગણાતી નથી.
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
-
૯૫
ગિરિરાજની નવ્વાણું યાત્રાની વિધિ : (૧) નવ્વાણું યાત્રા કરનારે નીચે દર્શાવેલ સ્થળે દરરોજ
પાંચ ચૈત્યવંદન કરવાં જોઇએ. ૧. શ્રી ગિરિરાજ સન્મુખ જય તળેટીએ. ૨. શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે ૩. શ્રી આદિશ્વર દાદાના મુખ્ય દેરાસરે ૪. શ્રી રાયણ પગલે ૫. શ્રી પુંડરીકસ્વામીના દેરાસરે
એક એક વખત આ પાંચે સ્થાને સ્નાત્ર ભણાવવું જોઈએ. (૨) નવ્વાણું કરનાર નવ વખત નવટૂંકમાં જાય. દરેક ટૂંકમાં
મૂળનાયક પાસે ચૈત્યવંદન કરવાનું હોય છે. (૩) ઘેટીની પાગે નવ વાર દર્શન કરે. ૯૯ ગિરિરાજની + ૯ ઘેટીની પાગની = ૧૦૮ જાત્રા
કરવી જોઇએ. (૪) આયંબીલ કરીને એક વાર બે જાત્રા કરે. (૫) ઉપવાસ કરીને એક દિવસમાં ત્રણ યાત્રા કરે. (૬) શક્તિ હોય તો ચલવિહાર છઠ્ઠ કરીને સાત જાત્રા કરવી. (૭) શેત્રુંજી નદી નાહીને એક યાત્રા કરે. (ત્રણ ગાઉની) (૮) રોહિશાળાની પાયગાથી એક વખત યાત્રા કરે.
For Personal & Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
(૯) એકવાર ગિરિરાજ પરનાં બધાં મંદિરોની પ્રદક્ષિણા કરે
ત્યારે દોઢ ગાઉની પ્રદક્ષિણા પૂરી કરે. (૧૦) એક વખત છ ગાઉની પ્રદક્ષિણા કરે. (૧૧) એક વખત બાર ગાઉની પ્રદક્ષિણા કરે, કદંબગિરિ
હસ્તગિરિની યાત્રા કરવી. (૧૨) શક્તિ મુજબ તપ કરવું તથા આવશ્યક ક્રિયા સવાર
સાંજ કરવી. બન્ને સમયે પ્રતિક્રમણ કરવું. બ્રહ્મચર્ય પાલન, સચિત્ત ત્યાગ, ભૂમિ સંથારો અને પગે ચાલીને યાત્રા
કરવી. (૧૩) પ્રથમ જયતળેટીથી દાદાની ટૂંકે યાત્રા કરી, ઘેટીની પાળે
દર્શન ચૈત્યવંદન કરી, પાછા દાદાની ટૂંકે આવી અને
ત્યાંથી જ તળેટી આવવાથી બે યાત્રા ગણાય છે. (૧૪) દરરોજ એક યાત્રા દીઠ ૧૦ બાંધી નવકારવાળી ગણવી.
જેથી નવ્વાણું યાત્રા પૂર્ણ થતાં એક લાખ નવકાર પૂર્ણ થાય. (૧૫) સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી. નવ સાથિઓ, નવ
ફળ, નવ નૈવેદ્ય દરરોજ મૂકવાં. (૧૬) શ્રી શત્રુંજય મહાતીર્થ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ
કહી નવ લોગસ્સનો કાઉસ્સગ્ગ દરરોજ કરવો. (૧૭) હંમેશાં ત્રણ પ્રદક્ષિણા દેવી તથા એકવાર દાદાના મંદિરને
ફરતી ૧૦૮ પ્રદક્ષિણા દેવી.
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
(૧૮) નવ્વાણું પ્રકારની પૂજા એક વાર ભણાવવી તથા પ્રભુજીની
આંગી રચાવવી. (૧૯) યથાશક્તિ રથયાત્રાનો વરઘોડો કાઢવો. (૨૦) એકવાર ૧૦૮ ખમાસમણાં અને ૧૦૮ લોગસ્સનો
કાઉસ્સગ્ન કરવો.. (૨૧) એકવાર ગિરિપૂજન કરવું. જૂની તળેટી, શ્રી કલ્યાણ
વિમલ દેરી, શ્રી મેઘમૂનિ સ્તુપ, શ્રી ગોડી પાર્શ્વનાથ દેરી ત્યાર પછી જય તળેટીથી માંડી રામપોળ સુધી જે
જે પગલાં કે પ્રતિમાજીઓ છે તેની પૂજા કરવી. (૨૨) દરરોજ સિદ્ધાચલના નવ દુહા બોલીને નવ ખમાસમણા
દેવાં.
પ્રથમ ચૈત્યવંદન જય તળેટીએ કરવાનું પ્રથમ ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઊતારે...૧ અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય, પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુ પાય..૨ સુરજકુંડ સોહામણો, કવડજક્ષ અભિરામ નાભિરાયા કુલ મંડણો, જિનવર કરું પ્રણામ...૩
For Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮
સ્તવન વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા,
માનું હાથ એ ધર્મનો, શિવતરુ ફળ લેવા. વિ૦ ૧ ઉજજવળ જિન ગૃહ મંડળી, જિહાં દીપે ઉત્તેગા,
માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. વિ૦ ૨ કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તોલે
એમ શ્રી મુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે. વિ૦ ૩ જે સઘળા તીરથ કહ્યા, યાત્રા ફળ કહીએ,
તેહથી એ ગિરિ ભેટતાં, શત ગણું ફળ લહીએ. વિ૦૪ જન્મ સફળ હોય તેહનો, જે એ ગિરિ વંદે, સુજશ વિજય સંપદ લહે, તે નર ચિર નં. વિ૦ ૫
સ્તુતિ-૧ શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર,
ઠાકુર રામ અપાર, મંત્રમાંહે નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું,
જલધર જલમાં જાણું, પંખી માંહે જેમ ઉત્તમ હંસ, કુલમાંહે જેમ ઋષભનો વંશ,
નાભિતણો એ અંશઃ
For Personal & Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૯
ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશુરામાં મહામુનિવંત,
શત્રુંજય ગિરિ ગુણવંત
સ્તુતિ-૨ પ્રહ ઉઠી વંદુ, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત, ત્રણ છત્ર બિરાજે, ચામર ઢાળે છે, જિનના ગુણ ગાવે, સુરનરનારીના વૃદ.
બીજું ચૈત્યવંદન શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શાંતિ જિનેશ્વર સોળમા, અચિરા સુત વંદો, વિશ્વસેન કુળ નભોમણિ, ભવિજન સુખ કંદો.. ૧ મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ, હત્યિણા ઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ - ૨ ચાલીશ ધનુષની દેહડી, સમચોરસ સંઠાણ, વદન પદ્મ ક્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ .... ૩
સ્તવન (૧) શાંતિ જિનેશ્વર સાચો સાહિબ,
શાંતિકરણ ઈન કલિમેં હો જિનજી ... તું મેરા મનમેં તું મેરા દિલમેં,
ધ્યાન ધરું પલપલમેં સાહેબજી તું ... ૧
For Personal & Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ભવમાં ભમતાં મેં દરશન પાયો, આશા પૂરો એક પલમેં હો જિનજી તું નિર્મલ જ્યોત વદન પર સોહે, નિકસ્યો જ્યું ચંદ બાદલમેં હો જિનજી તું ...૩ મેરો મન તુમ સાથે લીનો,
મીન વસે જ્યું જલમેં હો જિનજી તું
જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર દીઠોજી દેવ સકલમેં હો જિનજી
...
...
For Personal & Private Use Only
...
"
૪
સ્તવન-૨
મારો મુજરો લ્યોને રાજ! સાહિબ ! શાંતિ સલુણા ! અચિરાજીના નંદન તોરે, દરશણ હેતે આવ્યો, સમકિત રીઝ કરોને સ્વામી, ભક્તિ ભેટલું લાવ્યો, મારો દુઃખભંજન છે બિરુદ તમારું, અમને આશા તુમારી, તુમે નિરાગી થઇને છૂટો, શી ગતિ હોશે અમારી ? મારો કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે, પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે ?
૫
.....
.....
મ્હારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ? ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું ?
૧
૨
મારો ..... ૩
મારો ..... ૪
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૧ અધ્યાતમ રવિઊગ્યો મુજ ઘટ, મોહતિમિર હર્યું જુગતે, વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે
મારો ..... ૫ - સ્તુતિ શાંતિ સુહંકર સાહિબો, સંયમ અવધારે સુમિત્રાને ઘેર પારણું, ભવ પાર ઉતારે વિચરતા અવની તળે, તપ ઉગ્ર વિહાર જ્ઞાનધ્યાન એક તાનથી, તિર્યંચને તારે.
ત્રીજુ ચૈત્યવંદન દાદાના દરબારમાં મૂળનાયક
શ્રી આદીનાથ ભગવાનનું ચૈત્યવંદન આદિદેવ અલવેસરુ, વિનીતાનો રાય, નાભિરાયા કુલ મંડણો, મરુદેવા માય, પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ, ચોરાસી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ, વૃષભ લંછન જિન વૃષધરુએ, ઉત્તમ ગુણ મણિ ખાણ, તસ પદપા સેવન થકી, લહીએ અવિચલ ઠાણ.
સ્તવન-૧ સિદ્ધાચલના વાસી, વિમલાચલના વાસી, જિનાજી પ્યારા આદિનાથને વંદન હમારા, પ્રભુજીનું મુખડું મલકે, નયનોમાંથી વરસે, અમી રસધારા, આદીનાથને વંદન હમારા ..... ૧
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પ્રભુજીનું મુખડું છે મલક મિલાકર, દિલ મેં ભક્તિ કી જયોત જલાકર, ભજીલે પ્રભુને ભાવે, દુર્ગતિ કદી ન આવે. જિનજી .....૨ ભમીને લાખ ચોરાસી હું આવ્યો, પુયે દરિશન તમારા હું પાયો, ધન્ય દિવસ મારો, ભવના ફેરા ટાળો, જિનજી ... ૩ અમે તો માયાના વિલાસી. તમે તો મુક્તિપુરીના વાસી, કર્મબંધન કાપો, મોક્ષ સુખ આપો, જિનજી .... ૪ અરજી ઉરમાં ધરજો અમારી, અમને આશા છે પ્રભુજી તુમારી, કહે હર્ષ હવે સાચા સ્વામી તમે, પૂજન કરીએ અમે વંદન કરીએ અમે, જિનાજી . ૫
સ્તવન-૨ માતા મરુદેવીના નંદ દેખી તાહરી મૂરતિ માહરું, મન લોભાણું જ, કે મારું દિલ લોભાણું જી ... ૧ કરુણા નાગર કરુણા સાગર, કાયા કંચનવાન, ધોરી લંછન પાઉલે કાંઈ, ધનુષ્ય પાંચસે માન ... ૨ ત્રિગડે બેસી ધર્મ કહેતા સુણે પર્ષદા બાર, જોજન ગામિની વાણી મીઠી વરસતી જલધાર .... ૩
For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૩ ઉર્વશી રુડી અપછરાને, રામા છે મન રંગ, પાયે નેપુર રણઝણે કાંઈ, કરતી નાટારંભ ..... ૪ તું હી બ્રહ્મા તું હી વિધાતા, તું હી જગતારણહાર, તુ જ સરીખો નહિ દેવ જગતમાં, અરવડીઆ આધાર તું હી ભ્રાતા તું હી ત્રાતા, તું હી જગતનો દેવ, સુર-નર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ ..... ૬ શ્રી સિદ્ધાચલ તીરથ કેરો, રાજા ઋષભ નિણંદ, કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળો ભવભય ફંદ ... ૭
શ્રી સિદ્ધાચલમંડણ, ઋષભજિણંદ દયાળ, મરુદેવાનંદન, વંદન કરું ત્રણ કાલ, એ તીરથ જાણી, પૂર્વ નવાણું વાર આદીશ્વર આવ્યા, જાણી, લાભ અપાર.
ચોથુ ચૈત્યવંદન
રાયણ પગલાંનું ચૈત્યવંદન એહ ગિરિ ઉપર આદિ દેવ, પ્રભુ પ્રતિમા વંદો, રાયણ હેઠે પાદુકા, પૂજીને આણંદો..૧ એહ ગિરિનો મહિમા અનંત, કુણ કરે વખાણ, ચૈત્રી પૂનમને દિને, તેહ અધિકો જાણ....૨
For Personal & Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
એહ તીરથ સેવા સદા, આણી ભક્તિ ઉદાર શ્રી શત્રુંજયે સુખદાયકો, દાન વિજય જયકાર....૩
------
“ડો કરવા સુદ રાજજી
સ્તવન (૧) નીલુડી રાયણ તરુ તળે સુણ સુંદરી,
પીલુડા પ્રભુના પાયરે ગુણમંજરી, ઉજ્જવળ ધ્યાને ધ્યાઇએ સુણ સુંદરી,
એહી જ મુક્તિ ઉપાય રે ગુણમંજરી, શીતળ છાંયડે બેસીએ સુણ સુંદરી,
રાતડો કરી મન રંગ રે ગુણમંજરી, પૂજીએ સોવન ફૂલડે સુણ સુંદરી,
જેમ હોય પાવન અંગરે ગુણમંજરી, ખીર ઝરે જેહ ઉપરે સુણ સુંદરી,
નેહ ધરીને એહ રે ગુણમંજરી, ત્રીજે ભવે તે શિવલહે સુણ સુંદરી,
થાયે નિર્મળ દેહ રે ગુણમંજરી, પ્રીતધરી પ્રદક્ષિણા સુણ સુંદરી,
દીએ એહને જે સાર રે ગુણમંજરી, અભંગ પ્રીતિ હોય તેમને સુણ સુંદરી,
ભવોભવ તુમ આધાર રે ગુણમંજરી, કુસુમ પત્ર ફળ મંજરી સુણ સુંદરી,
શાખા થડને મૂળ રે ગુણમંજરી,
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૫
દેવ તણા આવાસ છે સુણ સુંદરી,
તીરથને અનુકૂળ રે ગુણમંજરી, તીરથ ધ્યાન ધરો મુદા સુણ સુંદરી,
સેવો એહની છાંય રે ગુણમંજરી, જ્ઞાનવિમલ ગુણ ભાખીઓ સુણ સુંદરી,
શત્રુંજય માહાભ્ય માંહીરે ગુણમંજરી.
સ્તવન (૨) મેરે તો જાના શીતલ રાયણ છાંય મરુદેવી નંદન, અર્ચિત ચંદન, રંજીત ઋષભના પાય ..... ૧ નીલવરણ દલ, નિરમલ માલા, શિવવધૂ પડી રહી આય .... ૨
ક્યારી કપૂર સુધારસ સિંચી, રંજીત ઋષભના પાય .... ૩ સુરતરુ સુરસમ ભોગ કો દાતા, યહ નિજ ગુણ સમુદાય ..... ૪ આતમ અનુભવ રસ ઈહા પ્રગટી કાંતિ સુર નદી કાય ..... ૫
મેરે તો જાના શીતલ રાયણ છાંય.
સ્તુતિ શ્રી શત્રુંજય આદિ જિન આવ્યા, પૂર્વ નવ્વાણું વારજી, અનંત લાભ ઈહાં જિનવર જાણી, સમોસર્યા નિરધારજી, વિમલ ગિરિવર મહિમા મોટો, સિધ્ધાચલ ઇણે ઠામજી, કાંકરે કાંકરે અનંતા સિધ્યા, એકસો ને આઠ ગિરિ નામજી.
For Personal & Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
ع
૧૦૬ પાંચમું ચૈત્યવંદન
શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત, પ્રગટ નામ પુંડરીક જાસ, મહીમાંહે મહંત ... ૧ પંચ કોડી સાથે મુણદ, અણસણ તિહાં કીધ, શુકલધ્યાન ધ્યાતા અમૂલ, કેવલ વર લીધ ... ચૈત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ, તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ ..... ૩
સ્તવન (૧) એક દિન પુંડરીક ગણધરુંરે લાલ, પૂછે શ્રી આદિ જિણંદ સુખકારીરે કહીએ તે ભવજલ ઊતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવવારી રે,
એક દિન .... ૧ કહે જિન ઈણ ગિરિ પામશો રે લાલ, જ્ઞાન અને નિરવાણ જયકારીરે તીરથ મહિમા વાધશે રે લાલ, અધિક અધિક મંડાણ નિરધારી રે,
એક દિન .... ૨ ઈમ નિસુણીને ઈહાં આવીયારેલાલ, ઘાતીકરમ કર્યા દૂરતમવારીરે પંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિધ્ધિ હજૂર ભવપારી રે,
એક દિન ... ૩ ચૈત્રી પૂનમ દિન કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલધારી રે ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગારેલાલ, લોગસ્સ થઈ નમુક્કાર નરનારીરે
એક દિન ..... ૪
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૭
દસવીશ ત્રીશ ચાલીસ ભલારે લાલ, પચાસ પુષ્પની માળ અતિ સારીરે નરભવ લાહો લીજીએ રે લાલ,જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારીરે
એક દિન ... ૫
-
-
-
-
-
-
-
સ્તવન-૨ મેરે તો જિન તેરો હી ચરણ આધાર, પુંડરીક ગણધર, પુંડરીક પટ્ટધર,
પુંડરીક પદ કરનાર ....મેરે તો .... ૧ પુંડરીક ગિરિ પર, પુંડરીક પાવન,
પુંડરીક પ્રભુનો વિહાર ....મેરે તો .... ૨ પુંડરીક કમલાસન પ્રભુ રાજન,
પુંડરીક કમલકો હાર .... મેરે તો ... પુંડરીક ગાઉં, પુંડરીક ધ્યાઉં,
પુંડરીક હૃદય મોઝાર ...મેરે તો .... પુંડરીક આતમ, રામ અપી,
પંડરીક કાન્તિ જયકાર ...મેરે તો .... ૫
સ્તુતિ-૧ પુંડરીક ગણધર પાય પ્રણમીજે, આદિશ્વર જિનચંદાજી, નેમ વિના ત્રેવીસ તીર્થકર, ગિરિ ચડીયા આણંદાજી,
For Personal & Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮ આગમમાંહે પુંડરીક મહિમા, ભાખ્યો જ્ઞાનદિગંદાજી, ચૈત્રીપૂનમદિનદેવીચક્કસરી, સૌભાગ્ય ઘો સુખકંદાજી.
સ્તુતિ-૨ પુંડરીકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ, પંચમી ગતિ પહોંચ્યા, મુનિવર ક્રોડા ક્રોડ, Sણે તીરથ આવી, કર્મ વિયાક વિછોડ.
---- ઘેટીપગલાં સન્મુખ બોલવાનું ચૈત્યવંદન સર્વ તીર્થ શિરોમણી, શત્રુંજય સુખકાર, ઘેટી પગલાં પૂજતાં, સફળ થાય અવતાર ... ૧ પૂર્વ નવ્વાણું પધારીઆ, જિહાં શ્રી અરિહંત, તે પગલાંને વંદીએ, આણી મન અહીં ખંત ..... ૨ ચૌવિહારો છઠ્ઠ કરી, ઘેટી પગલે જાય, ધર્મરત્ન પસાયથી મનવાંછિત ફળ થાય - ૩
સ્તવન મેરે તો પ્રભુ લે ચલ ઘેટી પાય, આદીશ્વરના દર્શન કરીને, વંદુ ઘેટી પાય,
મેરે તો પ્રભુજી .. લીલી હરીયાળી વચમાં દેરી, સોહે ઋષભના પાય,
મેરે તો પ્રભુજી ...... ૨
For Personal & Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૯ રાગદ્વેષની ગ્રંથી ભેદે, પૂજે આદીજિન પાય,
મેરે તો પ્રભુજી ..... ૩ પ્રથમ પ્રભુના ધ્યાન પ્રભાવે, યાત્રા સુખભર થાય,
મેરે તો પ્રભુજી ..... ૪ ધર્મરત્ન ગિરિ ગુણ ગાતા, ભવની ભાવઠ જાય,
મેરે તો પ્રભુજી ..... ૫
---------
સ્તુતિ આગે પૂરવ વાર નવાણું, આદિ જિનેશ્વર આયાજી, શત્રુંજય લાભ અનંતો જાણી, વંદુ તેહના પાયાજી, જગબંધવ જગતારણ એ ગિરિ, દીઠા દુર્ગતિ વારેજી, યાત્રા કરતાં છ'રી પાવે, કાજ પોતાના સારેજી.
નવ ખમાસમણના નવ દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર........(૧) સોરઠ દેશમાં સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર, શેત્રુંજી નદી નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર ...(૨) શેત્રુંજી નદીમાં નાહીને, મુખ બાંધી મુખ કોશ, દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ......(૩)
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦ એકેકું ડગલું ભરે, શેત્રુંજી સમું જેહ, ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ અપાવે તેહ.......(૪) શેત્રુંજી સમો તીરથ નહિ, ઋષભ સમો નહિ દેવ, ગૌતમ સરીખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ........(૨) જગમાં તીરથ દો વડા, શત્રુંજય ગિરનાર, એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નેમકુમાર.....(૬) સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, મુનિવર કોડી અનંત, આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત...(૭) શત્રુંજય ગિરિ મંડણો, મરુદેવાનો નંદ, યુગલા ધર્મ નિવારકો, નમો યુગાદિ નિણંદ....(૮) તન-મન-ધન-સુત-વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભોગ, વળી વળી એ ગિરિ વંદતા, શિવ રમણી સંયોગ...(૯)
શ્રી સિદ્ધાચલજીનાં ૨૧ ખમાસમણા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર, મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર, અંગ વસન મન ભૂમિકા, પૂજો પગરણ સાર, ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર, કાર્તિક સુદિ પૂનમ દિને, દશકોટી પરિવાર, દ્રાવિડ વારિખિલ્લજી, સિધ્ધ થયા નિરધાર, તિણ કારણ કાર્તિક દિને સંઘ સયલ પરિવાર,
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૧
આદિજિન સન્મુખ રહી, ખમાસમણ બહુવાર, એકવીશ નામે વર્ણવ્યો, તિહાં પહેલું અભિધાન, શત્રુંજય શુક૨ાજથી, જનક વચન બહુમાન. (સિ.-૧) (સિદ્ધાચલ.... એ દુહો આખો બોલી દરેક ઠેકાણે ખમાસમણ દેવું.) સમોસર્યા સિદ્ધાચલે, શ્રી પુંડરીક ગણધાર લાખ સવા મહાતમ કહ્યું, સુર ન૨ સભા મોઝાર. ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ પાંચ કોડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ, તિણે કારણ પુંડરિકગિરિ, નામ થયું વિખ્યાત, મન વચન કાર્ય વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત. (સિ.-૨)
વીશ કોડિશું પાંડવા, મોક્ષ ગયા ઈણે ઠામ, એમ અનંત મુગતે ગયા, સિધ્ધક્ષેત્ર તિણે નામ. (સિ.-૩)
અડસઠ તીર્થ ન્હાવતા, અંતરંગ ઘડી એક, તુંબી-જલ સ્નાને ક૨ી, જાગ્યો ચિત્ત વિવેક, ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ, અચલ પદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ. (સિ.-૪)
પર્વતમાં સુગિરિ વડો, જિન અભિષેક કરાય, સિધ્ધ હુઆ સ્નાતક પદે, સુરિગિર નામ ધરાય, ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમો તીરથ ન એક, તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. (સિ.-૫)
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
એશી યોજન પૃથલ છે, ઊંચ પણે છવ્વીશ મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ. (સિ.-૬) ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનીક, જેહવો તેહવો સંયમી, એ તીર્થે પૂજનીક, વિપ્ર લોક વિષધર સમા, દુઃખિયા ભૂતલ માન, દવ્યલિંગી કણક્ષેત્ર સમ, મુનિવર છીય સમાન, શ્રાવક મેઘ સમા કહ્યા કરતા પુણ્યનું કામ, પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ. (સિ.-૭) સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન, કર્મ-વિયોગે પામિયા, કેવલ-લક્ષ્મી-નિધાન, લાખ એકાણું શિવ વર્યા, નારદશું અણગાર, નામ નમો તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. (સિ.-૮). શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિમહિમા વિલાસ, ઈદ્રની આગે વર્ણવ્યો, તિણે એ ઇંદ્રપ્રકાશ. (સિ.-૯) દશકોટી અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર, જૈન તીરથ યાત્રા કરે, લાભ તણો નહિ પાર, તેહ થકી સિધ્ધાચલે, એક મુનિને દાન. દેતાં લાભ ઘણો હુવે, મહાતીરથ અભિધાન. (સિ.-૧૦) પ્રાયઃ એ ગિરિ શાશ્વતો, રહેશે કાલ અનંત, શત્રુંજય મહાતમ સુણી, નમો શાશ્વતગિરિ સંત. (સિ.-૧૧)
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ગો નારી બાળક મુનિ, ચઉ હત્યા કરનાર, યાત્રા કરતાં કાર્તકી, ન રહે પાપ લગાર, જે પરદારા લંપટી, ચોરીના કરનાર, દેવદવ્ય ગુરુદ્રવ્યના, જે વળી ચોરણહાર, ચૈત્રી કાર્તકી પૂનમે, કરે યાત્રા ઇણે ઠામ, તપ તપતાં પાતિક ટળે, તિણે દૃઢશક્તિ નામ. (સિ.-૧૨)
ભવભવ પામી નીકળ્યા, થાવચ્ચા-સુત જેહ, સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલય ગિરિ તેહ. (સિ.-૧૩)
ચંદા સૂરજ બેઉ જણા, ઊભા ઇણે ગિરિ શૃંગ, વધાવીયો વર્ણન કરી, પુષ્પવંદન ગિરિ સંત. (સિ.-૧૪)
કર્મ કઠણ ભવજલ તજી, ઇહાં પામ્યા શિવસદ્મ, પ્રાણી પદ્મ નિરંજની, વંદો ગિરિ મહાપદ્મ. (સિ.-૧૫)
શિવવહૂ વિવાહ ઉત્સવે, મંડપ રચિયો સાર, મુનિવરવ૨ બેઠક ભણી, પૃથ્વીપીઠ મનોહર. (સિ.-૧૬)
શ્રી સુભદ્રગિરિ નમો, ભદ્ર તે મંગલ રૂપ, જલ તરુ ૨જ ગિરિવર તણી, શીષ ચઢાવે ભૂપ. (સિ.-૧૭)
વિદ્યાધર-સુર અપ્સરા, નદી શેત્રુંજી વિલાસ, કરતા હરતા પાપને, ભજીએ ભવિ કૈલાસ. (સિ.-૧૮) બીજા નિર્વાણ પ્રભુ, ગઇ ચોવીશી મોઝાર, તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર,
For Personal & Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પ્રભુ વચને અણસણ કરી મુક્તિપુરીમાં વાસ, નામે કદંબગિરિ નમો, તો હોય લીલવિલાસ. (સિ.૧૯) પાતાલે જસ મૂળ છે. ઉજજવલગિરિનું સાર, ત્રિકરણ યોગે વંદતા, અલ્પ હોય સંસાર. (સિ.-૨૦) તન મન ધન સુત વલભા, સ્વર્ગાદિક સુખભોગ, જે વંછે તે સંપજે, શિવરમણી સંયોગ, વિમલાચલ પરમેષ્ઠિનું ધ્યાન ધરે પટમાસ, તેજ અપૂરવ વિસ્તરે પૂગે (પૂરે) સઘળી આશ, ત્રીજે ભવ સિધ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ, ઉત્કૃષ્ટ પરિમાણથી, અંતર્મુહૂર્ત સાચ, સર્વ કામદાયક નમો, નામ કરી ઓળખાણ, શ્રી શુભવીર વિજય પ્રભુ, નમતાં કરોડ કલ્યાણ. (સિ.-૨૧)
--------
શેત્રુંજા ગઢના વાસી રે શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો રે, સેવકની સુણી વાતો રે, દિલમાં ધારજો રે, પ્રભુ મેંદીઠો તુમ દેરાર, આજ મુને ઉપન્યો હર્ષ અપાર, સાહિબાની સેવા રે, ભવદુઃખ ભાંજશે રે.
દાદાજીની સેવારે શિવસુખ આપશે રે ... (૧) એક અરજ અમારી રે, દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે, દૂર નિવારજો રે,
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, દરિશણ વહેલું રે દાખ,
સાહિબાની સેવા રે ..... (૨) દોલત સવાઈ રે સોરઠ દેશની રે, બલિહારી હું જાઉં રે, પ્રભુ તારા વેશની રે, પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મોહ્યા સુર-નર-વૃંદ ને ભૂપ,
સાહિબાની સેવા રે ... (૩) તીરથ કો નહિ રે, શત્રુંજય સારીખે રે, પ્રવચન પેખીને, કીધું મેં પારખું રે, ઋષભને જોઈજોઈ હરખેજેહ,ત્રિભુવનલીલાપામેતેહ.
સાહિબાની સેવા રે ... (૪) ભવોભવ માંગું રે, પ્રભુ તારી સેવના રે, ભાવઠ ન ભાંગે રે, જગમાં તે વિના રે, પ્રભુ મારા પૂરો મનનાં કોડ, ઈમ કહે ઉદયરત્ન કરજોડ, સાહિબાની સેવા રે, ભવદુઃખ ભાંજશે રે,
દાદાજીની સેવા રે શિવસુખ આપશે રે ..... (૫)
યાત્રા નવ્વાણું કરીએ વિમલગિરિ યાત્રા નવ્વાણું કરીએ વિમલગિરિ, યાત્રા નવ્વાણું કરીએ, પૂર્વ નવ્વાણું વાર શત્રુંજયગિરિ, ઋષભ નિણંદ સમોસરીએ,
વિમલગિરિ યાત્રા. (૧) કોડી સહસ ભવ યાતક સુટે, શેત્રુજા સમો ડગ ભરિયે,
વિમલગિરિ યાત્રા.........(૨)
For Personal & Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સાત છઠ્ઠ દોય અઠ્ઠમ તપસ્યા કરી ચઢીએ ગિરિવરિએ,
વિમલગિરિ યાત્રા.....(૩) પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ,
વિમલગિરિ યાત્રા....(૪) પાપી અભવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરીએ,
વિમલગિરિ યાત્રા.....(૨) ભૂમિ સંથારોને નારી તણો સંગ, દૂર થકી પરિહરીએ,
* વિમલગિરિ યાત્રા..(૬) સચિત્ત પરિહારીને એકલ આહારી, ગુરુ સાથે પદ ચઢિએ,
- વિમલગિરિ યાત્રા....(૭) પડિક્કમણાં દોય વિધિશું કરીએ, પાપ પડેલ પરિહરીએ,
વિમલગિરિ યાત્રા......(2) કલિકાળે એ તીરથ મોટું, પ્રવાહણ જેમ ભર દરિયે,
વિમલગિરિ યાત્રા...(૯) ઉત્તમ એ ગિરિવર સેવંતા, પા કહે ભવ તરિયે,
વિમલગિરિ યાત્રા....(૧૦)
સિદ્ધાચલ શિખરે દીવો રે સિદ્ધાચલ શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો છે. જાણે દર્શન અમૃત પીવો રે, આદિશ્વર અલબેલો છે.
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૭ શિવ સોમજસાની લારે રે, આવે તેવકોડી મુનિ પરિવારે રે.
આદિશ્વર અલબેલો છે ... (૧) કરે શિવસુંદરીનું આણું રે, આ૦ નારદજી લાખ એકાણું રે. આ૦ વસુદેવની નારી પ્રસિદ્ધિ રે, આ0 પાંત્રીસ હજાર તે સિદ્ધિ રે. આ૦
સિદ્ધાચલ શિખરે દીવો રે .... (૨) લાખ બાવન ને એક કોડી રે, આ૦ પંચાવન સહસ ને જોડી રે. આ૦ સાતસે સત્યોતેર સાધુ રે, આ૦ પ્રભુ શાંતિ ચોમાસું દીધું રે. આ૦
સિદ્ધાચલ શિખરે દીવો રે . (૩) તવ એ વરીયા શીવનારી રે,આ૦ચૌદસહસ મુનિ દમિતારી રે.આ0 પ્રદ્યુમ્નપ્રિયા અચંભી રે, આ૦ ચૌઆલીસ મેં વૈદર્ભિ રે. આ0
સિદ્ધાચલ શિખરે દીવો રે ..... (૪) થાવસ્ત્રાપુત્ર હજારે રે, આ0 શુક્ર પરિવ્રાજક એ ધારે રે, આ૦ સેલગ પણસય વિખ્યાતરે, આ૦ સુભદ્ર મુનિ સમ સાતે રે. આ૦
સિદ્ધાચલ શિખરે દીવો રે.... (૫) ભવતરિયા તેણે ભવતારણ રે,આ૦ગજચંદ્રમહોદય કારણ રે.આ૦ સુરકાંત અચલ અભિનંદો રે, આ૦ સુમતિ શ્રેષ્ઠા ભયકંદોરે,આ૦
સિધ્ધાચલ શિખરે દીવો રે .... (૬) ઇમાં મોક્ષે ગયા કેઈ કોટી રે, આ૦ અમને પણ અશા મોટી રે, આ૦ શ્રધ્ધા સંવેગે ભરિયો રે, આ૦ મેં મોટો દરીયો તરિયો રે, આ૦
સિદ્ધાચલ શિખરે દીવો રે ... (૭)
For Personal & Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રદ્ધાવિણ કુણ ઈહાં આવે રે, આ૦લઘુ જળમાં કેમ તરાય રે. આ.૦ તિણે હાથે હવે પ્રભુ ઝાલો રે, આ૦ શુભવીરને હૈડે વહાલો રે. આ૦
સિદ્ધાચલ શિખરે દીવો રે .... (2)
સિટ
શ્રી રે સિદ્ધાચલ ભેટવા શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાહ્યો, ઋષભદેવ પૂજા કરી, લીજે ભવતણો લાહો.
- શ્રી રે સિદ્ધાચલ ભેટવા.....(૧) મણિમય મૂરતિ શ્રી ઋષભની, નીપાઈ અભિરામ, ભવન કરાવ્યાં કનકના, રાખ્યા ભરતે નામ.
શ્રી રે સિધ્ધાચલ ભેટવા......(૨) નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી, શેત્રુજા સમો તીરથ નહિ, બોલ્યા સીમંધર વાણી.
શ્રી રે સિદ્ધાચલ ભેટવા..(૩) પૂરવ નવ્વાણું સમોસર્યા, સ્વામી શ્રી ઋષભજિણંદ, રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ.
શ્રી રે સિદ્ધાચલ ભેટવા......(૪) પૂરવ પુણ્ય પસાઉલે, પુંડરીકગિરિ પાયો, કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયો.
શ્રી રે સિદ્ધાચલ ભેટવા...()
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૯
આજ મ્હારાં નયણાં સફળ થયા આજ મારાં નયણાં સફળ થયાં, શ્રી સિદ્ધાચલ નીરખી,
ગિરિને વધાવું મોતીડે, હૈયામાં હરખી...આજ....(૧) ધન્ય ધન્ય સોરઠ દેશને, જિહાં એ તીરથ જોડી,
વિમલાચલ ગિરનારને, વંદુ બે કર જોડી...આજ.....(૨) સાધુ અનંતા ઈણ ગિરિ, સિદ્ધા અણસણ લેઈ, રામ પાંડવ નારદ ઋષિ, બીજા મુનિવર કોઈઈ...આજ...(૩) માનવભવ પામી કરી, નવિ એ તીરથ ભેટે,
પાપકર્મ જે આકરાં, કહો કેણી પરે માટે....આજ....(૪) તીરથરાજ સમરું સદા, સારે વાંછિત કાજ,
દુઃખ દોહગ દૂર કરી, આપે અવિચલ રાજ..આજ......(૨) સુખ અભિલાષી પ્રાણિયા, વિંછે અવિચલ સુખડાં, માણેકમુનિ ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુઃખડાં..આજ.....(૬)
પાલીતાણા મન ભાવ્યું પ્રભુજી (નવટૂંકમાં બોલી શકાય) પાલીતાણા મન ભાવ્યું પ્રભુજી, નામ મીઠું મને લાગ્યું, ત્યાં તો બિરાજે છે ઋષભ જિનેશ્વર, નાભિના જાયા.
પાલીતાણા....(૧) પહેલી ટૂંક જઈ પાવન થાશું, બીજી ટૂંકે જઇ કર્મ ખપાવીશું ત્રીજે તે પાપ પલાયન પ્રભુજી, નામ મીઠું મને લાગ્યું.
પાલીતાણા....(૨)
For Personal & Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ચોથી ટૂંકેજઈ ક્રોધન કરશો, પાંચમી ટૂંક જઈ માન ન કરશો, છકે તે માયાને વિસારો, પ્રભુજી નામ મીઠું મને લાગ્યું.
પાલીતાણા.....(૩) સાતમી ટ્રકેજઇલોભનકરશો,આઠમીટૂંકેજઈમમતાનેતજજો, નવમીએ તે દાદાને ભેટો, પ્રભુજી નામ મીઠું મને લાગ્યું.
પાલીતાણા......(૪) દર્શનના પ્રભુ કોડ પુરાવો, બાળકડાની લાજ નિભાવો. લબ્ધિસૂરિએ ગાયું પ્રભુજી, તું છે તરવાનું ઠેકાણું.
પ્રભુજી નામ મીઠું મને લાગ્યું. પાલીતાણા......(૨)
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન
(૧) જય ચિંતામણી પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટ કર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી....(૧) પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ, પ્રભુ નામે ભવ ભવતણાં, પાતક સબ દહીએ....(૨)
ૐ હ્રીં વર્ણ જોડી કરી, જપીએ પાર્શ્વનામ, વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ઠામ....(૩)
(૨) આશ પૂરે પ્રભુ પાસજી, ત્રોડે ભવ પાસ, વામાં માતા જનમીયા, અહીં લંછન જાસ......(૧) અશ્વસેન સુત સુખક, નવ હાથની કાય, કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આય.....(૨)
For Personal & Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૧
એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર, પદ્મ કહે મુક્તે ગયા, નમતાં સુખ નિરધાર.....(૩)
અંતરજામી સુણ અલવેસર
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો રે, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો, સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો, આપો આપોને મહારાજ, અમને મોક્ષ સુખ આપો......(૧) સહુકોનાં મનવાંછિત પૂરો, ચિંતા સહુની ચુરો રે એવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂરે ? સેવક અરજ કરે છે રાજ......(૨)
સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો રે કરુણાસાગર કેમ કહેવાશો, જો ઉપકાર ન કરશો.
સેવક અરજ કરે છે રાજ.....(૩)
લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશન દીજે રે ધૂમાડે ધીજું નહીં સાહિબ, પેટ પડ્યાં પતિજે. સેવક અરજ કરે છે રાજ......(૪)
શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારો રે, કહે જિનહર્ષ મયા કરી મુજને ભવસાગરથી તારો. સેવક અરજ કરે છે રાજ......(૫)
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સ્તુતિ
પાસનિણંદા વામાનંદા, જબ ગરબે ફળી, સુપના દેખે અર્થ વિશેષે, કહે મઘવા મળી, જિનવર જાયા સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિરાજી ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીયે.
શ્રી અજિતનાથ ભગવાનનું ચૈત્યવંદન અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાનો સ્વામી, જિતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી....(૧) બહોંતેર લાખ પૂરવ તણું, પાળ્યું જિણે આય, ગજ લંછન લંછન નહી, પ્રણમે સુર રાય....(૨) સાડા ચારસે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદ પધત પ્રણમીએ,જિમલહીએ શિવગેહ.....(૩)
------
સ્તુતિ વિજયા સુત વંદો, તેજથી કયું દિગંદો શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરીંદો મુખ જિમ અરવિંદો, જાસ સેવે સુરીંદો લાહો પરમાણંદો, સેવતાં સુખ કંદો.
સ્તવન પ્રીતલડી બંધાણી રે, અજિત જિણંદ શું, પ્રભુ પાખે ક્ષણ, એક મન ન સુહાય જો,
For Personal & Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ધ્યાનની તાલી રે, લાગી નેહશું, જલદ ઘટા જેમ શિવસુત વાહન દાય જો...પ્રીત) (૧) નેહ ઘેલું મન મારું રે પ્રભુ અલજે રહે, તન મન ધન એ કારણથી પ્રભુ મુજ જો, હારે તો આધાર રે સાહેબ ! રાઉલો, અંતરગતનું પ્રભુ આગળ કહું ગુઝજ જો.પ્રીત(૨) સાહિબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકના જે સહેજે સુધારે કાજ જો, એહવે રે આચરણે કેમ કરીને રહું, બિરુદ તમારું તારણ તરણ જહાજ જો....પ્રીત) (૩) તારકતા તુજ માંહે રે, શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ જો, તુજ કરુણાની લ્હરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ જો...પ્રીસત, (૪) કરુણા દૃષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો, મનવાંછિત ફળિયા રે તુજ આલંબને, કર જોડીને મોહન કહે મનરંગ જો...પ્રીત. (૫)
શ્રી અભિનંદન ભગવાનનું ચૈત્યવંદન નંદન સેવન રાયના, ચોથા અભિનંદન, કપિ લંછન વંદન કરો, ભવદુખ નિકંદન.....(૧)
For Personal & Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪ સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન તાય, સાડા ત્રણશે ધનુષમાન, સુંદર જસ કાય......(૨) વિનીતાવાસી વંદિએ એ, આયુલખ પચાસ, પૂરવ તસ પદ પદ્મને નમતાં શિવપુર વાસ.....(૩)
-----
સ્તુતિ સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાંચો થયો હીરો જાચો, મોહને દેઈ તમાચો પ્રભુ ગુણગણ માચો, એહના ધ્યાને રાચો, જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો.
સ્તવન અભિનંદન જિન દરિશણ તરસીએ, દરિશણ દુર્લભ દેહ, મત મત ભેદ રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ.
અભિનંદન) (૧) સામાન્ય કરી દરિશણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ, મદમેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ શશિ રૂપ વિલેખ,
અભિનંદન) (૨) હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઇએ, અતિ દુર્ગમ નયવાદ, આગમ વાદે હો, ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ.
અભિનંદન(૩)
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૫
ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ ! ધીઢાઇ કરી મારગ સંચરું, સેંગુ કોઈ ન સાથ.
અભિનંદન) (૪) દરિશણ દરિશણ રટતો જો ફિરું, તો રણ રોઝ સમાન, જેહને પિયાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન.
અભિનંદન) (૫) તરસ ન આવે તો મરણ જીવન તણી, સીજે જો દરિશણ કાજ, દરિશણ દુર્લભ સુલભ કૃપાથકી, આનંદઘન મહારાજ.
અભિનંદન, (૬)
Jain Education international
For Personal & Private Use Only
For Personal a Private Use Only
www.jainelibrar
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬
નવ્વાણું યાત્રામાં જરૂરી વસ્તુઓનું લીસ્ટ શત્રુંજયની પુસ્તિકા
પજામા પાંચ પ્રતિક્રમણ વિધિ સહિત Under Garments ૯-૨૧-૧૦૮ ખમાસમણાંની
સ્વેટર (૨) પુસ્તિકા
શાલ (૨) સ્તવન (સુધારસ સ્તવન) હુડવાળુ સ્પ્રીંગ જેકેટ (Light સ્નાત્રપૂજાની પુસ્તિકા
Jacket) છ ગાઉની ભાવયાત્રા
મફલર - ટોપી પૂજાનો રૂમાલ (પ-૬) .
હેટ - કેપ ચરવળો-કટાસણું-સ્થાપનાજી
પાતળા ટુવાલ (૨) સાપડી-નવકારવાળી
નેપકીન (૪) પાંચ-છ જોડી પૂજાનાં કપડાં
ચાદર - ઓશીકાના કવર (૨) પાંચ ખાનાવાળો વટવો
ઝીપરવાળી મોટી થેલીઓ (૪) નાનું પાકીટ – પાઉચ
હાથ રૂમાલ સામાયિકના કપડા
હાથ - પગનાં મોજાં (રંગીન) નોટબુક – ડાયરી
પાસપોર્ટ સાઈઝના ફોટા (૨) પેપર્સ
(ધર્મશાળા માટે) પેન - પેન્સીલ
બગલ થેલો સ્કોચ ટેપ
કેનવાસના સુઝ Envelopes
સ્લીપર - ચંપલ નવકાર ગણવાનું Counter
પ્લાસ્ટીકની ૧૦-૧૫ બેગો ચશ્મા - રીડીંગ ગ્લાસીસ પ્લાસ્ટીકના ત્રણ-ચાર ડબ્બા ઝબ્બા – લેંઘા
સોપ ડીશ (૨) પેન્ટ શર્ટ - થરમલ પાણી પીવાના ગ્લાસ (૨) સાડી – ચુડીદાર
|(Cotton balls)
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
( ૧૨૭
ફલેશ લાઈટ (Small) હેંગર - કલીપ મીણબત્તી
જૂનાં કપડાં માચીસ
દંત મંજન - ટુથપીક સોય દોરો
બેકીંગ સોડા કાતર
ટૂથબ્રશ – ઊલીયું સેક કરવાની કોથળી
ડેન્ટલ ફલોસ હીટીંગ પેડ
Q – Tips પાણી ગળવાની ગરણી
નીલગીરીનું તેલ એલાર્મ ઘડીયાળ
મુખવાસ ઝીપલોક બેગ્સ
ચુરણની ગોળી એરફ્રેશનર
સુદર્શનની ગોળી કોમ્બીનેશન લોક (૨) ઇસબગુલ લોક એન્ડ કી
સૂંઠ – ગંઠોડા પોન્ડસ
કેસર-બરાસ વેસેલાઈન લોશન
બદામ શેમ્પ-કંડીશનર (હેર) કેમેરા . કાંસકા (૪-૫)
સેલફોન ચાંલ્લો કરવાની શીશી નવું કેલેન્ડર કપડાં સૂકવવાની દોરી થંબટેકસ
ઉપયોગી દવાઓ પ્રીસ્ક્રીશન
પેપ્ટોબીસમલ-એમોડીયમ AD First Aid
(ડાયરીયા માટે) ટાઇલીનોલ
રોબીટુસમ - સુડાફેડ એડવીલ
બેન્ગ
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮ Heat & Ice
| નીયોસપોરીન ટાઈગર બામ
Electrolutes Powder Eyedrops
(Engery) બેન્ડેઈડ (વાગ્યા ઉપર વીક્સ
લગાવવા માટે)
સાધુ-સાધ્વીને વહોરાવવાની યાદી : કોટનના મોજાં
મેગ્નીફાઇંગ લેન્સ શાલ (વ્હાઇટ)
બદામ-પીસ્તા-કાજુ સેક કરવાની થેલી
ટાઇલીનોલ રીડીંગ ગ્લાસીસ (૧.૫, ૨, એડવીલ
- ૩ નંબર) ટાઈગરબામ મફલર
બેન્ગ મચ્છરદાની
પુસ્તક પ્રકાશન ખર્ચ નોટબુક-પેન-પેન્સીલ
ઓપરેશનનો ખર્ચ માર્કર પેન
ડોળીના પૈસા (જાત્રા) ઘડીયાળ
ખપની અન્ય વસ્તુ પાલીતાણામાંથી લેવાની વસ્તુની યાદી : ચોખા
નવાણુંની વિધિ પુસ્તિકા બદામ (આખી)
ચૈત્યવંદનની પુસ્તિકા સાકરીયા
દર્શન ચોવીશી મીઠું (ઝારવા માટે)
વાસક્ષેપ પરચુરણ (રોકડા રૂપિયા)
સમાપ્ત છે
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________ Bharat Graphics, Ahmedabad-380001. Ph. : (M) 9925020106, (079) 22134176 rational For Personal & B ate Use Only W aincubuerorg