________________
૮૨.
મેં મારા પતિ ચન્દ્રકાન્તની મન-વચન-કાયાથી ક્ષમા માંગી. મારા ભાઈ-બહેનો પાસે તથા ચન્દ્રકાન્તના ભાઈ-બહેનો પાસે મેં ક્ષમા માંગી. તેમજ આ પવિત્ર તીર્થને કહ્યું કે હે ગિરિરાજ ! ભૂતકાળમાં ક્યારે પણ કોઈનું દિલ દુભવ્યું હોય તો તેઓની પણ હું ક્ષમા માગું છું. મારાથી જાણતા-અજાણતાં મનવચન-કાયાથી થયેલ અપરાધોની હું ક્ષમા માગું છું. આંખમાંથી અશ્રુધારા વહેતી જ રહી, બસ વહેતી જ રહી.
આજે તો દાદાને અને પવિત્ર ગિરિરાજને કહ્યું કે મારા અપરાધોની માફી માંગું છું. મને ક્ષમા આપીને મને હળવા ફૂલ જેવી બનાવી દેજો. કોઇપણ જીવરાશી સાથે થયેલા અપરાધોની મેં વારંવાર ક્ષમા માંગી. અને કહ્યું કે હે પરમાત્મા! આ લખી રહી છું ત્યારે પણ હું થયેલ અપરાધોની અંત:કરણપૂર્વક માફી માંગું છું. નાદાનીયતમાં કોઈ ભૂલ કે ગુન્હો કર્યો હોય તો પ્રભુ મને ક્ષમા આપજો.
મેં મારી દીકરી બિન્ની, જમાઈ સુજલ, દીકરી મનીષ અને પુત્રવધૂ નેહા પાસે જાણતાં કે અજાણતાં મન-વચન-કાયાથી થયેલ અપરાધની ક્ષમા માંગી. કોઇપણ બાળકો પ્રત્યે રાગ કે દ્વેષ કર્યો હોય તેની શત્રુંજય મહાતીર્થની નવ્વાણુંની યાત્રા સમયે ક્ષમા માંગી. મારા પૌત્ર-પૌત્રી સુનય, સાવન, અમાની, દીલન આ બધા મારા ભુલકાંઓ પાસે મેં ક્ષમા માંગી. આ યાત્રા દરમ્યાન કોઈના સંપર્કમાં આવી હોઉં અને મારા વર્તનથી કોઈનું પણ દીલ દુભાયું હોય તો તેની પણ મેં ક્ષમા માંગી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org