________________
૯૨
હું આ મનુષ્ય ભવ હારી ન જાઉં. અને મારા આયુષ્યના જે દિવસો બાકી રહ્યાં છે તેનો હું સઉપયોગ કરી લઉં. મારા આયુષ્યની એક એક ક્ષણ હું તારી ભક્તિમાં લગાવી દઉં. મારે તારી ભક્તિમાં લયલીન થઈ જવું છે. હે દાદા બસ તારી અપાર કરુણા વરસજો.
હે મરુદેવીના લાડલા નંદન, નાભિરાયાના બેટા, ભરત ચક્રવર્તીના પિતા તથા સમગ્ર જગતના દેવાધિદેવ, ત્રણ લોકના નાથ! મારી જીવન નૈયાના નાવિક બની મારી વિનંતિ સ્વીકારજો અને અમારી નૈયા પાર પડાવજો. “સવી જીવ કરું શાસન રસી” એ મંત્રમાં હું સ્નાન કરું. સવી જીવ એટલે કે મારા શરીરના રોમે રોમને મારે તારા શાસનના રસીયા કરવા છે. પહેલાં એ તારા શાસનના રસીયા થશે, પછી સવી જીવ કરું શાસન રસી આપો આપ થશે.
દાદા તારા શાસનનો જય જયકાર થાઓ. તારું શાસન જયવંતુ વર્તો. બસ દાદા આટલું હું માનું છું અને મને તારો સહારો રહે, તારા વિશ્વાસે મારો શ્વાસ ચાલે, બસ દાદા ભવોભવ તારું શરણું મળે, એજ અંતરની અભિલાષા. પેલા ડુંગરવાળા દાદા અમને રોજ બોલાવે. પ્રભુ તેં મને જે આપ્યું છે તેનો બદલો હું શું વાળું. બસ તારી ભક્તિ કરી કરીને મારા મનડાને ઠારું.
જ્યાં તમારા મુખનાં દર્શન થાય છે. આંખડી મારી પ્રભુ હરખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org