________________
૧૨
સૌરાષ્ટ્રમાં આવેલ શ્રી શત્રુંજયગિરિ ભગવાન ઋષભદેવના સમવસરવાને લીધે પરમ પવિત્ર મહાતીર્થ તરીકેનું ગૌરવ મેળવીને છેક પ્રાચીન સમયથી જૈન સંઘની ઊંડી શ્રદ્ધા અને ભક્તિનું સ્થાન તેમજ આ તીર્થાધિરાજ તરફની શ્રી સંઘની પણ શ્રદ્ધાભક્તિનું સ્થાન બની ગયેલ છે. અને આ તીર્થાધિરાજ તરફની શ્રી સંઘની શ્રદ્ધાભક્તિમાં ઉત્તરોઉત્તર કેટલો બધો વધારો થતો રહ્યો છે એ વાતની સાક્ષી આ ગિરિરાજ ઉપર નાનામોટા સેંકડો (૯૮૦) જિનમંદિરો અને એમાં પ્રતિષ્ઠિત થયેલ હજારો (૧૦૬૫૭) જિનબિંબો પણ આપે છે. આજેય આ મહિમાવંતુ તીર્થ સકલ જગતમાં આત્મિક બળના વિજયની પતાકા લહેરાવી રહ્યું છે.
આ તીર્થનો મહિમા વર્ણવવાનો હેતુ એ છે કે શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા એક વિશિષ્ટ યાત્રા છે. કુંડલિની યોગમાં નવ ચક્રના ભેદનની વાત આવે છે અને અંતે આજ્ઞા ચક્ર જાગે છે. શ્રી શત્રુંજય મહાતીર્થની નવ ટૂંકો એ નવ ચક્ર સમાન છે અને અંતે શ્રી આદિનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય છે. આ દર્શનનો આનંદ કેવો હોય તે તમને આ ગ્રંથમાં જોવા મળશે. - પ્રવીણાબહેનને ક્યારેક આદિશ્વર દાદા મરક મરક હસતાં લાગે છે, તો ક્યારેક એમને આદિશ્વર દાદા સાક્ષાત સન્મુખ હોય તેવો અનુભવ થાય છે. એમની આ યાત્રામાં તીર્થ બોલે છે અને એમનું હૃદય અનુભવે છે. જયતળેટી એમને મૂક આશીર્વાદ આપતી હોય તેવું લાગે છે.
આ ૯૯ની યાત્રાની પાછળ જૈનધર્મનો પ્રાચીન ઇતિહાસ, એની વિશિષ્ટ ઉપાસના પદ્ધતિ અને આત્મોન્નતિના એક પછી એક પગથિયાં પાર કરવાનો આશય રહેલો છે અને એ આશય પ્રવીણાબહેનની આ યાત્રામાં સર્વાશે સિદ્ધ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org