________________
અમેરિકા અને અન્ય દેશોમાં આરાધના કરાવે છે. આ રીતે આ દંપતીમાં રહેલી ધર્મભાવના એમના આચારમાં અને એમના જીવનમાં રૂપાંતર પામી છે. એ ધર્મભાવનાના બળે એમણે અમેરિકાના ૩૬ વર્ષના લાંબા વસવાટ પછી શ્રી શત્રુંજય મહાર્ડીની ૯૯ યાત્રા કરવાની ભાવના હૃદયમાં ઉત્કટપણે સેવી અને ભાગ્યે જ લાંબુ ચાલ્યા હોય તેવા આ દંપતી શ્રી આદિશ્વર દાદાની પરમ કૃપા, શ્રી શત્રુંજય તીર્થનો પાવન પ્રભાવ અને એમના ધર્મમય હૃદયના ઉલ્લાસને કારણે એક નહીં, પણ બે વર્ષ અને તે પણ સતત બે વર્ષ ૯૯ યાત્રા કરી.
તીર્થના મહિમાનું સ્મરણ કરીએ તો જગતને ધર્મકલાનો સર્વપ્રથમ સંદેશ આપનાર શ્રી શત્રુંજય તીર્થનું અપૂર્વ મહાત્મ્ય છે. તારે તે તીર્થ. પ્રવર્તાવે તે તીર્થંકર. ઘોર સંસાર સમુદ્રમાં સફર કરતા જહાજોને એમની સફર પૂરી કરાવી કાંઠે પહોંચાડે તે તીર્થ ! તારણ સ્થળ! અહીં પહોંચ્યા પછી માનવીને ઝાઝાં ઝોખમ વેઠવાનાં હોતાં નથી ! જૈન ધર્મમાં તીર્થનું સવિશેષ મહત્ત્વ છે. સ્વયં તીર્થંકરો દેશના (ઉપદેશ) આપતા પહેલાં સમવસરણ (ધર્મપરિષદ)માં નમો તિર્થંસ પદનું ઉચ્ચારણ કરીને તીર્થનો મહિમા કરે છે અને ભાવતીર્થોને નમસ્કાર કરે છે. આવાં તારણ સ્થળો એટલેકે તીર્થો બે પ્રકારના કલ્પવામાં આવ્યા છે.
એક ભાવતીર્થ ! બીજા દ્રવ્ય તીર્થ ! બંનેનો ઉદ્દેશ આત્માની પવિત્રતા જગાડવાનો છે. રાગ દ્વેષના બંધ ઢીલા કરીને આખરે નિર્મૂળ કરવાનો છે. ભાવતીર્થ એટલે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ અને શ્રાવકો. જૈન ધર્મમાં સંઘને પણ એક તીર્થ લેખવામાં આવ્યો છે. તીર્થંકર ભગવાન, સ્વયં મોક્ષમાર્ગને અનુસરનાર એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જેવા ચતુર્વિધ સંઘને તીર્થનું ગૌરવ આપે છે. આ ગૌરવ તે જૈન ધર્મની વિરલ વિશિષ્ટતાનું સૂચન કરે છે. એમને તીર્થ સમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org