________________
૧૦
હોવાનું માન અપાતું નથી. એ તીર્થના ઉપાસક ગણાય, પરંતુ સ્વયં તીર્થસ્વરૂપ ન ગણાય. જૈનધર્મ પોતાના સંઘના સાધુ, સાધ્વી ઉપરાંત શ્રાવક, શ્રાવિકાને પણ તીર્થસ્વરૂપ હોવાનું ગૌરવ આપ્યું છે. આ જ બાબત માનવી સાધનાથી કેટલું બધું પ્રાપ્ત કરી શકે છે એની જિકર કરી જાય છે. આમાં તીર્થકર ટોચ પર બિરાજે છે અને તેથી જ તેઓ સંઘના આરાધ્ય દેવ અને દેવોના પણ વંદનીય એવા દેવાધિદેવ ગણાય છે. દ્રવ્યતીર્થ એટલે મંદિરો, દેરાસરો, સૂપ, ગુફાઓ અને ચૈત્યો.
જૈનનો સકલ તીર્થોમાં પણ પાંચ તીર્થો આંગળીના વેઢે ગણવામાં આવે છે : અષ્ટાપદ, સમેતશિખર, આબુ, ગિરનાર અને શત્રુંજય. આ પાંચમાં અષ્ટાપદ તીર્થ આજે લુપ્તપ્રાયઃ છે, તે અંગે આજે સંશોધન ચાલી રહ્યું છે. સમેતશિખર ઉત્તર ભારતમાં બિહારમાં આવેલો ભવ્ય પહાડ છે અને એની પરમ પાવનતા એક-બે નહીં, પણ વીસ-વીસ તીર્થકરોની નિર્વાણભૂમિને આભારી છે. બાકીના ત્રણ તીર્થો ગુજરાતમાં આવ્યાં છે. અગિયારમી સદીના શિલ્પ સ્થાપત્યની જગમશહૂર આબુ એની કીર્તિથી સુવિખ્યાત છે. ગિરનાર મહાભારત કાળથી પંકાયેલો, ભગવાન અરિષ્ટનેમિ અને મહાસતી રાજુલાની ચરણરજથી પવિત્ર થયેલો પહાડ છે. આ ચાર પર્વતોમાં આબુ સૌથી ઊંચો છે. તે પછી સમેતશિખર આવે છે, પછી ગિરનાર અને ત્યારબાદ સહુથી છેલ્લો આવતો પણ હંમેશા સકલ તીર્થમાં વડુ તીર્થ ગણાતો શત્રુંજય નાનામાં નાનો છે.
શત્રુંજય સર્વ તીર્થોમાં શાશ્વતું તીર્થ લેખવામાં આવે છે. આ તીર્થની એકવારની યાત્રા અન્ય તીર્થની સો વખતની યાત્રા બરાબર છે. પોતાને જૈન કહેવડાવતો કોઈ પણ સાધુ કે શ્રાવક આ પવિત્ર તીર્થની યાત્રા વગરના પોતાના જીવનને હીન લેખે છે અને સાધુ, શ્રાવક કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org