________________
૩૬
હૃદયને ભીંજવી દેતું હતું. શબ્દો હતા - દૂર દેશાવરથી દાદા તારા દર્શન કરવા આવી છું પ્રભુ દર્શન આપજો.
એક બાજુ દાદા અને બીજી બાજુ ગીતના શબ્દો હતા. મારી આંખની સામે દાદાના કરુણામય બે નયનો મને જોઈ રહ્યાં હતાં. મારી આંખમાંથી શ્રાવણ-ભાદરવો ઊમટી ગયો. મેં વહી રહેલી અશ્રુધારાને વહેવા દીધી. મને જબ્બર અનુભવ થયો. મને કેટલાય વખતથી આ મિલનની ઘડીનો ઈંતેજાર હતો. મને એમ જ થતું હતું કે, બસ હું – દાદા અને મારી લાગણીઓ, બીજું કોઈ અમારી વચ્ચે ન આવે, અને બન્યું પણ તે જ. ઘણી પળો વહી ગઈ. ચાહ થાય છે કે આજે મારી આ પળોને અને દાદાની આ પ્રતિમાજીને મારા હૃદય સિંહાસન પર પ્રતિષ્ઠિત કરી લઉં.
દાદા તું ખરેખર અલબેલો છે. દાદા મને ભવોભવ તારું સાનિધ્ય મળો એ જ અંતરની પ્રાર્થના છે. પછી અમે સ્નાન કરી પૂજાના કપડાં પહેરી પ્રક્ષાલની લાઈનમાં બેઠાં. અમે બધાં ભક્તામર, લઘુશાંતિ તથા મોટી શાંતિ સાથે બોલ્યાં. બધાંને બહુજ આનંદ થયો. આવો સમય ફરી ફરી આવવાનો નથી, એવો આલ્હાદ અનુભવ્યો.
આજે દાદાનો પ્રક્ષાલ કર્યો. બહુ જ આનંદ ઉમટ્યો. દાદા પાસેથી ખસવાનું મન થતું નથી. દાદાની સૌમ્ય પ્રતિમા હૃદયને ખૂબ ઠંડક આપે છે. તેમાંથી ઝરતું દિવ્ય તેજ ચારેબાજુ લોકોના ઉત્સાહમાં વધારો કરે છે. દાદાના તેજમાંથી નીકળતી કરુણા બધાંને ભીંજવી દે છે. દાદા એ તો દાદા જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org