________________
શ્રી શત્રુંજય મહાતીર્થમાં નવ્વાણુંના
અનુષ્ઠાનનું અભિવાદન
શ્રી પ્રવિણાબેન અને ચંદ્રકાન્તભાઈ શ્રી શત્રુંજય મહાતીર્થે નવ્વાણુંયાત્રાના પ્રસંગે ઈસ્વીસન્ ૨૦૦૫/૬માં જવાના હતા ત્યારે અમદાવાદ નિવાસે મળવા આવ્યા ત્યારે જ હાર્દિક શુભેચ્છાથી મેં તેમની યાત્રાને વધાવી હતી.
- ભારતભરમાં કે વિદેશમાં શ્રી શત્રુંજય મહાતીર્થની અને તીર્થકર દાદા શ્રી આદિશ્વર ભગવાનની પવિત્રતાના પુણ્યાતિશયનો પ્રભાવ જ એવો આશ્ચર્યકારી છે કે આબાલ-વૃદ્ધ સૌ દર્શનની ઝંખના રાખે છે. નબળા-સબળા સૌ કેડે હાથ દઈ, લાકડીનો ટેકો દઈ, સુધાતૃષાને ભૂલી, સાંસારિક ભાવોને ગૌણ કરી દાદાના દરબારમાં પહોંચી જાય. પૂ. આ. શ્રી કલાપૂર્ણસૂરિજી મ. સા. કહેતા દાદાના દર્શનમાં એવી પવિત્રતા છે કે લાખો માનવો દર્શનની ઝંખના રાખે છે.
આ દંપતિ અમેરિકા નોર્થ ન્યુજર્સીમાં રહે છે. મારી અમેરિકાની સત્સંગયાત્રાના તેઓ સાથી છે. તેમના નિવાસે રહેવાનું થતું ત્યારે તેઓ બંન્ને શાસ્ત્ર અને સૂત્રોનો અભ્યાસ કરવા બેસતા. ધર્મના સંસ્કાર તો માતા-પિતા તરફથી મળ્યા હતા. તે વધુ દઢ થતા ગયા. પશ્ચિમના દેશમાં રહીને પણ તેઓ સાત્ત્વિક અને સદાચારી જીવનને ટકાવી રાખે છે. શ્રાવકના ઉચિત ક્રિયા-આચારનું પાલન કરે છે.
ચંદ્રકાંતભાઈ સ્વયં નિપૂણ પ્રવચનકાર છે. તેથી અન્ય જિજ્ઞાસુઓને ધર્માચરણ તથા જિનવાણીના બોધ પ્રત્યે પ્રેરી રહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org