________________
૨૦
શત્રુંજય તળેટીથી શિખર સુધી પહોંચવાનો રસ્તો સવા બે માઇલ છે. પગથીયાંની સંખ્યા લગભગ ૩૫૦૦ છે. શ્રી શત્રુંજય તીર્થને મંદિરોનું નગર કહેવામાં આવે છે. આ શાશ્વત તીર્થ ઉપર ઘણા ઘણા તીર્થંકર ભગવંતો વિચર્યા છે. કાંકરે કાંકરે અનંતા સિધ્યા :
શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રી નવકાર મહામંત્ર જેવો કોઈ અન્ય મંત્ર નથી. શ્રી પર્યુષણ મહાપર્વ જેવું કોઈ પર્વ નથી. શ્રી કલ્પસૂત્ર જેવું પ્રભાવશાળી બીજું કોઈ શાસ્ત્ર નથી અને શ્રી શત્રુંજય જેવું કલ્યાણકારી બીજું કોઈ પરમતારક તીર્થ નથી.
શત્રુંજય સમાન તીર્થ, આદીનાથ જેવા દેવ અને જીવરક્ષા જેવો ધર્મ એ કરતાં શ્રેષ્ઠ ત્રણ લોકમાં કોઈ નથી. શત્રુંજય નદી પણ તીર્થને સ્પર્શી રહેલી હોવાથી મહાપવિત્ર છે.
અન્ય તીર્થોમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, શીલ, તપ, પૂજન કરવાથી જે ફળ મળે છે, તેનાથી અનેકગણું ફળ આ તીર્થમાં મળે છે. શ્રી શત્રુંજય મહાતીર્થનાં દર્શન-પૂજન, સ્તવન, વંદન, ભક્તિ કરવાથી આપણા આત્માએ પૂર્વકાલમાં બાંધેલા અનંતા પાપો નાશ પામે છે. જેણે શત્રુંજયની યાત્રા કરી નથી અને ત્યાં બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાનને પૂજ્યા નથી તે પોતાનો જન્મ ફોગટ હારી ગયો છે એમ કહી શકાય.
શ્રી શત્રુંજય તીર્થની એકવાર પણ ભાવપૂર્વક યાત્રા કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે તથા ઘણી ઘણી પૂર્વબદ્ધ કર્મોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org