________________
૩૮
સાંભળવાનો આનંદ આવે છે. ઘેટીની પાગના રસ્તે જતાં વાતાવરણમાં નવી ચેતના આવતી હોય તેવો અનુભવ થાય છે. ઘેટીની પાગેથી આવી દાદાના પ્રક્ષાલની લાઇનમાં ઊભા રહ્યાં. દાદાને પ્રક્ષાલ કરતાં દાદાનો સ્પર્શ કરવાનો કોઇ અનેરો લ્હાવો મળે છે. દાદાના ચરણ પાસે રહેલું નમણ આંખે અને મસ્તકે લગાવતાં રોમાંચ ખડાં થઇ જાય છે. દાદા જાણે હમણાં આપણને ભેટી પડશે તેવો ભાસ થાય છે.
પછી આજુબાજુના દેરાસરે પ્રક્ષાલ કરી, પૂજા કરી ચૈત્યવંદન વિગેરે કરી અમે નીચે ઊતરવાનું શરુ કર્યું. ધર્મશાળામાં આવીને પછી અમે એકાસણું કરવા જઇએ છીએ. અહીં પીરસનાર ભાઇઓ ખૂબ પ્રેમથી પીરસે છે. તેઓનો પ્રેમ જોતાં જ પેટ ભરાઇ જાય છે. બધી જ અનુકૂળતા કરી આપે છે. બધો દાદાનો અને આ પવિત્ર ધરતીનો પ્રભાવ છે.
યાત્રા દિવસ-૫
અમે નિત્યક્રમ પ્રમાણે જયતળેટીએ વાસક્ષેપ પૂજા અને ચૈત્યવંદન વિધિ ક૨ી બાબુના દેરાસરે દર્શન કરી ભીડભંજન પાર્શ્વનાથના આશીર્વાદ લઇ ઉપર ચઢવાનું શરુ કર્યું, સવારનું વાતાવરણ કંઇ જુદું જ હોય છે. મંદ મંદ પવન આત્માને આનંદ આપતો હોય છે. ચંદ્રના લીધે ચારે બાજુ પથરાયેલી શ્વેત ચાંદની જાણે કે અમારી યાત્રામાં પ્રકાશ પાથરતી હોય તેવો અહેસાસ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org