________________
૮૬
યાત્રા દિવસ - ૫૮-૫૯
૨૦૦૬ અગિયારમી જાન્યુઆરી બુધવાર
આજે અઠ્ઠાવનમો દિવસ છે. આજે મારે ૧૦૮ જાત્રા પૂર્ણ થઈ છે. નિર્વિદને જાત્રા પૂર્ણ થયા બદલ હું દાદા આદિનાથનો, અધિષ્ઠાયક દેવ-દેવીઓનો અને સિદ્ધાત્માઓનો તેમજ પરમતત્ત્વનો આભાર માનું છું. આજે હું છેલ્લી વાર ઘેટીની પાળે જાત્રા કરવા ગઈ હતી. આજે ઘેટીપાગે હું ડોળી વગર ઊતરી હતી. અને પાછા ફરતી વખતે અડધેથી છેક દાદાના દરબાર સુધી ચઢી હતી. બહુ જ આનંદ થયો.
છેલ્લા બે મહિનાથી ધર્મશાળા - જય તળેટી – દાદા અને ઘેટીની પાગ આ બધાનું જબ્બર આકર્ષણ રહ્યું હતું. દરરોજ નવા નવા અનુભવો થતા હતા. દાદાની કૃપા અમારા ઉપર વરસી હતી અને અમે તે કૃપાના ધોધમાં ભીંજાયે જતા હતા. દાદા તમારી પાસે એક જ માંગું છું કે ભવોભવ તમારા ચરણોની સેવા અમને મળજો.
ગુરુવાર, જાન્યુઆરી ૧૨, ૨૦૦૬. આજે ઓગણ સાઈઠમો દિવસ છે. આજનો આનંદ જુદો છે. આજે હું દાદાની સમીપ રંગમંડપમાં જ હતી. આજે ફક્ત દાદાની જ જાત્રા કરવાની હતી. રંગમંડપમાં મેં આજે ૧૦૮ સાથિઆ કરી સાકરીઆ બદામ વિ. મૂક્યાં. પૈસા ભંડારમાં મૂક્યા.
દાદાનો પ્રક્ષાલ ખૂબ ઉત્સાહથી કર્યો. દાદાની પૂજા ખૂબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org