________________
દાદા તારી મુખ મુદ્રાને અમીમય નજરે નિહાળી રહ્યો. સિદ્ધાચલના વાસી વિમલાચલના વાસી, જિનજી પ્યારા આદિનાથને વંદન હમારા આદિનાથ દાદાની જય !
યાત્રા દિવસ - ૬૨
જાન્યુઆરી ૧૭, ૨૦૦૬, મંગળવાર, બે દિવસ પછી ફરી પાછા અમે દાદાને ભેટવા ઉપડી ગયા. આજે મેં ૧૧૨ જાત્રા પૂર્ણ કરી છે. આજે આ નવ્વાણુંની જાત્રાની છેલ્લી મુલાકાત હતી. ખૂબ જ ઉત્સાહભેર અમે ગિરિરાજ ચઢી ગયા.
દાદાનો પ્રક્ષાલ બહુ જ ભાવથી કર્યો. આજે ભીડ ન હતી. આજુબાજું પ્રક્ષાલ કર્યો અને પૂજા કરી. દાદાના દરબારમાં આજે અમે ભક્તામર બોલેલાં. ફરી દાદાના ખૂબ ભાવથી દર્શન કરી દાદાની જય બોલાવી. છેલ્લે ફરી એકવાર સમૂહમાં દેવ મારા આજથી તારો બનીને જાઉં છું. એ ભક્તિ ગીત ખૂબ ભાવભર્યા હૃદયે ગાયું. હૈયું ભાવવિભોર બની ગયું.
દાદાને કોલ આપ્યો કે અમને ફરી જલ્દી જાત્રા કરવા બોલાવજે. આંખમાં અશ્રુ સાથે અમે વિદાય થયાં. આ દિવસ અમારા માટે યાદગાર બની જશે. આજે કોઈ ફરીયાદ નથી. ફક્ત દાદાની યાદ દિલમાં લઈ ધીરે ધીરે ગિરિરાજના પગથીયાં ઉતરતાં હતાં. આજે ચઢતાં કે ઉતરતાં કોઈ થાક નહીં. બસ દાદાનું સ્મરણ કરતાં કરતાં જય તળેટીએ આવી તથા પગથીએ મસ્તક નમાવી ગિરિરાજનો તથા દાદાનો આભાર માન્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org