________________
૪૮
ઢગલા થયેલા નજરે પડે છે. રંગમંડપમાં તો જાણે ચારે બાજુ ચોખા જ ચોખા દેખાય અને લોકો પ્રક્ષાલ માટે દોડાદોડી કરતાં હોય તેવું દૃષ્ટિગોચર થતું.
અમે પણ દાદાનો પ્રક્ષાલ કરી પછી બધે જ પ્રક્ષાલ માટે દોટ મૂકતાં, પ્રક્ષાલનું નિર્માણ આંખે-ગળે અને કપાળે જ્યારે લગાવતાં ત્યારે ખૂબ જ આનંદ થતો. દાદાનો પ્રક્ષાલ કરવા ભીડમાં ઊભા રહેવું પડે છે. દરબારમાં ધક્કામુક્કીનો અનુભવ પણ કરવો પડે છે. છતાં પ્રક્ષાલ-પૂજા મળવાના આનંદમાં જ્યારે ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે બધાં જ શાંત થઈ જાય છે.
ગભારામાં શાંતિ હોય છે. જ્યારે પ્રક્ષાલ માટે આપણો વારો આવે ત્યારે એમ જ થાય છે કે બસ અહીં જ રોકાઈ જાઉં અને દાદાને મારી પાસેથી કોઈ ન લઈ લે. દાદાનો પ્રક્ષાલ એ અમારા માટે બહુ કિંમતી ચીજ છે. જ્યારે કળશ અમારા હાથમાં આવે ત્યારે અમારા અંતરની ઉર્મિઓ ઉભરાઈ જાય છે. દાદાને સ્પર્શ કરવામાં જે રોમાંચ ખડા થઈ જાય છે એ અનુભવ કહેવા માટે શબ્દ નથી.
- દાદાની મુખમુદ્રામાં જબ્બર આકર્ષણ છે. દાદાના નયનોમાંથી ઝરતું અમી દરેકને ભીંજવી દે છે. એકબાજુ દાદાના પ્રક્ષાલનું નમણ અને બીજી બાજુ દિવ્ય નયનોમાંથી નીકળતી કરુણાનું નમણ, બધાને મોહની નિંદ્રામાંથી ઉગારે છે. દાદા તારો જય હો જય હો..જય જય શ્રી આદિનાથ દિલમાં ગૂંજી રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org