________________
- ૨૩
યાત્રા પ્રારંભ યાત્રા દિવસ-૧
આજે કાર્તિકી પૂનમ, મંગળવાર ૧૫મી નવેમ્બર-૨૦૦૫ અમારા જીવનના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે.
આજે અમારું જીવન ધન્ય બની ગયું. છેલ્લા એક વર્ષથી નવ્વાણું કરવાની જે લગની લાગી હતી તે સત્ય બની ગઈ. શત્રુંજય તીર્થના મહિમાના વાંચને આજે મને સાક્ષાત્કાર કરાવ્યો. હું આખીને આખી ભાવનાની ભરતીથી તરબોળ થઈ ગઈ. “જય ગિરિરાજ ! જય આદીનાથ !
આજે સવારે અમે ચાર વાગે ઊઠી ગયાં હતાં. દૈનિક ક્રમ પતાવી રૂમની બહાર ગિરિરાજના દર્શન કરી. ત્રણ નવકાર ગણી હાથમાં પૂજાથેલી-શ્રીફળ-લાકડી વિગેરે લઈને અમે સવારે પાંચ વાગે પાંચે જણાં (ચંદ્રકાન્ત-પ્રવીણા, જસવંતભાઈજ્યોસ્નાબેન અને નિમુબેન) નીચે ધર્મશાળાની લોબીમાં મળ્યાં. ભરતભાઈ અને ઇન્દિરાબેન બાબુના દેરાસર સુધીનું નવ્વાણું કરવાના હતા. અમારા ડોળીવાળાઓએ અમારું સ્વાગત કર્યું અને અમે બધાંએ જયતળેટી તરફ પ્રયાણ કર્યું.
અમારી નવ્વાણુંની યાદગાર યાત્રામાં અમે હર્ષભેર આગળ વધ્યાં. આગમ મંદિરના દર્શન કરી અમે જય તળેટીએ આવી પહોંચ્યા. હૈયામાં જબરો થનગનાટ હતો. હાથમાં બટવો શ્રીફળ અને પૂજાનો રૂમાલ લઈ જયતળેટીને ભેટવા લાઇનમાં ઊભાં રહ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org