________________
૩૦
શ્રી ધનેશ્વરસૂરિજીની વિશાળ મૂર્તિ છે. તેમને વંદન કરી અમે હાથીપોળ પાસે પહોંચ્યાં.
સૌ પ્રથમ વીર વિક્રમસિંહનો પાળિયો આવે છે. તીર્થની રક્ષા માટે મરી ફીટનાર આ વીરને પ્રણામ કર્યા. હાથીપોળની ડાબી બાજુએ આવેલો રસ્તો સૂરજકુંડ તરફ જાય છે. દાદાના પ્રક્ષાલનું પાણી સુરજકુંડમાંથી લેવાય છે.
હાથીપોળમાં પ્રવેશ કરો કે તમારી નજર કલાત્મક બે હાથી પર પડે છે. કેવા સુંદર બન્ને હાથી દેખાય છે? શિલ્પસ્થાપત્ય પ્રત્યે આકર્ષણ થાય તેવું આ દશ્ય છે. ત્યારબાદ અંદર પ્રવેશ કરીએ એટલે આપણને ફુલવાળા નજરે પડે છે. ગુલાબ, જુઈ, ડમરો વિગેરે પુષ્પોની મઘમઘતી સુગંધથી વાતાવરણ સુંદર લાગે છે. ડાબી બાજુ બહેનોને અને જમણી બાજુ ભાઈઓને પૂજાના પાસ આપવામાં આવે છે. બાજુમાં કેસર-સુખડની રૂમ આવેલી છે. તેની ઉપર ભાઈઓ અને બહેનોને ન્હાવા માટેના બાથરૂમો છે. “પ્રભુજી આવી રતનપોળ કે, સામા જગધણી રે લોલ.'
અમે રતનપોળમાં ધક્કામુકી સાથે પ્રવેશ કર્યો આજે પૂનમ હોવાથી આખો રંગમંડપ યાત્રિકોથી ભરાઈ ગયો હતો. રતનપોળમાં રત્ન કરતાં પણ ઘણા કિંમતી એવા દાદા બિરાજમાન છે. બોલો બોલો શ્રી આદેશ્વર દાદાની જય !
આજે દાદાના દર્શન કરવા માટે સખત ભીડ હતી. માંડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org