________________
૬૧
ઘેટી પગલે આજે વિશેષતા હતી. અલબેલા રાજુભાઇ તેમનાં સગાં અને મિત્ર પરિવાર સાથે સંઘ પૂજન કરવા બેઠા હતા. બે બહેનો કેસરનો ચાંદલો કરે, પછી બાદલું લગાડે. એક જણ પાંચ રૂપિયાની પ્રભાવના કરે. એક બેન બધાંના પગ ધુએ. બીજા કપડાંથી લૂછે. પછી રાજુભાઇ પણ બધાંના પગ ધુએ અને બીજા ભાઇ કપડાંથી પગ લુછે. સુંદર દૃશ્ય હતું.
આદેશ્વર અલબેલો છે તેની ધૂન ગાતાં ગાતાં રાજુભાઇ બોલ્યે જતાં હતાં કે, આવો.....આવો.....તપસ્વી આવો..... યોગી આવો..... રાજુભાઇ અલબેલાને લાભ આપો. આ દૃશ્ય જોઇ મને ખૂબ ભાવ આવી ગયો. મેં રાજુભાઇને કહ્યું કે મારી પાસે કેમેરા હોત તો ફોટા પાડી લેત. મેં કહ્યું કે તમારો હાથ મારા માથે મૂકો અને મને આશીર્વાદ આપો કે અમે પણ તમારી જેમ ભાવથી આવી સંઘ પૂજા કરીએ. આજે દિવસ ધન્ય બની ગયો.
આમ દિવસો પર દિવસો દાદાના સાનિધ્યમાં પસાર થાય છે. દાદાની અમારા બધાં પર અસીમ કૃપા વરસી રહી છે. હે કૃપાળુ તમે ખરેખર અમારા બધાં ઉપર કૃપા વરસાવી રહ્યા છો. આજે મારે પચાસ જાત્રા પૂર્ણ થઇ છે. હૈયામાં ઘણો આનંદ છે. દાદાના દર્શનનો જે આનંદ થાય છે તે અકથનીય છે. એ આનંદ તો અનુભવથી જ સમજાય તેવો છે. તેનું શબ્દોથી વર્ણન થાય તેમ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org