________________
૮૧
દાદાના દર્શનથી હળવાશનો અનુભવ થતો. આ બાબતમાં પોતાનો અનુભવ એ જ સાક્ષી હતો. - આજે ચોપનમો દિવસ છે. મારે આજે ૧૦૦ જાત્રા પૂરી થઈ છે. આજે મને ખૂબ કિંમતી વસ્તુ મળ્યાનો આનંદ છે. જે નવ્વાણુંની જાત્રાનું સતત રટણ હતું તે આજે પ્રત્યક્ષ થતાં ખૂબ ખૂબ આનંદ થયો છે. તેનું વર્ણન કરવું અશક્ય છે. આ આનંદને વ્યકત કરવા મારી પાસે કોઈ જ શબ્દ નથી.
યાત્રા દિવસ - પપ
આજે બે હજાર છના વર્ષની જાન્યુઆરીની આઠમી તારીખ છે. આજે મારી દીકરી બિન્નીના દીકરા સાવનનો જન્મદિવસ (Birthday) છે. મારી યાત્રાનો પંચાવનમો દિવસ છે. આજે ખૂબ વિશિષ્ટ અનુભવ થયો. આજે ગિરિરાજ ચઢતી હતી. ત્યારે પદ્માવતીની ટૂંક પસાર કર્યા પછી અચાનક હું ભાવવિભોર થઈ ગઈ. મારી આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી. મેં દાદા પાસે અને આ મહાન ગિરિરાજ પાસે પળે પળે ક્ષમા માંગી. પગથીયે પગથીયે પ્રાયશ્ચિત્ત કર્યું.
મારા સગા સંબંધીઓના નામ દઈ મારાથી જાણતા કે અજાણતા મન વચન કાયાથી કોઇના પણ જીવને દુઃખ થયું હોય તો અંતરના અવાજ સાથે દિલનાં દર્દ સાથે ક્ષમા માંગી, મારા સગાં, મારો સમાજ, સાધર્મિક ભાઈ-બહેનો અને મારા મિત્ર વર્ગનાં નામ દઈ દઈને દરેક પાસે ત્રિવિધ ત્રિવિધ ક્ષમા માંગી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org