________________
આમ જ્યારે ૧૦૧મી યાત્રા ચાલુ હતી ત્યારે અત્યંત ગદ્ગદિત થયેલ હૃદયને કહ્યું કે તું માંગી લે ક્ષમા. આવો અવસર ફરીને નહીં મળે. આ સોનેરી તક છે. મારી જીંદગીનો યાદગાર દિવસ છે. મારા જીવનની પુસ્તિકામાં સોનેરી અક્ષરે લખાઈ જશે.
આજે તો મને થાય છે કે મેં મારા માતા-પિતાની ધર્મ ભાવનાને ચાર ચાંદ લગાવી દીધા. મારા પૂજ્ય પિતાશ્રી ચુનીલાલ ઉજમચંદ શાહ અને પૂજ્ય માતુશ્રી તારાબેનના પરિવારમાં આ પહેલું નવ્વાણું થયું છે. આ ચોર્યાશી લાખ યોનિમાં ઘણા પુણ્યોદયથી મનુષ્ય ભવ મળ્યો છે. મારે મનુષ્ય ભવ હારી જવો નથી. મારે ધર્મ કરી તરી જવું છે. મારે મારા માતાપિતાનું ઋણ ચૂકવવું છે. શ્વસુર પક્ષે ચંદ્રકાન્તનું પણ આ પહેલું નવાણુ છે.
હે દેવાધિદેવ હું તમારી પાસે શક્તિ માંગું છું. મારે કંઇક પામવું છે. મારે મારા સાડા ત્રણ કરોડ રોમરાજી કર્મ રહિત કરવા છે. હે દાદા આદિનાથ તમારા ચહેરા પરથી નીકળતાં દિવ્ય તેજનાં કિરણોથી મારા અણુએ અણુમાં જ્યોતિ પ્રસરી છે. તમે મને પાવન કરી રહ્યા છો અને હું પાવન થઈ રહી છું.
દાદા બસ મને આટલું જ આપજે કે અહીં જે કંઈ પણ કરૂં તે તારી આજ્ઞા પ્રમાણે કરૂં. જે બોલું, જે ચાલું તેમાં તારી આજ્ઞા જ હોય. મારે ઘણું બધું ભણવું છે. ઘણું ઘણું સેવાનું કામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org