________________
૮૫
માટે આપ્યો છે. ગોઠીએ કહ્યું પૂજા કરી લો પછી હાર મુગટે ચઢાવીશું.
મેં દાદાની ખૂબ ભાવથી નવ અંગની પૂજા કરી. પછી ગોઠીની મદદથી અમે દાદાના મુગટે હાર પહેરાવ્યો. દાદા મલકવા લાગ્યા. મારી ખુશીનો આનંદ માતો ન હતો. મેં દાદાના ચરણો પકડી લીધા અને દાદાનો ખૂબ ખૂબ આભાર માન્યો. ધન્ય દિવસ! ધન્ય ઘડી ! અને ધન્ય તે પળો !
આજનો દિવસ પવિત્ર મંગલકારી લાગ્યો. દાદાની નવ અંગે પૂજા કરવા મળી. મને અંદરથી “પૂણ્યાહં પૂણ્યાહ'નો અવાજ આવ્યો. આજે અમે દાદાની પાટની નીચે ચકેશ્વરી દેવી તથા નવગ્રહની ભાવપૂર્વક પૂજા કરી. અમે દાદાનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો.
આજે સત્તાવનમો દિવસ છે. આજે ગભારામાં દાદાના જમણા અંગૂઠે ૧૦૮ વાર પૂજા કરી. ખૂબ આનંદ અનુભવ્યો. આજે મારે ૧૦૬ જાત્રા થઈ છે. હમણાં હમણાં દાદાના નવ અંગે પૂજા કરવાની તક મળવાથી બહુ આનંદ થયો હતો.
દાદા તારી મુખમુદ્રાને અમીમય નજરે નિહાળી રહી છું. દાદા તારા મુખ ઉપરથી નીકળતું દિવ્ય તેજ હું ઝીલી રહી છું. દાદા મને પાવન કરી રહ્યા છો અને હું પાવન થઈ રહી છું તે હું અનુભવી રહી છું. જય જય શ્રી આદિનાથ ! જય જય દાદા!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org