________________
૮૦
તેજ ઝળઝળાટ મારતું લાગતું હતું. વહેલી સવારે દાદાના દર્શન કરવા એ પણ એક લ્હાવો છે.
દાદા હંમેશાં અદ્ભુત અદ્ભુત લાગતા હોય છે. દાદા આંગી સાથે હોય કે આંગી ઉતાર્યા પછી હોય. દાદા પ્રક્ષાલના સમયે હોય કે પૂજાના સમયે હોય. બધા જ સમયે દાદા ખૂબ સુંદર લાગે છે. દાદાનું રૂપ અનુપમ છે. સદા મરક મરક હસતા જ હોય તેવું દેખાતું હોય છે.
બસ તમારા રૂપને નિરખ્યા કરું, લાગણી એવી હૃદયમાં થાય છે,
જ્યાં તમારા મુખનાં દર્શન થાય છે, આંખડી મારી પ્રભુ હરખાય છે.
આ ગીતની એકે એક કડીઓ સુંદર છે. મારા માટે આ ગીત ચાવીરૂપ છે. જ્યારે જ્યારે દાદાની પ્રદક્ષિણા દઉં છું ત્યારે ત્યારે આ ગીતની કડીઓ મુખમાંથી સહેજે સરી પડે છે.
- આજે ત્રેપનમો દિવસ છે. આજે દાદાનો પ્રક્ષાલ કર્યા પછી આજુબાજુ પ્રક્ષાલ કર્યો. પછી સહસ્ત્રફણા પાર્શ્વનાથનો પ્રક્ષાલ કરવા મળ્યો. અંગલૂછણાં કર્યા અને પહેલી પૂજા કરવાનો લાભ મળ્યો. આજે હું ધન્ય બની ગઈ. આજે ૯૮ જાત્રા પૂરી થઈ.
પેલા ડુંગરવાળા દાદા અમને રોજ બોલાવે. દાદાના દર્શનથી જીવનને પરમ આનંદનો અનુભવ થતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org