________________
૬૦
સારું એવું અંધારું હોય છે. હિંગળાજના હડાથી થોડું ઉપર ચઢીએ ત્યારે આછો આછો પ્રકાશ થાય છે. ત્યાંથી ચૌમુખજીની ટૂંકનાં દર્શન થાય છે. નમો જિણાણે બોલી અમે આગળ વધતાં હતાં. અહીંનું વાતાવરણ આહલાદક હોય છે. દાદાને સ્પર્શને આવતી તાજી હવાનો અહીં પરિચય થાય છે. વાતાવરણ ખુશનુમા હોય છે.
આજે દાદાની આંગી ભવ્ય હતી. ગળા આગળ ગુલાબી ગુલાબનાં ફૂલો, હારની જેમ શોભતાં હતાં. હાથ ઉપર પણ ગુલાબી ફૂલ હતાં. વચ્ચે વચ્ચે લીલા કલરના પાંદડા હતા. બેઠક આગળ ગુલાબના ફૂલોનો ઢગલો ગોઠવેલો હતો. હાથમાં બન્ને બાજુ બાજુબંધ કરેલા હતા. દાદાનો આજે વટ પડતો હતો. ઘણો જ દબદબો પડતો હતો. દાદાની ઠકુરાઈ આગળ બધાં પાણી ભરે છે. રોજ સવારે આંગીના દર્શન કરવા તે પણ એક લ્હાવો છે.
ગિરિરાજ પર આજે ઘણાં ભાઈ-બહેનોએ ચૌવિહાર છઠ્ઠ કરી સાત જાત્રા કરી હતી. રંગમંડપમાં ઘણી બધી સંઘમાળ હતી. જેથી રંગમંડપ ગાજતો હતો. હવે થોડી ઠંડી પડવી શરુ થઈ ગઈ હતી. ઠંડો ઠંડો પવન શરીરને સ્પર્શ કરતો હોય છે. ઠંડીમાં લાઇનમાં ઊભાં રહેતા તથા ધક્કા મુક્કીમાં અને પછી દાદાનો પ્રક્ષાલ કરતાં ખૂબ આનંદ આનંદ થઈ જાય છે. દાદાના પગ આગળનું નમણ આંખે, ગળે અને મસ્તકે લગાડતાં જાણે કર્મોના ભુક્કા થતાં હોય તેવો અનુભવ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org