________________
સામે બેસીને દાદાને એકીટશે નીરખવામાં બહુ મઝા આવતી. અમે દરરોજ સવારે દર્શન કર્યા પછી ચાર્જ થઈ જતા. પગ અધીરા દોડતા દેરાસરે, દ્વારે પહોંચું ત્યાં અજંપો થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, આંખડી મારી પ્રભુ હરખાય છે.
દાદાના દર્શન કરી, ઘેટી પાર્ગ દર્શન કરી, દાદાનો પ્રક્ષાલ કરી પૂજાના કપડામાં નવમીવાર નવટૂંકમાં પ્રવેશ કર્યો. નવટૂંકમાં મૂળનાયકને પૂજા કરતાં ખૂબ આનંદ થયો. બધે ચૈત્યવંદન વિધિ કરી અમે નીચે ઊતર્યા.
આજે ૪૬મો દિવસ. ધાનેરાની ધર્મશાળાના યાત્રિકોને ૯૯ કરાવતા અજબાણી પરિવાર તરફથી ગિરિપૂજન હતું. પગથીયે પગથીયે કળશ-અંગલૂછણાં-કેશરપૂજા-પુષ્પપૂજા-ધૂપ-દીપ વરખ થતાં હતાં. વરખથી ગિરિરાજ ઓર શોભતો હતો. રસ્તાની દરેક દેરીએ પણ પૂજા થતી હતી. આજે તળેટીના મોટાં પગથીયાં ઉપર પણ સુંદર ડેકોરેશન થયું હતું. ' - નવ્વાણું કરનાર ભાઈ-બહેનો અવારનવાર ગિરિપૂજન કરે છે. વહેલી સવારે વરખવાળા પગથીયાં ઘણાં સુંદર લાગે છે. આકાશમાંથી ચંદ્રનો પ્રકાશ પડતો હોવાથી ગિરિરાજ ચાંદીથી મઢયો હોય તેવો શોભતો હતો.
- પાલીતાણામાં સગાંસંબંધી અવારનવાર જાત્રા કરવા આવતા. સુરતથી મારી ભાણી સીમા છઠ્ઠ કરી સાત જાત્રા કરવા આવી હતી. અમેરિકાથી મારી દીકરી બિન્ની, જમાઈ સુજલ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org