________________
૭૬
સગાળપોળમાં પેઢીની ઓફિસ પાસે માંડવા જેવું બાંધેલું હતું. જેથી તપસ્વીઓ આરામ કરી શકે. સ્વયંસેવકો તપસ્વીઓના પગ દબાવતા, માલિશ કરતા નજરે પડતા હતા. ચારે બાજુ તપસ્વીઓ જ તપસ્વીઓ દેખાતા હતા.
આજે બીજો આનંદ એ હતો કે અમે પાંચ જણે ભેગા થઈને દાદાના પ્રક્ષાલનો ચઢાવો લીધો હતો. દાદાના પ્રક્ષાલનો ચઢાવો લેનારને સુંદર મોટા કળશથી પ્રક્ષાલ કરવા મળે છે. આજે પ્રક્ષાલ કરતાં કરતાં રોમે રોમ રાજી થઇ ગયાં હતાં. અહીં ગભારાનું વાતાવરણ પવિત્ર પરમાણુઓથી ઠાંસી ઠાંસીને ભરેલ હતું. તેનાથી વાતાવરણમાં પણ પવિત્રતા અનુભવાતી હતી. દાદા સૌને પ્રેમથી નિરખી રહ્યા હતા, દાદાની અમીમય દૃષ્ટિ બધા જ ભાવિક યાત્રિકો ઉપર પડતી હતી. બધા અનેરો આનંદ માણતા હતા.
યાત્રા દિવસ - ૪૧-૪૮
દિવસે દિવસે દાદા સાથે આત્મીયતા વધતી જતી હતી. સવારે જ્યારે અમે દાદાના દરબારમાં પહોંચીએ ત્યારે કોઇ અમારી રાહ જોઇ રહ્યું હોય તેવો અનુભવ થતો. ભંડાર પાસે અમારી બેસવાની જગ્યા પણ કોઇ રાખી મુકતું હોય તેવો અનુભવ થતો. દાદાની આંગીનાં સારી રીતે દર્શન થાય તેવી જગ્યા પણ વિશિષ્ટ પુણ્ય હોય તો જ મળે. દાદાના દરબારમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org