________________
૭૪ મોટા સંઘ આવે છે ત્યારે ત્યારે તેઓ અહીં દરગાહ ઉપર ચાદર ઓઢાડે છે. દર્શન કરી અમે તળેટી તરફ પ્રયાણ કર્યું.
આજે અમે સાતે જણાં ધાનેરાવાળી ધર્મશાળામાં નવ્વાણું કરતા યાત્રિકો સાથે એકાસણું કરવા જોડાયા હતા. અહીંનું વાતાવરણ તથા સજાવટ બહુ સુંદર હતી. અજબાણી પરિવાર એકાસણું કરાવતા હતા.
આજે મારે પાંસઠ જાત્રા થઈ હતી. દાદાની કૃપા વરસતી હતી આમાં આપણી કોઈ શક્તિ કામ લાગતી નથી. આપણે તો માત્ર મહેનત જ કરવાની, દાદા તેની કૃપા વરસાવતા જ રહેતા હતા. અમારી જાત્રામાં દિન પ્રતિદિન ઉત્સાહ વધતો જતો હતો.
ગિરિરાજના દર્શન કરવા ઘણું માણસ આવે છે. અવારનવાર જુદી જુદી સ્કૂલના બાળકો પણ આવે છે. એક દિવસ અંધશાળાની બહેનો પણ આવી હતી. ભારતની બહારના દેશોમાંથી ઘણા પરદેશીઓ પણ આ ગિરિરાજની મુલાકાતે આવે છે. આમ દાદાનો દરબાર સદા ગાજતો જ રહે છે. છઠ્ઠ કરીને જે તપસ્વીઓએ સાત જાત્રા કરી હોય છે તેની આસપાસ લોકોતપસ્વીનો જય જયકાર”! “તપસ્વી અમર રહો” આવા પ્રકારના વિશિષ્ટ ગુંજારવથી દાદાના દરબારનું વાતાવરણ જીવંત લાગે છે. છઠ્ઠ કરીને સાત જાત્રા કરનારને પ્રક્ષાલ કે પૂજાની લાઈનમાં ઊભા રહેવું પડતું નથી. તેઓને બધા જ અંદર જવા દે છે. બધા જ યાત્રાળુઓ તે તપસ્વીઓને ઘણું માન આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org