________________
મનમાં એવો વિકલ્પ આવ્યો અને કહ્યું કે હું આટલા ઓછા પૈસાથી કામ નહીં કરું.
પછી તો ઘરે જતો રહ્યો. તેને ફરી લકવો થયો. ફરી તે અહીં આવ્યો. તેણે માફી માંગી અને ફરી ટાંકણું માર્યું. ત્યારે તેનો લકવો દૂર થઈ ગયો. તે શીલ્પીએ આ પ્રતિમાજી ઘડી. આ પ્રતિમાજી ઘણાં ચમત્કારીક છે તેમ તે મહારાજ સાહેબ કહી રહ્યાં હતાં. પ્રતિમાજી ખરેખર સુંદર અને અદ્ભુત છે.
અહીંથી અમારે પાલનપુર ધર્મશાળામાં પાછા જવાનું હતું. અમે એક છકડો કર્યો. છકડો એટલે લગભગ ૭-૮ જણ બેસી શકે તેવી ઓપન રીક્ષા. અમે ૧૦ જણાં હતાં. બીજાં ૩૪ જણા છકડામાં ગીચોગીચ બેઠાં. અર્ધા કલાકનો કાચો રસ્તો હતો. અમે આ છકડામાં આખાને આખા ઊછળતાં હતાં. ઘણો ભય પણ લાગતો હતો અને ઘણું હસવું પણ આવતું હતું. આ છકડાનો અનુભવ ભૂલાય તેવો નથી. જ્યારે ધર્મશાળાએ પહોંચ્યા ત્યારે બધાંએ નિરાંતનો શ્વાસ લીધો. આમ છ ગાઉની યાત્રા કાયમ માટે યાદ રહી જાય તેવી થઈ. ધર્મશાળામાં આવી અમે બધાંએ સાથે એકાસણાં કર્યાં. આ બધા દિવસો બહુ યાદ રહી જાય તેવા થઈ ગયા.
યાત્રા દિવસ - ૩૫ - ૩૮
આજે રાત્રે જય તળેટી શણગારવામાં આવી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org