________________
૭૫ જે કોઇ દાદાના દરબારે આવે છે તેને દાદાની કરુણા સ્પર્શ કર્યા વિના રહેતી નથી. દાદા તેની કરુણાના ધોધમાં બધાને તૃપ્તિ કરાવે છે. આવનારા બધા ઘણા જ ખુશખુશ થઈને જાય છે. જાત્રાના આનંદને વાગોળતા વાગોળતા જાય છે.
યાત્રા દિવસ – ૩૯-૪૦
આજે ગિરિરાજ પર બોરીવલીથી ૧૦૦૦ ભાઈઓ આવેલા હતા. ચવિહાર છઠ્ઠ કરી સાત જાત્રાવાળા ૬૫૦ તપસ્વીઓ હતા. બીજા સ્વયંસેવકો પણ હતા. તપસ્વીઓના ગળામાં કાર્ડ નજરે પડતાં હતાં. સવારે રંગમંડપમાં, રાયણપગલે, પુંડરીકસ્વામીએ અને શાંતિનાથના દેરાસરે સફેદ ઝબ્બા-લેંઘા પહેરેલ તપસ્વી ભાઇઓ નજરે પડતા હતા.
ઘેટીની પાગે જતા તપસ્વીઓ ઠેર ઠેર નીચે ઉતરતા દેખાતા હતા. આખું દશ્ય જાણે સ્વર્ગલોક નીચે ઉતર્યું હોય તેમ લાગતું હતું. ઉપરથી નજર કરીએ ત્યારે જાણે સફેદ બગલાં જઈ રહ્યા હોય તેવું શોભતું હતું. ઠેર ઠેર તંબુઓ બાંધેલા હતા. તપસ્વીઓનો મહેરામણ લાગતો હતો. સ્વયંસેવકો તપસ્વીઓને સમૂહમાં ચૈત્યવંદન કરાવતા હતા. જેમ જેમ યાત્રા પૂરી થાય તેમ તેઓના કાર્ડ પંચ થતા હતા. જેથી કેટલી યાત્રા થઇ તેનો રેકોર્ડ રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org