________________
૫૯
ત્રિપુટી બેનો સાથે હોઇએ છીએ. જાત્રા કરી નીચે આવીએ પછી અમે સાતે જણાં એકાસણામાં સાથે હોઇએ છીએ અને પછી સાંજે બધાં ભેગાં થઇએ ત્યારબાદ પ્રતિક્રમણ બધાં જ સાથે કરતાં. આમ અમને બધાંને એકબીજાની સારી કંપની મળી હતી. જેથી જાત્રામાં ઉત્સાહ સારો રહેતો, આનંદભેર દિવસો જતા.
યાત્રા દિવસ ૨૬-૨૯
અમે અહીંના વાતાવરણમાં સેટ થઇ ગયાં હતાં, અમારા ઉતારાની ધર્મશાળાનું નામ “પાલનપુર યાત્રિક ભવન” છે. અમે પહેલે માળે ૨૬ નંબરની રૂમમાં રહેલાં છીએ. અમારા સાથીદારોની રૂમ્સ પણ એક જ લાઈનમાં છે. અમારા રૂમમાંથી શત્રુંજય ગિરિરાજનાં સરસ દર્શન થાય છે. જેથી ઊઠતાં-બેસતાં, બારણું ખોલતાં શત્રુંજય જ નજરે પડે છે.
જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં દર્શન ગિરિરાજનું. શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયું મારું હર્ષ ધરે, મહિમા મોટો એ તીરથનો, સુણતાં તનડું નૃત્ય કરે, કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે, એ તીરથનું શરણું હોજો, ભવોભવ બંધન દૂર કરે. ધન્ય અમારું જીવન ધન્ય અમારી દાદા સાથેની પળો. હવે ૨૬ દિવસો ગયા પછી જ્યારે ઉપર ચઢીએ ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org