________________
૫૭
દેખાય છે. ચારે બાજુ કુદરત પથરાયેલી નજરે પડે છે. ધીરે ધીરે અમે ઉપર જતાં હોઇએ છીએ ત્યારે નીચે જે દૃશ્ય દેખાય છે તે જોઇને મનમાં એમ થાય છે કે આ દૃશ્યને મારા દિલમાં જકડી લઉં ખૂબ ખૂબ સુંદ૨, અતિ સુંદર દૃશ્ય હોય છે. મનમોહક આ દશ્ય હોય છે.
દરરોજ દાદાની ભવ્ય આંગીનાં દર્શન થાય છે. આજે તો એવી સુંદર અંગરચના હતી કે સતત નિરખ્યા જ કરીએ. અહીંથી ખસવાનું મન જ થતું ન હતું. દાદાને બસ નિહાળ્યા જ કરીએ. દાદાના દર્શન કરી નિત્યક્રમ મુજબ અમે ઘેટી પાગે જવા નીકળ્યાં. ઘેટી પાગે રસ્તામાં ઝાડપાન તરફ નજર પડી. મેં ડોળીવાળા ભાઇને પૂછ્યું કે આ ઝાડ શેના છે ? તેઓએ કહ્યું કે લીમડાનાં છે.
ઘેટીની પાગે જતાં શરૂમાં લીમડાનાં વૃક્ષો આવે છે. પછી મોટી પરબ આવે છે ત્યાર પછી ઠેર ઠેર લીમડાના વૃક્ષો અને બાવળનાં (ગાંડો બાવળ) વૃક્ષો આવે છે. એક પરબ આગળ બન્ને બાજુ મોટા વડલા છે. બીજા પણ કયાંક કયાંક વડલા અને તેની વડવાઇઓ નજરે પડે છે. લીમડાના ઝાડને જોયા પછી થયું કે આ પણ કુદરતની કેવી કરામત છે. યાને આ બધો દાદાનો જ પ્રતાપ છે.
અહીં ઘેટીની પાગે આવતાં યાત્રાળુઓને પૂરતો ઓકિસજન મળી રહે તેથી અહીં લીમડો જ લીમડો છે. લીમડાની હવા સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. લીમડો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org