________________
- ૬૫
ગ્રહ. આમ નવગ્રહની પૂજા કરી. આજે અમારો દિવસ ધન્ય બની ગયો. આ બધો દાદાનો પ્રતાપ છે એમ લાગ્યું.
આજની જાત્રા સફળ થઈ ગઈ. ધન્ય આજનો દિવસ. ધન્ય આજની પળો. ધન્ય આજની શુભ ઘડી. અમારા હૃદયમાંથી શબ્દો સરી પડ્યા. જય જય શ્રી આદિનાથ. અમારા દિલમાં આદિનાથ. સાચા દેવ આદિનાથ. ખૂબ ખૂબ આનંદ આવ્યો.
આજે નીચે ઊતરતાં હતાં પણ મન તો આનંદની ક્ષણો વાગોળતું હતું. વીતેલી સુંદર પળોને યાદ કરતાં કરતાં ક્યારે તળેટીએ પહોંચી ગયાં એ ખબર ન પડી. આદિનાથ દાદાનો, ગિરિરાજનો અને જય તળેટીનો શિરસ્પર્શ કરીને આભાર માન્યો.
યાત્રા દિવસ - ૩૧-૩ર
આજે એકત્રીસમો દિવસ છે. આજે પૂનમ છે. નવ્વાણુ જાત્રાને મહિનો થયો છે. આજે મારે પ૪ જાત્રા થઈ છે. કુલ ૧૦૮ કરવાની ભાવના છે. બરાબર અડધે આવી છું. આ બધી જાત્રા દાદાની કૃપાથી જ થાય છે. મારી કોઈ તાકાત નથી કે હું આટલી જાત્રા કરી શકું. દાદા મને જાત્રા કરાવે છે અને દરરોજ એકાસણાં પણ કરાવે છે. દાદા, ઓ દાદા ! હું તમારા ઉપકારનો બદલો કેવી રીતે વાળીશ? દાદા ભવોભવ તું મને મળજો. જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી તું જ મને મળજો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org