________________
૬૩
રાહ જોવાઈ રહી હતી. સ્તવનો, સ્તુતિઓ વિગેરે ગવાઈ રહ્યાં હતાં. ઉપર આકાશમાં તારલાઓ ટમ ટમ કરી રહ્યા હતા. ચારે બાજુ વાતાવરણમાં મિલનનો માહોલ સર્જાયો હતો. આપણે જાણે કોઈ સ્વર્ગીય લોકમાં આવી ગયાં હોઈએ તેવું સુંદર વાતાવરણ હતું. દેવલોકમાંથી દેવ-દેવીઓ ઉતરી આવ્યાં હોય તેવું દૃશ્ય હતું.
જેવાં રામપોળના દરવાજા ખૂલ્યા કે હું અને નીમુબેન બધાંની સાથે દોડ્યાં. સગાળપોળ-વાઘણપોળ-હાથીપોળ વટાવી અમે રતનપોળના પગથીયાં ઝડપથી ચઢી ગયાં. ત્યાં જ ત્રિલોકના નાથ આદેશ્વર દાદાની પ્રતિમાના ભવ્ય દર્શન થયાં. દાદાને ભેટવા દાદાના દરબારમાં પહોંચી ગયાં. હૈયું ગદ્ગદ્ બની ગયું. દાદાના દર્શન કરતાં કરતાં હર્ષનાં આંસુ ઊમટી આવ્યાં. આજનો દિવસ ધન્ય બની ગયો. આજે અતિશય હર્ષાવેશમાં આવી ગયાં. અમે ભાવમાં ગરકાવ બની ગયાં.
દાદાના દરબારમાં ધૂપની ઘટાઓ ચારે બાજુ પ્રસરી રહી હતી. આજે દીવાઓની રોશની કંઈક જુદી જ હતી. ધૂપ - દીપ - ચામર થઈ રહ્યાં હતાં. દાદાની સ્તુતિ – સ્તવન ગવાઈ રહ્યાં હતાં. હંમેશ મુજબ અમને દાદાના ભંડાર આગળ જગ્યા મળી. અમે બેસી ગયાં. સાથિયો કરી ચૈત્યવંદન શરૂ કર્યું. દાદાનું મુખ પૂનમના ચંદ્ર જેવું શોભતું હતું.
દાદાની કરુણાની વર્ષાથી દાદાની આંગી ઓર ઝગારા મારતી હતી. દાદા ખૂબ શોભતા હતા. આજે સ્તવન ગાતાં ગાતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org