________________
૫૫
જોઇને બધા લોકો એમ કહેતા કે માણેકબાઇ મોતી માટે રીસાઇને બેઠા છે. આવી લોકવાયકા ચાલે છે. ત્યાંથી મોદીની ટૂંકમાં દર્શન કરી હેમાભાઇની ટૂંકમાં દર્શન કરી ઊજમફઇની ટૂંકમાં આવ્યાં, ત્યાં નંદીશ્વરદ્વીપની રચના બહુ જ સુંદર છે તેના દર્શન કરી સાકરવસી ટૂંકમાં દર્શન કરી છીપાવસી ટૂંકમાં દર્શન કરી છેલ્લે ચૌમુખજીની ટૂંકમાં દર્શન કર્યા. આ સૌથી ઊંચી ટૂંક છે. બધી જ ટૂંકમાં મૂળનાયક ભગવાનની આગળ ચૈત્યવંદન કરતાં હતાં. ત્યાંથી અંગારશાપીરના દર્શન કર્યા. નરશી કેશવજીની ટૂંકમાં દર્શન કરી અમે નીચે ઉતર્યા.
છેલ્લા બે દિવસથી એકાસણાં કર્યા પછી અમે ધાનેરા ધર્મશાળામાં પૂ. આચાર્ય મ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મ. સા.નાં વ્યાખ્યાન સાંભળવા જતાં. ધાનેરા ધર્મશાળા પાસે મોટો ટેન્ટ બાંધેલો હતો. તેમાં તેમનાં વ્યાખ્યાન થતાં હતાં. સમ્યક્ દર્શન અને દાન ઉપર વ્યાખ્યાન ચાલતું હતું. એકદમ સહેલી ભાષામાં સુંદર રીતે જિનવાણી પીરસાતી હતી. પૂજ્યશ્રીએ દાન માટે ભીમા કુંડલીયાનું દૃષ્ટાંત આપેલું. કથા જાણીતી હતી પણ તેમના મુખે સાંભળવાની બહુ મઝા આવી હતી.
અમે પાલનપુર ધર્મશાળામાં સાંજે બધાં સાથે જ્યારે પ્રતિક્રમણ કરતાં ત્યારે બહુ મઝા આવતી. પ્રતિક્રમણ પછી થોડો સમય સ્વાધ્યાય કરતા અને સૂત્રોના રહસ્યો જાણવા મળતાં. અમારો રૂમ સાંજે પ્રતિક્રમણ હોલ જેવો થઇ જતો. અહીં કંપની સારી હતી. જેથી આરાધના કરવામાં પણ ઘણો ઉત્સાહ રહેતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org