________________
૫૩ ઝણઝણી ઊઠતા. રોમે રોમ પુલકિત થતાં. આનંદના ઝરણામાં સ્નાન કરતાં કરતાં અમારા દિવસો જાત્રામાં પસાર થવા લાગ્યા.
દરરોજ જ્યારે જ્યારે જય તળેટીએ મસ્તક નમાવીએ ત્યારે અનેરો આનંદ થતો. પછી ત્રિલોકના નાથને મળવાની ઉત્કંઠા, પ્રક્ષાલ પછીનો આનંદ જાણે મીલીયન ડોલર મળ્યાં હોય તેના કરતાં પણ વધુ આનંદ દાદાને મળવાથી થતો. આ વાત તો અમારું હૃદય જ જાણતું.
દાદા એ તો દાદા જ છે. રતનપોળમાંથી જ્યાં દાદાના. દરબારમાં પગ મૂકીએ કે એમ જ થાય કે બસ અહીંથી ખસવું જ નથી. દાદાની સૌમ્યમૂર્તિને નિરખ્યા જ કરું. દાદાના નેત્રમાંથી અમીવર્ષા વરસ્યા જ કરતી હોય તેમ લાગતું. એક બાજુ ધુપની ઘટાઓ પ્રસરતી હોય છે. સ્તવનો ગવાઈ રહ્યાં હોય છે. સ્તુતિઓ બોલાતી હોય છે. દર્શનાર્થીઓ દર્શન કરતાં હોય છે. ઘણી જ વાર હું દાદાની અમીવર્ષામાં ભીંજાઈ જતી. જાણે દાદા બે હાથ ફેલાવી મને આશીર્વાદ આપી રહ્યા હોય એમ લાગતું.
દાદાની ત્રણ પ્રદક્ષિણા કરતાં હતાં ત્યાં મારી નજર હવામાં લહેરાતી ધજા પર પડી. ધજા પવનથી ફરકી રહી હતી. અને સંદેશ આપી રહી હતી કે તમે બીજે ક્યાંય નહીં જાઓ. અહીં દાદાની નિશ્રામાં જ આવી જાઓ. જગતનાં તમામ દુઃખો ભૂલાઈ જશે. અહીં તમને પરમ શાંતિ મળશે. આવા ભાવોલ્લાસથી ખૂબ ખૂબ આનંદ થતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org