________________
૩૪
બનાવી દીધા. દાદાની કેવી કરુણા છે ? નમણ જળે અમને ભીંજવી દીધા. બસ થાય છે કે દાદાને હોંશથી નીરખ્યા જ કરું. પણ ગભારામાં વધુ સમય રહેવા નથી મળતું. જેથી દાદાના આશીર્વાદ લઈ ગભારાની બહાર આવ્યાં. - ધૂપ-દીપ કર્યો. ધૂપની ઘટાઓ ચારેબાજુ ફેલાતી હતી. દિવડાઓ ઝગમગ થઈ રહ્યા હતા. અમે આજુબાજુ પૂજા કરી. આજે અમારા આત્માએ પરમ આનંદ અનુભવ્યો. અમારું જીવન ધન્ય બની ગયું. અમે રાયણવૃક્ષની પૂજા કરી, પ્રદક્ષિણા કરી અને ચૈત્યવંદન કર્યું. છેલ્લે શાંતિનાથ ભગવાનના દેરાસરે દર્શન ચૈત્યવંદન કરી નીચે ઉતરવા લાગ્યાં. ઉતરતાં પણ અડધું જાતે ઉતર્યા અડધામાં ડોળીનો ઉપયોગ કર્યો. બંને ભાઈઓને ચઢીને ૯૯ કરવાનો નિર્ણય હતો.
ડોળીવાળા ભાઇઓ પ્રેમાળ લાગ્યા. તેઓ અમને બેનોને બા કહીને બોલાવતા હતા. શરૂમાં અમને અજુગતું લાગ્યું પણ પછી તે શબ્દથી ટેવાઈ ગયાં. ચઢતાં-ઊતરતાં ગજબની અનુભૂતિ થાય છે. સવારે જ્યારે જઇએ છીએ ત્યારે અંધારું હોય છે અને ઊતરતી વખતે સંપૂર્ણ પ્રકાશ હોય છે. બન્ને સમય વાતાવરણ ભિન્ન હોય છે. જતી વખતે દાદાને મળવાની તાલાવેલી હોય છે. અને ઊતરતી વખતે દાદાને મળ્યાનો આનંદ હોય છે. એ આનંદને વાગોળતાં વાગોળતાં ક્યારે ધર્મશાળા આવી જાય છે તે ખબર પણ પડતી નથી. અંતરમાં ઘણો આનંદ ઉમટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org