________________
૩૩
પ્રમાણમાં ગિરદી ઓછી હતી. દાદાની મનોહર પ્રતિમાજીના દર્શન-વંદન વગેરે વિધિ કરી અમે ઘેટીની પાગ તરફ જવા ઉપડયા. ઘેટીની પાગે જતાં રસ્તો સાંકડો છે પણ આજુબાજુ પ્રકૃતિ ઘણી સુંદર લાગતી હતી.
ઘેટીની પાગના રસ્તે જતાં દૂરથી હસ્તગિરિ, છ ગાઉનો ડુંગર અને સિદ્ધવડ દેખાય છે. દૂરથી બધાંના દર્શન કર્યાં. ઘેટીની પાગનો અડધો રસ્તો સરળ છે અને અડધો રસ્તો કઠીન છે. સતત પગથીયાં આવે છે. અહીં પણ અડધે સુધી ચાલીને અને અડધેથી ડોળીમાં બેસીને ઘેટી પાગે પહોંચ્યા.
નીચે લીલી હરીયાળીની વચમાં આદીનાથ દાદાની દેરી છે. દેરીમાં દાદાના પગલાં છે. દાદા અહીંથી ગિરિરાજ પર પૂર્વ નવ્વાણું વા૨ આવ્યા હતા. અમે દાદાના પગલાંને ત્રણ પ્રદક્ષિણા કરી વંદન કર્યા. પ્રક્ષાલ ચાલુ હતો. દાદાના ચરણ સ્પર્શ કરવાનો આનંદ કંઇ જુદો જ હતો. અહીં આસપાસનું વાતાવરણ અતિ રમણીય છે.
ઘેટીની પાગે દેરાસરો આવેલ છે. ત્યાં બધે દર્શન કર્યા. ઘેટીની પાગથી ઉપર ચઢી દાદાના દરબારે આવ્યાં. દાદાનો પ્રક્ષાલ ચાલુ હતો. અમે જલ્દી જલ્દી સ્નાન કરી પૂજાના કપડાં પહેરી દાદાનો પ્રક્ષાલ કરવા લાઇનમાં ઊભાં રહ્યાં. ગભારામાં પેસતા જ આંખો હર્ષના આંસુથી છલકાઇ ગઇ. આજે અમને દાદાના પ્રક્ષાલનો લાભ મળ્યો. દાદાને સ્પર્શ કર્યો. દાદાનું નમણ અમે અમારી આંખે મસ્તકે લગાવ્યું અને દાદાએ અમને ધન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org