________________
૪૬
ગુનગુન કરતાં ચાલતાં નજરે પડે છે. કોઈ આદીનાથની જય બોલાવતું નજરે પડે છે. ગજબ ગજબનાં દૃશ્યો નજરે પડે છે.
ઘેટીની પાગે જતાં વાતાવરણ આલ્હાક હોય છે. ચારે બાજુ કુદરત ફેલાયેલી દેખાય છે. ચારે બાજુ ડુંગરા-હરીયાળી નજરે પડે છે. સુંદર હરીયાળીની વચ્ચે દાદાના પગલાંની દેરી ભવ્ય લાગે છે. અહીં પણ માનવ મહેરામણ ઘણો હોય છે.
ઘેટીની પાગે રંગમંડપ ચૈત્યવંદન કરતાં યાત્રિકોથી ભરેલો જ દેખાય છે. જગા ન મળે તો પગલાંની પ્રદક્ષિણા કરીએ ત્યાં આગળ પાછળ બધે જ ચૈત્યવંદન કરતાં લોકો નજરે પડે છે. સાથિયા માટે બધાં પાટલા ભરાયેલા નજરે પડે છે. છેવટે કયાંય જગા ન મળે તો લોકો આરસના પથ્થર ઉપર સાથિયા કરતાં નજરે પડે છે. આમ ખુલ્લામાં કુદરતના ખોળે દાદાના પગલાંની સામે ચૈત્યવંદન કરવાની બહુ મઝા આવે છે. વાતાવરણ જ એવું હોય છે કે જાણે તેમાંથી આપણને ખૂબ પ્રેરણા મળતી હોય એમ લાગતું. થાક-ભૂખ-તરસનું તો નામનિશાન પણ હોતું નથી.
યાત્રા દિવસ : ૧૪-૧૬
આજે તપસ્વી ભાઈ-બહેનોનું ટોળું દાદાની જય બોલાવતું બોલાવતું જતું હતું. જય જય શ્રી આદિનાથ ! કર્મ ખપાવે આદિનાથ ! મોક્ષ અપાવે આદિનાથ ! સૌના દિલમાં આદિનાથ! રોમ રોમમાં આદિનાથ ! પ્રથમ તીર્થંકર આદિનાથ ! હસ્તગિરિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org