________________
૩૫
યાત્રા દિવસ-૩ - અમારો નિત્યક્રમ આ પ્રમાણે હતો. ચાર વાગે ઊઠતાં અને પાંચ વાગે જયતળેટીએ ભેટવા નીકળી જતાં. આગમ મંદિર, જય તળેટી, બાબુના દેરાસરે, પુંડરીકસ્વામીએ, ભમતીમાં ભીડભંજન પાર્શ્વનાથ અને બહારથી સમવસરણમાં બીરાજમાન ચૌમુખજીના દર્શન કરી આશીર્વાદ લઈ ગિરિરાજને નતમસ્તકે નમન કરી દાદાની જય બોલાવી, ગિરિાજની જય બોલાવી યાત્રા શરુ કરતાં.
લગભગ અડધા ઉપર આવીએ ત્યારે દૂર ક્ષિતિજમાંથી ઊગતા સૂર્યના દર્શન કરવાની બહુ જ મઝા આવતી. વાતાવરણમાં અનેરો આનંદ ઊમટી જતો. નરમ નરમ પવન અમને સ્પર્શ કરીને જતો રહેતો. ઉપર પહોંચ્યા પછી ક્રમ મુજબ અમે દાદાના દર્શને ગયાં. આજે દાદાને મળવાનો આનંદ કંઈ જુદો હતો. દાદાનું મુખ પૂનમના ચંદ્ર જેવું શોભતું હતું. દાદા જાણે મરક મરક મલકાતા હોય તેવો ભાસ થતો હતો. મારાથી તે દૃશ્ય શબ્દો દ્વારા વર્ણવવું અશક્ય છે.
આજે અમને દાદાના દરબારમાં દાદાની સામે બેસવાનો ચાન્સ મળ્યો. આજે જાણે લાગ્યું કે અમારા હૃદયનાં દ્વાર ખૂલી ગયાં. થયું કે ચારે બાજુથી હૃદયમાં ઊઠતી ઉર્મિઓ હમણાં માઝા મૂકી દેશે. ત્રણ ચાર યુવાન બહેનો દાદાના દર્શનનું ભક્તિ ગીત ગાતાં હતાં. તે સમયે અમે લોગસ્સના કાઉસ્સગ્નમાં હતાં. પણ કોણ જાણે તે ગીતમાં એવું તો જાદુ હતું કે શબ્દે શબ્દે અમારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org