________________
૪૩
છે. બધાના થેલા પર બિલ્લા લગાવેલા હોય છે. રૂમ પણ થેલાથી ભરાઇ જતો હોય છે. રૂમની બહાર પણ થેલા જ થેલા. જાણે રેલ્વે પ્લેટફોર્મ હોય તેવું દૃશ્ય લાગતું હોય છે. છતાં પણ કોઇ અવ્યવસ્થા હોતી નથી. બહુ જ સુંદર રીતે ન્હાવાનું, કપડાં બદલવાનું, અને કપડાંના થેલા આપવાનું કામ થતું હોય છે.
ગિરિરાજ પર અવારનવાર ચઉવિહાર છઠ્ઠ કરી સાત જાત્રા કરનાર ઘણાં ભાઇ-બહેનો આવતાં હોય છે. કહે છે કે ચવિહાર છઠ્ઠુ કરીને શત્રુંજયની સાત જાત્રા કરવાથી ત્રીજા ભવે મોક્ષ થાય છે. તે વાતથી પ્રેરાઇને ઘણાં લોકો આવી જાત્રામાં જોડાય છે. કોઇ નાનાં ગ્રુપમાં તો કોઇ મોટા ગ્રુપમાં આવતાં હોય છે. મોટા ગ્રુપમાં સાથે સ્વયં સેવકો પણ હોય છે. તેઓ ઠેર ઠેર નાના તંબુ બાંધે અને તપસ્વીઓની સેવા કરે. તપસ્વીઓને મસાજ કરે, પગ-માથું દાબે તથા ગુલાબજળ છાંટે, આ રીતે વૈયાવચ્ચ કરે.
દાદા સાથે એવો તાર ગૂંથાઇ ગયો હતો કે જાણે મનમાં એમ થતું કે બસ દાદા અમને વારંવાર જલ્દી જલ્દી મળે. દાદાના દરબારમાં દરરોજ સવારે અમે ચૈત્યવંદન કરીએ ત્યારે દાદાની સ્પર્શના અમે અનુભવતાં હતાં. સવારની સ્તુતિ તથા વંદનનો કંઇ જુદો જ અનુભવ થતો. દાદાના દરબારમાં પવિત્ર પરમાણુઓ ચારે બાજુ ફેલાઇ રહ્યા હતા. સવારની ભક્તિ શરીરમાં નવો ઓકિસજન આપતી હતી. તેનાથી આખા દિવસ માટે જાણે શરીર ચાર્જ થઇ જતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org