________________
૨૯
આ ટૂંક વિમલવસહી ટૂંક અથવા દાદાની ટૂંકના નામે ઓળખાય છે. અહીંનું વાતાવરણ ભવ્ય છે. મંદિરોની નગરીમાં પ્રવેશ કર્યો હોય તેવું દેખાય છે. ચારે બાજુ મંદિરોના દર્શન થાય છે. સૌ પ્રથમ અમે ડાબી બાજુ શાંતિનાથ ભગવાનના દેરાસરે દર્શન-ચૈત્યવંદન કર્યા. ત્યાંથી થોડાં પગથીયાં ઊતરી અમે નીચે
જ્યાં ચક્રેશ્વરી માતાની દેરી છે ત્યાં જઈ દર્શન કર્યા. આશીર્વાદ લીધા અને ચુંદડીના પૈસા ભંડારમાં મૂકયાં. આદિનાથ દાદા તથા શત્રુંજય ગિરિરાજની અધિષ્ઠાયિકા શ્રી ચક્રેશ્વરી માતા છે.
ચક્રેશ્વરી માતાની બાજુમાં બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી, અને લક્ષ્મીજીની દેરી છે. પાસે વાઘેશ્વરી અને પદ્માવતીજીની મૂર્તિ છે. આ સર્વે દેવીઓને પ્રણામ કર્યા. શાસનની રક્ષા માટે અને અમારી આરાધનામાં સહાય કરે તેવી પ્રાર્થના કરી આગળ વધ્યાં.
ત્યાંથી સામેની બાજુએ કવયક્ષની દેરી છે. શત્રુંજય ગિરિરાજના અધિષ્ઠાયક. કવયક્ષના દર્શન કર્યા, શ્રીફળ મૂકયું અને અમારી યાત્રા નિર્વિને પાર પડે તે માટે પ્રાર્થના કરી. આગળ ડાબી અને જમણી બાજુ લાઈનબંધ મંદિરો આવેલાં છે. આગળ નેમીનાથની ચોરીવાળું દેરાસર આવે છે. પછી પાપપુણ્યની બારી આવે છે.
ત્યાંથી આગળ સમવસરણ મંદિર, અમીઝરા પાર્શ્વનાથનું મંદિર વિગેરે આવે છે. આ સર્વે મંદિરોને બહારથી નમો જિણાણું કહ્યું.
આગળ જતાં શત્રુંજય માહાભ્યના રચયિતા પૂ. આચાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org