________________
૨૭
આગળ જતાં એક દેરીમાં બિરાજમાન રામ, ભરત, થાવચ્ચાપુત્ર, શુક્રપરિવ્રાજક અને શૈલકાચાર્યની મૂર્તિને વંદન કર્યાં. આગળ ચાલતા સુકોશલમુનિના પગલાં અને નમિ વિનમિના પગલાંને વંદન કરી આગળ વધ્યાં. અમારી સાથે યાત્રિકોનો મોટો સમુદાય હતો. યાત્રિકોની સાથે સાથે ચઢવામાં ખૂબ મઝા આવતી હતી.
અમે થોડાં પગથીયાં ચઢી હનુમાનધારાએ આવી પહોંચ્યા. અહીં બે રસ્તા ફંટાતા હતા. એક રસ્તો દાદાની ટૂંક તરફ જતો હતો અને બીજો રસ્તો નવટૂંક તરફ જતો હતો. અહીં જમણી બાજુએ હનુમાનજીની મૂર્તિ છે અને ડાબી બાજુ ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. તેને અમે નમસ્કાર કર્યાં.
અમે દાદાની ટૂંક તરફના રસ્તે દાદાને ભેટવા આગળ વધ્યા. અહીંનું વાતાવરણ આહ્લાદક હતું. એક બાજુ ગિરિરાજ અને બીજી બાજુ શેત્રુંજી નદી ખળખળ વહી રહી હતી. કુદરત છૂટે હાથે પથરાયેલી હતી. ઠંડો ઠંડો ખુશનુમા પવન નવી તાજગી લાવી રહ્યો હતો. બધાં જ એકબીજાને પ્રોત્સાહન આપતાં આપતાં આગળ વધી રહ્યાં હતાં. હવે હમણાં જ દાદાની ટૂંક આવશે. આમ હૃદયમાં દાદાને નજદીકમાં જ ભેટવાનું છે તેની હલચલ થઇ રહી હતી. ડુંગરની ભેખડમાં કૃષ્ણના પુત્રો જાલી-મયાલીઅને ઉવયાલીની કોતરેલી મૂર્તિ છે તેનાં પણ દર્શન કર્યાં.
હવે સામે રામપોળ દેખાઇ. હિન્દુસ્તાનમાં પ્રવેશ કરવા માટે મુંબઈમાં જેમ ‘ગેટ વે ઓફ ઈન્ડિયા' છે તેમ શત્રુંજયની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org