________________
આવ્યો હીંગળાજનો હડો, કેડે હાથ દઈને ચઢો...
હીંગળાજનો પડો ચઢતાં કપરું ચઢાણ હવે પૂરું થયું. પછી કલીકુંડ પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં આવ્યા. પગલાંની દેરીને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી અમે આગળ વધ્યા.
હવે આગળ વધતાં ચાર શાશ્વતાં જિન, ઋષભાનન, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાનના પગલાંને ભાવથી વંદન કર્યા. આગળ વધતાં ‘શ્રીપૂજ્યની ટૂંક આવે છે ત્યાં સાત ફણાવાળા પદ્માવતીદેવીના દર્શન કર્યા. અહીં બહુ જ ભીડ હતી. પદ્માવતી દેવીના મસ્તકથી ઉપરના ભાગમાં રહેલી પાંચ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિનાં દર્શન કરી “નમો જિણાણં' બોલી અમે આગળ વધ્યાં.
અહીંથી આગળ ચાલતાં સપાટ રસ્તો આવે છે. અહીં ચાલતાં ચાલતાં દૂરથી ચૌમુખજીની ટૂંકના ભવ્ય શિખરનાં દર્શન થાય છે. અમે શિખરનાં દૂરથી દર્શન કરી “નમો નિણાણં' બોલી આગળ વધ્યાં.
આગળ જતાં દ્રાવિડ, વારિખિલ્લજી, અઈમુત્તા અને નારદની કાઉસ્સગ્ગ સ્થિત (ઊભી) મૂર્તિ આવે છે. દ્રાવિડ અને વારિખિલ્લજી કાર્તિકી પૂનમના દિવસે ૧૦ કરોડ મુનિવરો સાથે મોક્ષે ગયેલા છે. આજે કાર્તિકી પૂનમ હોવાથી અહીં ખૂબ જ ગીરદી હતી. અમે પણ એ સિદ્ધાત્માના દર્શન કરી “નમો સિદ્ધાણં' બોલ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org